What is Jallikattu in Gujarati | શું છે જલ્લીકટ્ટુ રમત?

તામિલનાડુના રહેવાસીઓ આ ખેલને પોતાની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો માને છે. જલ્લીકટ્ટુ શબ્દ તમિળના બે શબ્દ જલી અને કટુને જોડીને બનાવવામાં આવ્યો છે. જલીનો અર્થ સિક્કાની થેલી જયારે કટુનો અર્થ બળદનું શિંગડું એવો થાય છે. તમિલનાડુમાં આખલાને અંકુશમાં કરવાની રમતને જલ્લીકટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે. જયારે મહારાષ્ટ્રમાં બળદગાડા દોડનું આયોજન કરવામાં આવે છે જેની બેલગાડી દોડ તરીકે ઓળખાય છે અને કર્ણાટકમાં ભેંષોની દોડનું આયોજન થાય છે જેને કમ્બાલા તરીકે ઓળખવામાં આવે છે. What is Jallikattu in Gujarati? આ લેખમાં વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ લેખને અંત સુધી વાંચશો. અને તમને આવું અવનવું વાંચવું ગમતું હોય તો આપણે નાટો સંસ્થા વિશે લેખ લખેલ છે. What is Nato? એ પણ વાંચી લેશો.

What is Jallikattu in Gujarati?

આ તમિલનાડુની એક પરંપરાગત રમત છે જેની અંદર આખલાને અંકુશમાં લેવામાં આવે છે. ઘણા વર્ષોથી આ રમત તમિલનાડુ રાજયમાં રમવામાં આવે છે. આ દિવસે તમિલનાડુ રાજયમાં જલ્લીકટ્ટુ સિવાય આખલા દોડનું પણ અમુક જગ્યાએ આયોજન કરવામાં આવે છે.

Hilights

લેખનું નામWhat is jallikattu in Gujarati
લેખની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
જલ્લીકટ્ટી રમતનું આયોજન તમીલનાડુ
જલ્લીકટ્ટુ શબ્દ કઈ ભાષાનો શબ્દ છેતમિળ
જલ્લીકટ્ટુ રમતના પ્રકાર ત્રણ છે.

When did start Jallikattu? | આ રમતની શરૂઆત ક્યારે થઈ ?

એક માન્યતા મુજબ સિંધુ સભ્યતાના સમયમાં જે ઐય્યર અને યાદવ લોકો તમિલ વિસ્તારમાં રહેતાં હતાં, તેઓ દ્વારા આખલા પાળવામાં આવતા. પાછળથી ધીમે ધીમે આ સાહસ અને બળ દર્શાવવાનું માધ્યમ થઈ ગયું. આ રમતમાં આખલાને વશમાં લેવાનો હોય છે અને જે આખલાને કાબુમાં લઈ શકતાં હોય તે લોકોને ઈનામ અને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એક અંદાજ મુજબ આ પ્રથા શરૂ થયાને 2,500 વર્ષ કરતા વધારે થયા છે.

Jallikattu Case | શા માટે આ બાબતે થયો હતો વિવાદ?

આ રમતની અંદર દર વર્ષે કોઇને કોઇ દુખદ ઘટનાઓ બને છે. આ જ કારણથી જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મૂકવાની માગણીઓ થતી રહે છે. મળતી આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2010 થી 2014 ના ગાળા દરમ્યાન જલ્લીકટ્ટુની ચાલુ રમત દરમ્યાન  17 લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યાં હતાં. તદઉપરાંત 1,100  કરતા વધારે લોકો ઘાયલ થયાં હતાં. છેલ્લાં 20 વર્ષોમાં આ રમતને કારણે મરણ પામનારાઓની સંખ્યા 200 કરતા વધારે છે. આજ કારણે 2014 ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટૂ એનિમલ એક્ટ-1960 (THE PREVENTION OF CRUELTY TO ANIMALS ACT, 1960) હેઠળ આ રમત પર પ્રતિબંધ મુકી દીધો હતો.


Read More: નીમ કરોલી બાબા જીવન પરિચય | જાણો નીમ કરોલી બાબા વિશેની સંપૂર્ણ માહિતી


Jallikattu Festival | કેવી રીતે આ રમત રમવામાં આવે છે?

જલ્લીકટ્ટુના પહેલા દિવસે ત્રણ આખલાઓને છોડવામાં આવે છે. આ એવા આખલાઓ હોય છે જે દૂરદૂર સુધી ગામની શાન તરીકે પ્રખ્યાત હોય છે. આ છોડવામાં આવેલ આખલાઓના શિંગ પર સિક્કાની થેલી બાંધવામાં આવે છે અને પછી આ આખલાને ભડકાવીને લોકોની ભીડ વચ્ચે છોડી મુકવામાં આવે છે. ભીડમાંથી જે વ્યક્તિ આ આખલા પર નિયંત્રણ મેળવી લે છે એટલે કે કાબુમાં લઈ લે છે અને આખલાના શિંગ પર બાંધવામાં આવેલી શિકાની થેલી છોડીને લઇ આવે છે તેને ઇનામ અને સન્માન આપવામાં આવે છે.


What is Jallikattu in Gujarati | શું છે જલ્લીકટ્ટુ રમત?

Jallikattu Game Type | આ રમત રમતના નિયમો કેવા છે.

આ રમતને મુખ્યત્વે ત્રણ પ્રકારે રમવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • મંજૂ વિરાટ્ટૂ: આ પ્રકારમાં ખેલાડીઓએ સોક્કસ સમય અને નિયત અંતરની અંદર જ આખલા પર કાબૂ મેળવવાનો હોય છે.
  • વેલી વિરાટ્ટૂ: આ પ્રકારમાં આખલાના શિંગડાં પર સિક્કાની થેલી બાંધી તેને ખુલ્લા મેદાનમાં છોડી મુકવામાં આવે છે. આ રમત દરમ્યાન આ રમતમાં ભાગ લેનાર હરિફોએ આ આખલાઓને કાબૂમાં લેવાના હોય છે અને સિક્કાની થેલી શિંગડા પરથી ખોલવાની હોય છે.
Manju Virattu
  • વાયમ મંજુ વિરાટ્ટુ:  આ પ્રકારમાં  આખલાને લાંબા દોરડાથી બાંધી દેવામાં આવે છે અને તે પછી ભાગ લેનાર ખેલાડીઓએ તેમની પર નિયંત્રણ એટલે કે કાબું મેળવવાનું હોય છે.

Bull Selection in Jallikattu | આખલાને કેવી રીતે પસંદ કરવામાં આવે છે.

આ રમતમાં એવા આખલાઓની પસંદગી કરવામાં આવે છે જે તંદુરસ્ત હોય. જે આખલો આસાનીથી પકડમાં આવી જાય તેને નબળો માનવામાં આવે છે. તેવા આખલાની પસંદગી કરવામાં આવતી નથી અને તે આખલાને ઘરેલું કામો માટે જ રાખવામાં આવે છે. જે આખલાઓ સરળતાથી પકડાતા નથી તેને મજબૂત માનવામાં આવે છે અને તેઓની પસંદગી કરવામાં આવે છે.


Read More: What is MSW Course Details in Gujarati | જાણો કેવી રીતે કરી શકાય આ કોર્સ?


Jallikattu Banned | આ જલ્લીકટ્ટુ રમત પર પ્રતિબંધ કયારે મુકાયો?

આ રમત પર સુપ્રીમ કોર્ટે 2015 માં પ્રતિબંધ મૂકયો હતો. જે કારણોસર 2015 માં આ રમતનું આયોજન કરવામાં આવ્યું ન હતું.. જો કે સ્થાનિક લોકોતી નારાજગીને જોતાં સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો છે અને આ રમતને ફરીથી મંજૂરી આપી દેવામાં આવી છે.

સુપ્રિમકોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવાયો?

સુર્પિમ કોર્ટ દ્વારા આ વર્ષે આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યા મુજબ રાજ્યોએ પશુઓ સાથે ક્રૂરતા ન થાય તે માટે યોગ્ય પગલા લીધા છે અને લેવાની રાજયની ફરજ છે. પશુઓની જાતિઓનું સંવર્ધન પણ રાજ્ય સરકારની જવાબદારી છે. જેના આધારે રાજય દ્વારા કાયદામાં કોઈ સંશોધન કરવામાં આવે તો ખોટું નથી. પરંતુ જો આ રમતો દરમ્યાન પશુઓ સાથે ક્રૂરતા થાય છે તો તેની વિરુદ્ધમાં સરકાર દ્વારા જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે. રાજયના રાજકીય પક્ષોએ તેમજ સ્થાનિક લોકોએ આ ચુકાદાનું સ્વાગત કર્યું છે. જયારે પ્રાણીઓના અધિકાર માટે લડતા સંગઠનોએ આ ચુકાદા સામે વિરોધ દર્શાવ્યો છે.


Read More: ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ બાબાનો જીવન પરિચય| જાણો સંપૂર્ણ માહિતી


Conclusion | સારાંશ

મિત્રો આપણે What is Jallikattu? લેખમાં જલ્લીકટ્ટુ રમત વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જેવી કે આ રમતનું આયોજન કયાં થાય છે? આ ગેમના પ્રકારો કેટલા છે? આ કયારે શરૂઆત થઈ વગેરે વગેરે જો તમને પસંદ આવી હોય તો અન્ય સાથે શેર કરશો.

FAQ

1.જલ્લીકટ્ટુ નો અર્થ શું થાય છે?

જવાબ: જલ્લીકટ્ટુ શબ્દ તમિળના બે શબ્દ જલી અને કટુને જોડીને બનાવવામાં આવ્યો છે. જલીનો અર્થ સિક્કાની થેલી જયારે કટુનો અર્થ બળદનું શિંગડું એવો થાય છે.

2.જલ્લીકટ્ટુ રમતનું આયોજન કયાં રાજ્યમાં થાય છે?

જવાબ: જલ્લીકટ્ટુ નામની રમતનું આયોજન તમિલનાડુ રાજ્યમાં થાય છે.

3. જલ્લીકટ્ટુ રમત પર પ્રતિબંધ કયારે મુકાયો હતો.

જવાબ: આ રમત પર પ્રતિબંધ 2014 માં મુકાયો હતો.

4. જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ કયા કાયદા હેઠળ મુકવામાં આવ્યો હતો.

જવાબ: આ રમત પર પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટૂ એનિમલ એક્ટ-1960 હેઠળ પ્રતિબંધ મુકાયો હતો.

5. જલ્લીકટ્ટુ રમતનું આયોજન કયારે કરવામાં આવે છે?

જવાબ: આ રમતનું આયોજન દર વર્ષે પોંગલ તહેવાર પર જાન્યુઆરી માસમાં આયોજિત કરાય છે.

Leave a Comment