Old Name of India in Gujarati | જાણો આપણા દેશનું નામ ભારત પડવા પાછળનો રોચક ઈતિહાસ.

મિત્રો આજે આપણે આ Old Name of India in Gujarati લેખના માધ્યમથી જાણીશું કે આપણા દેશનું નામ ઈન્ડિયા કેવી રીતે પડયું? તેમજ ભુતકાળમાં આપણો દેશ કયાં કયાં નામે ઓળખાતો હતો? આ તમામ માહિતી તમારે પણ જાણવી જોઈએ અને એ જાણવા માટે તમારે આ લેખ પુરો વાંચવો પડશે. આપણા દેશનું નામ ઈન્ડિયાના જગ્યાએ ‘ભારત’ કરવા અંગે આખા દેશમાં ચર્ચા-વિચારણા ચાલી રહી છે. ઘણાં સમયથી આપણા બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ કાઢી નાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. RSSના વડા મોહન ભાગવતે ઈન્ડિયાની જગ્યાએ ભારત નામનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી છે.

પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ

પ્રાચીન સમયથી આપણાં દેશનાં અલગ-અલગ નામો રહ્યાં છે. પ્રાચીન ગ્રંથોમાં ભારતખંડ, હિમવર્ષ, અજનાભ વર્ષ, જમ્બૂદ્વીપ, આર્યાવર્ત વગેરે તો કેટલાક ઈતિહાસકારોએ આપણા દેશને હિંદ, હિંદુસ્તાન, ઈન્ડિયા જેવા નામ આપ્યાં. પરંતુ આ બધા નામોમાં સૌથી લોકપ્રિય નામ ‘ભારત’ રહ્યુ છે. વિષ્ણુ પુરાણમાં વિવિધ સુત્રોથી જાણવા મળે છે એ મુજબ તેમાં ઉલ્લેખ છે કે સમુદ્રનાં ઉત્તરથી લઈને હિમાલયનાં દક્ષિણ સુધી ભારતની સીમાઓ વિસ્તરેલી છે. વિષ્ણુ પુરાણ મુજબ જ્યારે ઋષભદેવે નગ્ન થઈને વન પ્રસ્થાન કર્યું ત્યારે પોતાના પુત્ર ભરતને ઉત્તરાધિકાર આપ્યાં જેના લીધે આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું એવી માન્યતા છે.


આ પણ વાંચો : QUICK FACTS ABOUT INDIA


ભારતનાં 7 અલગ-અલગ રોચક નામનો ઈતિહાસ જાણીએ.

હવે મિત્રો આપણે જાણીશું કે Old Name of India in Gujarati આપણો દેશ ભુતકાળમાં કયા કયાં સાત જુદા જુદા નામોથી ઓળખાતો હતો. તો ચલો જાણીએ એ વિશેનો રોચક ઈતિહાસ.

ભારતવર્ષ કે ભારત નામ કેવી રીતે પડ્યું?

આ પ્રશ્નને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. એવી જ એક પૌરાણિક યુગની માન્યતા મુજબ ભરત એક ચક્રવર્તી મહાન સમ્રાટ હતાં જેઓ ચારેય દિશાઓની ભૂમિનાં સ્વામી તરીકે જાણીતા હતા. એક માન્યતા એવી પણ છે કે ચક્રવર્તી સમ્રાટ ભરતનાં નામ પરથી જ દેશનું નામ ભારતવર્ષ રાખવામાં આવેલ છે. સંસ્કૃત ભાષામાં વર્ષ શબ્દનો અર્થ વિસ્તાર એવો પણ થાય છે.

શ્રીરામનાં ભાઈ ભરતના નામ પરથી ભારત નામ પડ્યું.

સૌથી પ્રચલિત માન્યતા મુજબ પ્રભુ શ્રીરામનાં ભાઈ ભરતનાં નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. શ્રીરામચરિતમાનસમાં કરેલ વર્ણન મુજબ ભરતે રામનાં વનવાસ જવા પર તેમની પાદુકાને સિંહાસન પર રાખીને રાજપાટ સંભાળેલ પરંતુ ક્યારેય તેઓ રાજા નહોતા બન્યાં. તેમના ત્યાગ અને પ્રેમે તેઓને મહાન રાજા બનાવ્યાં. આમ, તેઓના નામ પરથી દેશનું નામકરણ ભારત કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો : લોકસભા-રાજયસભામાંથી સસ્પેન્ડ કરવાનો શું છે નિયમ? શું પાછો લઈ શકાય નિર્ણય.


આપણા દેશનું નામ INDIA નામ કેવી રીતે પડ્યું?

અંગ્રેજ જ્યારે અહી આવ્યાં ત્યારે તેમણે સિંધુ ઘાટીને ઈંડસ વેલી નામ આપ્યું અને તે જ આધાર પર આપણા દેશનું નામ India કરી દીધું. બીજી રીતે એ પણ માનવામાં આવે છે કે અંગ્રેજોને હિંદુસ્તાન કે ભારત બોલવામાં મુશ્કેલી પડતી જયારે એમને  ઈન્ડિયા બોલવું સરળ પડતું તેથી તેઓ ભારતને ઈન્ડિયા કહેવા લાગ્યાં. આમ આપણા દેશનું નામ ઇન્ડિયા પડયું.

હિંદુસ્તાન નામ કેવી રીતે પડયું?

પ્રાચીન લોકવાયકાઓ અનુસાર મધ્યયુગમાં જ્યારે તુર્ક અને ઈરાનીઓ આપણા દેશમાં આવ્યાં ત્યારે તેઓએ સિંધુ ઘાટીથી પ્રવેશ કર્યો. તે લોકો ‘સ’ શબ્દનો ઉચ્ચાર ‘હ’ તરીકે કરતાં હતાં. આ રીતે સિંધુ શબ્દનો અપભ્રંશ હિંદૂ થયો. જેના લીધે હિન્દુસ્તાન નામ પડયું.

જમ્બૂદ્વીપ નામ કેવી રીતે પડયુ?

લોકવાયકા અનુસાર કહેવાય છે કે જંબૂ ઝાડનાં કારણે જમ્બૂદ્વીપ નામ પડ્યું. વિષ્ણુ પુરાણનાં અધ્યાય 2માં કરેલ દાવા મુજબ જમ્બૂ વૃક્ષનાં ફળો હાથીઓ જેટલા મોટાં હોતા અને જ્યારે તે સડી જતાં ત્યારે પહાડોની ચોટી પર પડતાં ત્યારે તેમાંથી વહેતા રસની એક નદી બની જતી તેના પરથી દેશનું નામ જમ્બૂદ્વીપ પડ્યું.


આ પણ વાંચો : યુનિફોર્મ સિવિલ કોડ શું છે?-જાણો તમામ માહિતી.


આર્યાવર્ત નામ કેવી રીતે પડયુ?

આર્ય પ્રજાતિ ભારતનાં મૂળ રહેવાસીઓ હતાં એવુ કહેવાય છે. તેઓ સમુદ્રી રસ્તેથી ભારતમાં પ્રવેશ કર્યો હતો અને આર્યો દ્વારા આ દેશને વસાવવામાં આવ્યું હતું જેના કારણે આપણા દેશને આર્યાવર્ત કહેવાયું.

હિમવર્ષ નામ કેવી રીતે પડ્યું?

હિમાયલ પરથી ભારતને પહેલાં હિમવર્ષ તરીકે ઓળખાતું. આ બાબતનો ઉલ્લેખ વાયુ પુરાણમાં મળે છે કે પ્રાચીન સમયમાં  ભારતવર્ષનું નામ હિમવર્ષ હતું.

ઈન્ડિયા શબ્દ હટાવવાની માંગ શા માટે કરવામાં આવી રહી છે.

આપણા બંધારણની કલમ 1માં ભારતની પરિભાષામાં ‘ ઈન્ડિયા અર્થાત ભારત’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાંથી સરકાર ઈન્ડિયા શબ્દને હટાવીને ભારત શબ્દ જ રાખવા પર વિચારણા કરી રહી છે. વર્ષ 2020માં પણ આ પ્રકારની વિચારણા શરૂ થઈ હતી. બંધારણમાંથી ઈન્ડિયા શબ્દને હટાવવા માટે સુપ્રીમકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવેલ અને તેમાં દલીલ કરવામાં આવી હતી કે ઈન્ડિયા શબ્દ એ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ નામ છે જે ગુલામીની નિશાની છે. તેથી જ ઈન્ડિયા શબ્દની જગ્યાએ ભારત કે હિંદુસ્તાન શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.

ઉપસંહાર

મિત્રો આજે આપણે આ Old Name of India in Gujarati લેખના માધ્યમથી ભારત દેશના પાડવામાં આવેલ નામોનો રોચક ઈતિહાસ જાણ્યો આશા રાખું કે તમને આ લેખના માધ્યમથી કઈક નવુ જાણવા મળ્યું હશે. આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહેશો.

Leave a Comment