What is the Rule of Suspension from Loksabha and Rajya sabha? | લોકસભા-રાજયસભામાંથી સસ્પેન્ડ કરવાનો શું છે નિયમ? શું પાછો લઈ શકાય નિર્ણય.

  • થોડા સમય પહેલા રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સજા કરાતા તેઓનુ સંસદમાંથી સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. સુપ્રિમ કોર્ટ દ્વારા તેના પર સ્ટે આપી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સભ્ય સંજયસિંહને ચોમાસુ સત્ર પુરતા ગૃહમાં ગેરવર્તણૂક કરવા બદલ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોઈ પણ સાંસદ સભ્યને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તો તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકતા નથી. આ What is the Rule of Suspension from Loksabha and Rajya sabha? આર્ટિકલ્સના માધ્યમથી જાણીશું કે જો કોઈ સાંસદને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તો તેને પરત સંસદમાં લઈ શકાય.

Who can suspend parliamentarians member and for what reasons? | સંસદસભ્યોને કોણ અને કયા કારણોસર સસ્પેન્ડ કરી શકે છે?

  • ભુતકાળમાં પણ અનેક વાર સાંસદોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તેઓ વિરુધ્ધ કોઈ કોર્ટ કેસ થાય તે સંજોગોમાં પણ તેઓને સંસ્પેન્ડ કરવામાં આવે છે.
  • તો ચાલો જાણીએ કે સાંસદસભ્યોને કોણ સસ્પેન્ડ કરી શકે અને કયા આધારે સસ્પેન્ડ કરી શકે.
  • લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષને પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહેવાય છે. ગૃહમાં શાંતિ જાળવવાની જવાબદારી પ્રિસાઈડિંગ ઓફિસર એટલે કે અધ્યક્ષની છે, જેથી ગૃહની કામગીરી સારી રીતે ચાલી શકે.
  • ગૃહના અધ્યક્ષ જે પક્ષ સતામાં હોય એ પક્ષના જ હોય છે. જયારે અધ્યક્ષને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પડી રહ્યો છે અથવા તો કોઈ સાંસદ દ્વારા વધારે પડતો હંગામો કરવામાં આવી રહ્યો છે. જે કારણે ગૃહની કામગીરી સુચારૂરૂપે ચાલી શકતી નથી તે સંજોગોમાં અધ્યક્ષને સંસદ સભ્યને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો અધિકાર છે.  
  • જો કોઈ સભ્ય દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે, તો અધ્યક્ષ તેને તાત્કાલિક ગૃહ છોડવાનો આદેશ આપી શકે અથવા તો સસ્પેન્ડ કરી શકે છે. અધ્યક્ષના આદેશ મળ્યા પછી સંસદે કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વિના બહાર જવું જરૂરી છે.
  • કોઈ સાંસદ દ્વારા ગૃહના નિયમોનું ઉલ્લંઘન અથવા તેમના પર ગંભીર આરોપ લાગે તો તેને પાંચ બેઠકો અથવા સત્રો માટે અથવા અમુક દિવસો સુધી સસ્પેન્ડ કરવામાં આવી શકે.
  • જો કોઈ સાંસદ વિરુધ્ધ કાયદાકીય કેસ ચાલતો હોય અને તેમનો ચુકાદો આવે અને એમાં એ ગુનેગાર ઠરે તો પણ તેમને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. જો ચુકાદામાં તે નિર્દોષ સાબિત થાય તો તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવે છે અને તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે.

Highlight

લેખનું નામWhat is the Rule of Suspension from Loksabha and Rajya sabha can the Decision be reversed.
લેખની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
SANSAD OFFICIAL WEBSITE CLICK HERE
Full Form of UPAThe United Progressive Alliance.

Can an MP participate in the proceedings of the House if his membership is revoked?

  • મિત્રો તમારા મનમાં એ સવાલ થયો હશે કે જો કોઈ સંસદ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવે તો તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે તો મિત્રો તેનો જવાબ ના છે.
  • સસ્પેન્ડ થયેલ સાંસદ તેના સસ્પેન્શનનો ગાળો પૂરો ન થાય ત્યાં સુધી બેઠકોમાં ભાગ લઈ શકશે નહી. તે પોતાની રજૂઆત કરવાનો તેમજ નોટિસ આપવાનો અધિકાર પણ ગુમાવે છે. સાથે સાથે તે સત્રમાં પુછાતા પ્રશ્નોના જવાબ આપવાનો અધિકાર પણ ગુમાવે છે.
  • બંધારણમાં અધ્યક્ષને સાંસદને સસ્પેન્ડ કરવાનો અધિકાર આપ્યો છે સાથે સાથે સસ્પેન્શન આદેશ રદ કરવાનો પણ અધિકાર આપે છે. જો ગૃહ ઈચ્છે તો તે સસ્પેન્શનને રદ કરવાના પ્રસ્તાવ પર નિર્ણય આપીને સસ્પેન્શન આદેશ રદ કરી શકે છે.

આ પણ વાંચો: પક્ષપલટા વિરોધી કાનૂન શું છે?। જાણો પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓ 


MP was suspended in the Past? | જાણો ભુતકાળમાં સાંસદોને કયારે સસ્પેન્ડ કરવામાં આવ્યા?

  • તમારા મનમાં હવે એ સવાલ હશે કે શું ભુતકાળમાં આવી રીતે કોઈ સંસદ સભ્યોને ગૃહમાંથી સસપેન્ડ કરવામાં આવેલ છે.
  •  
  • 1989 માં ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી ઇન્દિરા ગાંધીની હત્યાની તપાસ ઠક્કર કમિશનને સોપાઈ જે અહેવાલનો વિરોધ કરવા બદલ 63 લોકસભાના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
  • 2010માં રાજ્યસભાના 7 સભ્યો પર મહિલા અનામત બિલ પર ગેરવર્તનનો આરોપ લાગતા તેઓને સ્થગિત કરેલ.
  • 2012માં UPA ની સરકાર હતી તે સમયે તેલંગાણા મુદ્દે હોબાળો થયો હતો. જેના કારણે 8 લોકસભા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
  • 2013 માં તેલંગાણા રાજયની રચનાનો વિરોધ તેમજ હંગામો કરવા બદલ 12 લોકસભા સાંસદને સસ્પેન્ડ કરવામાં આવેલ.
  • 2019 માં, ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ તત્કાલિન અધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા 45 લોગસભા સંસદને સસ્પેન્ડ કરવામાં આવેલ.
  • 2022માં ગત ચોમાસુ સત્રમાં હિંસક વર્તનના આરોપસર લોકસભામાંથી 22 અને રાજયસભાના 4 સભ્યોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નિષ્કર્ષ

મિત્રો આપણે આ લેખના માધ્યમથી જો કોઈ સાંસદ સભ્યનું સભ્ય પદ રદ થાય તો શું તેમણે પરત લઈ શકાય? કયાં કયાં કારણો સભ્યપદ રદ થઈ શકે? ભુતકાળમાં શું કોઈના સભ્યપદ રદ થયેલ છે? વગેરે માહિતી મેળવી. આજકાલ ઘણા સભ્યો પક્ષ પલટો કરતાં હોય છે. જે પક્ષ પલટો કરે છે તેમના માટે કોઈ કાયદો છે કે કેમ? એ વિશે પણ આપણે અગાઉ લેખ લખેલ છે. એ પણ વાંચી લેશો.

FAQ

1. યુપી.એ નું પુરૂ નામ છું છે?

જવાબ: The United Progressive Alliance.

2. 2019 માં લોકસભાના અધ્યક્ષ તરીકે કોણ હતું?

જવાબ: સુમિત્રા મહાજન.

3. શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની હત્યા બાદ તપાસ માટે કયું પંચ નિમાયું હતું?

જવાબ: ઠક્કર કમિશન.

Leave a Comment