What is Hamas in Israel? | જેણે ઈઝરાયેલને યુદ્ધમાં જવાની ફરજ પાડી તે હમાસ કોણ છે? તે શું ઈચ્છે છે?

અત્યારે હમાસ આતંકવાદી સંગઠનનું નામ પુરી દુનિયામાં ચર્ચામાં છે. હમાસ ચર્ચામાં આવવાનું કારણ ઈઝરાયલ પર કરેલો તેમનો હુમલો છે. આ હુમલામાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન દેશના હજારો લોકો માર્યા ગયાં છે જયારે હજારો લોકો ઘાયલ થયા છે અને અનેક લોકો બેઘર થયા છે. તો મિત્રો આપણે આ What is Hamas in Israel? લેખના માધ્યમથી જાણીએ આ હમાસ શું છે? હમાસની સ્થાપના કોણે કરી? હમાસે શા માટે ઈઝરાયેલ પર હુમલો કર્યો વગેરે માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું તો આ લેખને પુરો વાંચશો.

What is Hamas in Israel? | હમાસ શું છે?

હમાસ એ એક આતંકવાદી સંગઠન છે. હમાસની સ્થાપના 1987માં શેખ અહમદ યાસીન કે જે પેલેસ્ટાઈન શરણાર્થી હતા. જેઓ દ્વારા કરવામાં આવી હતી. એક મત અનુસાર, હમાસ એ ઇસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટનું અરબીમાં  શોર્ટ નામ છે.


આ પણ વાંચો : જાણો આપણા દેશનું નામ ભારત પડવા પાછળનો રોચક ઈતિહાસ


હમાસને આતંકવાદી સંગઠન ક્યારે જાહેર કરવામાં આવ્યું?

હમાસ સંગઠને ઈઝરાયેલ દેશને નાશ અને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે ભુતકાળમાં ઈઝરાયેલના નાગરિકો અને સૈનિકો પર અનેકવાર હુમલાઓ કર્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 1997 વર્ષમાં હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. અન્ય પશ્ચિમી દેશો અને યુરોપિયન યુનિયન પણ હમાસને આતંકવાદી સંગઠન માને છે.

હમાસે ગાઝા પટ્ટી પર ક્યારે કબજો કર્યો?

હમાસે વર્ષ 2006માં સંસદીય ચૂંટણીમાં જીત મેળવી હતી. તેમજ વર્ષ 2007માં તેણે હિંસાના આધારે પેલેસ્ટિનિયન ઓથોરિટી પાસેથી આ ગાઝા પટ્ટી છીનવી લઈ તેના પર કબ્જો કરી લીધો.

ગાઝા પટ્ટી પર કબજો કર્યા બાદ, ઇઝરાયેલે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી અને લોકો અને માલસામાનની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધું.જેના પરિણામે ગાઝાનું અર્થતંત્ર બરબાદ થઈ ગયું.


આ પણ વાંચો : સૂર્યનો ‘દિવસ’ કેટલા કલાકનો હોય છે? શું સૂર્ય વિના જીવન શક્ય છે?


હમાસને કયા દેશોનું સમર્થન છે?

હમાસ સંગઠનને તુર્કી અને કતાર જેવા આરબ દેશો તરફથી સમર્થન પણ મળેલું છે. જયારે છેલ્લા કેટલાક સમયથી તે ઈરાન દેશ સાથે પણ સંપર્કમાં છે.

Who is Hamas leader? |હમાસનો નેતા કોણ હાલમાં કોણ છે?

અત્યારે યેહિયા સિનવર અને ઈસ્માઈલ હનીયેહ હમાસના નેતા છે.

હમાસની સ્થાપના કોણે કરી?

હમાસની સ્થાપના વર્ષ 1987માં શેખ અહમદ યાસીને કરી હતી. જેને લકવો થયો હતો. તેને ઘણા વર્ષો સુધી ઇઝરાયેલની જેલમાં રાખવામાં આવ્યો હતો. યાસીન દ્વારા વર્ષ 1993માં પહેલો આત્મઘાતી હુમલો ઈજરાયેલ પર કરવામાં આવ્યો હતો. વર્ષ 2004માં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં તેને મારી નાખવામાં આવ્યો હતો. યાસીનના અવસાન બાદ ખાલિદ મશાલ નેતા બન્યો હતો.

હમાસ સંગઠન શું ઈચ્છે છે?

હમાસ સંગઠન એ ઇઝરાયેલને નષ્ટ કરવા માંગે છે. તેમજ તે ઈઝરાયેલના કબજામાં રહેલા પેલેસ્ટાઈન વિસ્તારોને પુન: આઝાદ કરાવવા માંગે છે. પેલેસ્ટાઈનને પુન: આઝાદ કરવા માટે તે હિંસાનો માર્ગ પસંદ કરે છે. હમાસ દ્વારા તાજેતરના વર્ષોમાં અનેકવાર આત્મઘાતી બોમ્બ ધડાકા ઈજરાયેલમાં કરવામાં આવ્યા છે. તેમણે છેલ્લા વર્ષોમાં ગાઝાથી ઇઝરાયેલમાં અનેક રોકેટ છોડ્યા છે. હમાસે શસ્ત્રોની દાણચોરી કરવા માટે ગાઝાથી ઇજિપ્ત સુધી એક ટનલ પણ બનાવી હતી. આ સાથે તેણે ઈઝરાયેલની એક ટનલ પર હુમલો પણ કર્યો હતો.

હમાસે ઈઝરાયેલ પર કેમ હુમલો કર્યો?

ઈઝરાયેલ પર હુમલો કરવા પાછળ ઘણા બધા કારણો છે. તાજેતરમાં ઇઝરાયેલે આરબ દેશો સાથે શાંતિ કરાર કર્યા છે. ઈઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સોદા માટે ઇઝરાયેલી સરકાર પેલેસ્ટિનિયનનો વિરોધ હોવા છતાં પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી વસાહતોને મજબૂત કરવા માટે આ કામ કરી રહ્યા છે.

હમાસનું કહેવું છે કે પશ્ચિમ કાંઠે આતંકવાદીઓ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહી, ઈઝરાયેલની જેલોમાં હજારો કેદીઓ, વસાહતોનું સતત નિર્માણ, અને ગાઝા પર ચાલી રહેલી નાકાબંધીના કારણે ઈઝરાયેલ પર આ હુમલો કર્યો હતો.

હમાસ સંગઠનએ ઈઝરાયેલના કબજામાં રહેલા પેલેસ્ટાઈન વિસ્તારોને પુન: આઝાદ કરાવવા માંગે છે.

હમાસ પાસે કેટલા સૈનિકો છે?

હમાસની પાસે અંદાજીત 40,000 લડવૈયાઓ છે, જેમાંથી ઘણા લડવૈયાઓએ આ હુમલામાં ભાગ લીધો છે. તેઓની પાસે 250 કિલોમીટરની રેન્જ ધરાવતા કેટલાક રોકેટ અને માનવરહિત ડ્રોનનો પણ સમાવેશ થાય છે.

ઉપસંહાર

આજે આપણે આ What is Hamas in Israel? લેખના માધ્યમથી હમાસ સંગઠન વિશે માહિતી મેળવી જેવી કે, આ સંગઠન શું છે? આ સંગઠનની સ્થાપના કોણે કરી? ઈજરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શા માટે શરૂ થયું છે? વગેરે માહિતી મેળવી. આશા રાખું કે આ લેખના માધ્યમથી તમને કઈક નવું  જાણવા મળ્યું હશે. આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Comment