Sun Facts and Information in Gujarati | સૂર્યનો ‘દિવસ’ કેટલા કલાકનો હોય છે? શું સૂર્ય વિના જીવન શક્ય છે? તમારા માટે આ 10 હકીકતો જાણવી ખૂબ જ જરૂરી છે

આપણે આજે આ Sun Facts and Information in Gujarati લેખના માધ્યમથી શું સુર્ય વગર જીવન શક્ય છે?તેમજ સુર્ય વિશેની અન્ય દસ બાબતો વિશે જાણીશું. ઈસરો દ્વારા તાજેતરમાં સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કર્યું છે. એ તમે પણ જાણતા હશો. હું માનું છું કે સૂર્ય વિશે આટલી બાબતો તો તમારે જાણવી જ જોઈએ તો આ લેખને પુરો વાંચશો.


આ પણ વાંચો: શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવા માંગો છો, તો જાણો શું છે નિયમો? જાણો તમે ખરીદી શકો કે નહી.


Is Human Life Possible Without the Sun? | શું સૂર્ય વિના માનવજીવન શક્ય છે?

મિત્રો આનો જવાબ ના છે. પૃથ્વી પર સૂર્ય વગર જીવન શક્ય જ નથી. સૂર્ય આપણા સૌરમંડળનો ‘નેતા’ છે એમ કહીએ તો પણ ખોટું નથી જેની આસપાસ ઘણા ગ્રહો ફરે છે. અમેરિકાની સ્પેસ સંસ્થા નાસા અનુસાર સૂર્ય 4.5 અબજ વર્ષ જૂનો તારો છે અને પૃથ્વીની સૌથી નીકટનો તારો પણ સૂર્ય છે. હાઇડ્રોજન અને હિલીયમની ઉર્જા ધરાવતો સૂર્ય પૃથ્વીની સપાટીથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર છે, તેથી જ 3 લાખ પ્રતિ કિલોમીટરની ઝડપે ફરતો પ્રકાશ સૂર્યમાંથી પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ 20 સેકન્ડ જેટલો સમય લે છે.

સૌરમંડળના તમામ ગ્રહો સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે તેની આસપાસ ફરે છે. સૂર્યનો ગરમ ભાગ તેનું કેન્દ્ર છે, જ્યાં તાપમાન 27 મિલિયન °F (15 મિલિયન °C) કરતાં વધારે છે.

પૃથ્વી કરતાં સૂર્ય લગભગ 100 ગણો પહોળો છે અને ગુરુ કરતાં લગભગ 10 ગણો પહોળો છે. નાસાના મત મુજબ લગભગ 13 લાખ પૃથ્વી સૂર્યની અંદર સમાઈ શકે છે.


આ પણ વાંચો : ચંદ્ર તો માત્ર શરૂઆત છે. સૂર્ય, મંગળ અને શુક્ર સુધી જવાનું છે. જાણો ઈસરો દ્વારા ભવિષ્યમાં હાથ ધરવામાં આવનારા મિશનો


સૂર્ય: એકમાત્ર તારો જે દરેકને સાથે રાખે છે

સૂર્ય સૌરમંડળમાં એકમાત્ર તારો છે અને તે સૌરમંડળનું કેન્દ્ર છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ સૌરમંડળને પકડી રાખે છે. સૌરમંડળની દરેક વસ્તુ તેની આસપાસ ફરે છે, જેવી કે ધૂમકેતુઓ, ગ્રહો, લઘુગ્રહોવગેરે.

How many hours is the sun’s day? | કેટલા કલાકનો હોય છે સૂર્યનો દિવસ?

પૃથ્વી પર દિવસ તેમજ રાત્રિ સૂર્યને કારણે જ થાય છે, સૂર્યના દિવસને તેની એક ક્રાંતિ કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વી તેની ધરી પર એક ક્રાંતિ કરે છે ત્યારે  એક દિવસ પૂર્ણ થાય છે. પરંતુ સૂર્યનો દિવસ કેટલો લાંબો છે? તે માપવું જટિલ છે, કારણ કે સૂર્ય પૃથ્વીની જેમ ઘન આકારની જેમ ફરતું નથી.

આમ થવાનું કારણ એ છે કે સૂર્યની સપાટી નક્કર નથી. સૂર્યની સપાટી પ્લાઝ્માથી બનેલી છે, આ વાયુથી ભરેલા પ્લાઝ્મા ખૂબ જ ગરમ છે અને તે સૂર્યના ભાગોમાં અલગ-અલગ ગતિએ ફરે છે, જેના કારણે સૂર્યનો દિવસ દરેક ભાગમાં એકસરખો હોતો નથી. જેમ કે, સૂર્યના વિષુવવૃત્ત પર 25 દિવસમાં એક પરિભ્રમણ સૂર્ય પૂર્ણ કરે છે.

આપણે જોઈએ એ સૂર્યનો કયો ભાગ છે?

આપણે પૃથ્વી પરથી સૂર્યનો જે ભાગ જોઈએ છીએ તેને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. જે ભાગ પૃથ્વીને પ્રકાશ પ્રદાન કરે છે જેના કારણે પૃથ્વી પર જીવન શક્ય બને છે.

ગતિશીલ વાતાવરણ

સૂર્યની સપાટી ઉપર રંગમંડળ અને કોરોના સ્તર છે. કોરોનલ માસ ઇજેક્શન પ્રવૃત્તિઓ અને સોલર ફ્લેર આ સ્થાન પર થાય છે.

ચંદ્ર વિનાનો સૂર્ય

સૌરમંડળના તમામ ગ્રહો પર ચંદ્રો છે, પૃથ્વી પર પણ ચંદ્ર છે જ્યાં ઈસરોએ ચંદ્રયાન મિશન સફળતા પૂર્વક મોકલ્યું છે. પરંતુ તમને નવાઈ લાગશે કે સૂર્ય પર ચંદ્ર નથી, પરંતુ સૂર્યની આસપાસ કરોડો ધૂમકેતુઓ અને આઠ ગ્રહો ફરે છે.

Who is watching the sun? | સૂર્ય પર કોણ નજર રાખી રહ્યુ છે?

નાસા મુજબ એસઓએચઓ, સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી, હિનોડ, સોલાર પાર્કર પ્રોબ, સોલર ઓર્બિટર, , આઇરિસ અને વિન્ડ જેવા સાધનો અને અત્રેથી મોકલવામાં આવેલ મિશન તેના પર નજર રાખી રહ્યા છે. આ પછી, સૂર્ય પર દેખરેખ રાખવા માટે ભારત દ્વારા આદિત્ય એલ-1 (Aditya-L1 Solar Mission) ને પણ મુકવામાં આવ્યુ છે.

સૂર્યની આસપાસ ધૂળના વાદળ છે.

નાસા દ્વારા સંસોધન કરેલ એ મુજબ જ્યારે સૌરમંડળ 4.6 અબજ વર્ષ પહેલા બન્યું હશે, ત્યારે તે ગેસ અને ધૂળથી ઘેરાયેલું હતુ. જે આજે પણ સૂર્યની આસપાસ ફરતા ઘણા ધૂળ વાળા વલયોમાં જોવા મળે છે.

ઘણો હાનિકારક પ્રકાશ પૃથ્વી પર આવે છે

સૂર્યના કારણે જ પૃથ્વી પર જીવન વિકાસનો સ્ત્રોત છે, આમ, સૂર્ય પૃથ્વી માટે વરદાનરૂપ છે. સૂર્યમાંથી આવા ઘણા કણો આવે છે જે મનુષ્ય માટે નુકશાનકારક પણ છે.

Conclusion | ઉપસંહાર

સૂર્ય ઉપર જીવન શક્ય નથી પરંતુ સૂર્યથી જીવન શક્ય છે. સૂર્યના કારણે હજારો વર્ષોથી પૃથ્વી પર જીવન ખીલી રહ્યું છે. લાખો ડિગ્રી સેલ્સિયસ તાપમાનના કારણે સૂર્ય પર માનવી જીવનની શક્યતા અસંભવ છે. આજે આ Sun Facts and Information in Gujarati લેખના માધ્યમથી સૂર્ય વિશેની અવનવી માહિતી મેળવી આશા રાખું તમને ગમી હશે. આવી જ અવનવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Comment