How to buy Land on Moon Full Details in Gujarati | શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવા માંગો છો, તો જાણો શું છે નિયમો? જાણો તમે ખરીદી શકો  કે નહી.

Short Briefing: How to buy Land on Moon Full Details in Gujarati । How to buy Land on Moon | You Can Also Buy Land on Moon Whole Process from Price to Registration | Can You Buy Land on The Moon How Much Will be Paid Per Acre of Land Know the Answer to

ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર સફળ લેન્ડિંગ કરી ચુકયુ છે. જે આપણા દરેક માટે એક ગર્વની વાત છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન  ઉઠી રહ્યા હશે કે શું આપણે ચંદ્ર પર જમીન ખરીદી શકીએ? શું જમીન ખરીદવાથી માલિકીના અધિકારો મળશે? જો જમીન ખરીદવી હોય તો પ્રતિ એકર જમીન માટે કેટલી રકમ ચૂકવવી પડશે? એ તમામ સવાલોના જવાબ આપણે આ How to buy Land on Moon Full Details in Gujarati લેખના માધ્યમથી જાણીશું તો આ લેખને પુરો વાંચશો.

તમે અવારનવાર સાંભળ્યું હશે અને સમાચાર પત્રોમાં વાંચ્યુ હશે કે ફલાણાએ ચંદ્ર પર જમીન લીધી છે. ફલાણાએ ચંદ્ર પર જમીન લઈ આમને ભેટમાં આપી. દરેક વ્યક્તિને ચંદ્ર પર જમીન ખરીદવાની ઈચ્છા તો હોય જ છે અને ચંદ્ર પર પોતાનું ઘર બનાવવાનું સપનું કોનું ના હોય? ચંદ્ર પર જમીન પૃથ્વી જેવી જ છે અને ત્યાં માનવ વસવાટ થવાની સંભાવના પણ વધારે છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા.

જમીન ખરીદ્યા પછી કાયદેસરના અધિકારો નથી.

સૌ પ્રથમ તમારે એ જાણવું જરૂરી છે કે ચંદ્ર, અવકાશયાનના તારા જેવા અન્ય પદાર્થો કોઈપણ દેશ હેઠળ આવતા નથી. કે ત્યાં સીમા પણ નિર્ધારિત નથી. આંતરરાષ્ટ્રીય અવકાશ કાનુન મુજબ ચંદ્ર પર જમીન ખરીદવી તે માન્ય પણ નથી.

ચંદ્ર પર જમીન ખરીદવા માટેનો કોઈ સત્તાવાર એટલે કે કાયદાકીય માધ્યમ નથી. વિશ્વના કોઈપણ દેશને પોતાના દેશના નાગરિકોને ચંદ્ર શું અવકાશમાં કોઈપણ ગ્રહ પર જમીન ખરીદવાની સુવિધા આપવાનો અધિકાર નથી. કેટલીક વેબસાઇટ છે જે જમીન ખરીદવાની સુવિધા પૂરી પાડે છે. પરંતુ નવાઈની વાત એ છે કે તે વેબસાઇટ કોઈપણ દેશ અથવા સંસ્થા સાથે કોઈ પણ પ્રકારનું જોડાણ ધરાવતી નથી.

જે વેબસાઈટ આ ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે. જેમના દ્વારા શરતોમાં સ્પષ્ટ લખ્યું છે કે તમને જમીનનો કબજો આપવામાં આવશે નહી. આ જમીન ખરીદી શકો છો તદઉપરાંત તેને કોઈ મિત્ર અથવા સંબંધીને ભેટમાં પણ આપી શકો છો. ઘણા લોકો આ માત્ર ભેટ અને પોતાનું નામ બને એ માટે કરતા હોય છે.

વાસ્તવમાં, વેબસાઇટ કોઈ આવી જમીન વેચતી નથી. માત્ર એક પ્રમાણપત્ર આપે છે જેની કાયદાકીય રીતે કોઈ માન્યતા નથી. અવકાશીય જમીનનો કબજો ન આપી શકાય કારણ કે વર્ષ 1967 માં 104 દેશોએ એક કરાર કર્યા હતા. આ સંધી હેઠળ તારા, ચંદ્ર અને અન્ય અવકાશીય વસ્તુઓ કોઈ એક દેશની મિલકત નથી. આનો દાવો કોઈ પણ દેશ કરી શકે નહીં. ભારતે પણ આ કરાર પર હસ્તાક્ષર કરેલા છે. જો કે ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાય છે, તો આ કરાર બદલાય તેવી સંભાવના છે.


આ પણ વાંચો: જાણો બોલિવુડની ફિલ્મ કરતા ઓછી કિંમતમાં તૈયાર થયેલ ચંદ્રયાન-3 વીશે જાણો 10 અજાણી વાતો


Whole Process from Price to Registration । ચંદ્ર પર જમીન કેવી રીતે ખરીદશો?

જો તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવાની ઈચ્છા ધરાવો છો? તો તમારે ગૂગલમાં જઈ https://lunarregistry.com સર્ચ કરવાનું રહેશે અને તમારે આ વેબસાઈટ પર જવાનું રહેશે. આ વેબસાઈટ્સ ચંદ્ર પર જમીન ખરીદવાની સુવિધા આપી રહી છે. જો કે ચંદ્ર પર કે અવકાશમાં કોઈપણ ગ્રહ પર જમીન ખરીદવા માટે ભારત સરકાર દ્વારા કે અન્ય  કોઈ પણ દેશ દ્વારા સત્તાવાર વેબસાઇટ શરૂ કરવામાં આવી નથી. તેમજ આ સત્તાવાર વેબસાઇટ પણ નથી. પરંતુ આ એક એવી વેબસાઇટ છે જે ચંદ્ર પર જમીન વેચી રહી છે. જે તમે સરળતાથી ખરીદી શકો છો.

આ વેબસાઇટ પર પ્રદર્શિત કરેલ માહિતી મુજબ, તમે 1 એકર, 5 એકર અને 10 એકરના પ્લોટમાં જમીન ખરીદી શકો છો. તદઉપરાંત તમે ચંદ્ર પર સ્થાન પણ પસંદ કરી શકો છો કે તમારે જમીન કયા લેવી છે. આ વેબસાઈટસ પર ઘણા વિસ્તારોના નામ જોઈ શકો છો જેવા કે લેક ઓફ ડ્રીમ, સી ઓફ વેપર્સ, બે ઓફ રેઈનબો, સી ઓફ ક્લાઉડ્સ વગેરે તમે આપૈકી કોઈપણ સ્થાન પર જમીન ખરીદી શકો છો.

How Much Will be Paid Per Acre of Land । ચંદ્ર પર જમીનની કિંમત કેટલી છે?

ચંદ્ર પર જમીનની કિંમત સાવ ઓછી છે એટલે કે ભારતના કોઈપણ ભાગ કરતાં તો ઘણી ઓછી છે. આ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ જમીનની કિંમત લગભગ 45 ડોલર પ્રતિ એકર છે. જેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરીએ તો આ કિંમત અંદાજે 3500 ની આસપાસ થાય છે. તમે રોકડ સિવાય કોઈપણ રિતે નાણાની ચુકવણી કરી શકો છો.

જો તમે 500 એકરથી વધુ જમીન ખરીદવા માંગો છો તો આ વેબસાઈટ તમને EMI ની સુવિધા પણ આપે છે.

શું તમે પ્લોટ ખરીદી કર્યા પછી રજિસ્ટ્રી કરી શકો?

હા રજિસ્ટ્રી થઈ રહી છે. Lunarregistry.com  નામની વેબસાઈટ રજીસ્ટ્રીના અધિકારનો દાવો કરે છે, આ વેબસાઈટ પરથી જમીન ખરીદ્યા પછી તમને તેના દસ્તાવેજો પણ આપવામાં આવે છે.

પરંતુ અહીયા નોધવું એ રહ્યુ કે વેબસાઈટ તેના FAQs  સ્પષ્ટરીતે લખે છે કે તે ચંદ્ર પરની જમીનના માલિક નથી. તેમનું કામ માત્ર રજિસ્ટ્રી કરવાનું છે, જમીન વેચવાનું નથી. આનો મતલબ તો એવો જ થયો કે, અહીયા પૃથ્વી પરની કોઈપણ જમીનની રજિસ્ટ્રી તમે કરાવી લો છો, પરંતુ જ્યારે કોર્ટમાં માલિકી હક્કનો પ્રશ્ન ઊભો થાય ત્યારે રજિસ્ટ્રી ઑફિસ એવું કહે કે અમારું કામ માત્ર રજિસ્ટ્રી કરવાનું છે, જમીન  વેચવાનું નહી. આ આવી વાત થઈ.


આ પણ વાંચો: શું તમે જાણો છો કે વાદળો કેવી રીતે ફાટે છે? ક્યાં કયા સંજોગોમાં ફાટે છે? શું વાદળો માત્ર પહાડી વિસ્તારોમાં જ ફાટે છે? ચાલો જાણીએ.


તો શું ચંદ્ર પર જમીન વેચવી એ ગોરખધંધો છે ?

લેખક Dr.Jill Stuart તેમના એક પુસ્તક The Moon Exhibition Bookમાં લખે છે કે, ચંદ્ર પર પોતાના માટે જમીન ખરીદવી અથવા જમીન ખરીદીને અન્યને ભેટ આપવી એ એક ફેશન બની ગઈ છે. જોકે ચંદ્ર પર કોઈ પણ દેશનો અધિકાર નથી તો કોઈ વેબસાઈટનો અધિકાર કેવી રીતે હોઈ શકે. એટલે કે ચંદ્ર પર જમીન વેચવાનું કામ એ એક કૌભાંડ જ છે અને તે બિલિયન ડોલરનો ધંધો બની ગયો છે, એનું કારણ એ છે કે જ્યારે લોકોને એક એકર જમીન માત્ર લગભગ  3500 રૂપિયામાં  મળી રહી છે જેથી લોકો 3000 રૂપિયામાં જુગાર રમતા અચકાતા નથી. જે લોકો ચંદ્ર પર જમીન ખરીદી રહ્યા છે તેઓ એવું વિચારતા રહે છે કે જો ક્યારેક નસીબ ખુલે અને ચંદ્ર પરની જમીનની માલિકી પર પ્રશ્ન ઊભો થાય, તો રજિસ્ટ્રીની નકલ ખૂબ જ ઉપયોગી થશે. પરંતુ એવું થવાની સંભાવના એકદમ નહીવત છે.

ચંદ્ર કે અન્ય ગ્રહો કે અવકશ પર કોઈ પણ દેશનો અધિકાર નથી

Outer Space Treaty 1967 અનુસાર કોઈપણ દેશ, સંસ્થા કે વ્યક્તિનો અવકાશમાં અધિકાર નથી. આ સંધિમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ચંદ્ર પર કે અવકાશમાં કોઈપણ દેશ વિજ્ઞાન સંબંધિત સંશોધન કાર્ય કરી શકે છે અને તેનો ઉપયોગ મનુષ્યના હિત માટે કરી શકે છે, પરંતુ તે અવકાશ પર કબ્જો કરી શકશે નહી. હવે સવાલ એ છે કે જ્યારે ચંદ્ર પર કે અવકાશમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ દેશ કે સંસ્થાનો કે વ્યક્તિનો માલિકી હક્ક નથી તો પછી કંપનીઓ ચંદ્ર પર જમીન કેવી રીતે વેચી રહી છે?

ઉપસંહાર

મિત્રો આપણે આજે આ How to buy Land on Moon Full Details in Gujarati લેખના માધ્યમથી ચંદ્ર પર જમીન કેવી રીતે ખરીદવી? ચંદ્ર પર કયા દેશની માલિકી છે? ચંદ્ર પર જમીનની શું કિમત છે? વગેરે માહિતી મેળવી. તમને આ લેખના માધ્યમથી ઘણું નવુ જાણવા મળ્યું હશે. આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Comment