Cloud Burst | શું તમે જાણો છો કે વાદળો કેવી રીતે ફાટે છે? ક્યાં કયા સંજોગોમાં ફાટે છે? શું વાદળો માત્ર પહાડી વિસ્તારોમાં જ ફાટે છે? ચાલો જાણીએ.

મિત્રો આપણે અવારનવાર સાંભળિયે છીએ કે આજે ફલાણી જગ્યાએ વાદળ ફાટવાના કારણે ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે જે તે વિસ્તારમાં બહુ તારાજી થઈ અને અનેક લોકોના અવસાન થયા. મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે વાદળ ફાટવું એટલે શુ ? વાદળ શા માટે ફાટે છે? કેમ મોટાભાગના વાદળો પહાડી વિસ્તારમાં જ ફાટે છે? તમને આ Cloud Burst લેખના માધ્યમથી તમામ માહિતી મળી જશે અને એ માહિતી મેળવવા તમારે આ લેખ પુરો વાંચવો પડશે. તો ચલો મિત્રો જાણીએ.

Cloud Burst Meaning in Gujarati | what is Cloud Bursting | વાદળ ફાટવું એટલે શુ?

વાદળ ફાટવું એટલે વાદળના ટુકડા થઈ ગયાં એવો મતલબ ના થાય પરંતુ આપણે સામાન્ય ભાષામાં એવું સમજતા હોઈએ છીએ. હવામાન વિજ્ઞાન મુજબ, જ્યારે એક જગ્યા પર અચાનક અતિ ભારે પ્રમાણમાં વરસાદ પડે તેને વાદળ ફાટવુ કહેવામાં આવે છે.

આપણે આ બાબત એક ઉદાહરણના માધ્યમથી સમજીએ. જેમ પાણીથી ભરેલા ફૂગ્ગાને ફોડવામાં આવે તો બધુ પાણી એક જગ્યાએ જ પડવા લાગે છે એવીજ રીતે વાદળ ફાટવાથી પાણી અચાનકથી જમીન પર પડવા લાગે છે. પરંતુ આ ઘટનાને કયારે વાદળ ફાટ્યુ ગણવું એ બાબતે હવામાન વિભાગે અમુક માપદંડો નક્કી કરેલા છે જે આપણે આગળ આ લેખમાં જોઈશુ.

વાદળ ફાટવાને “ક્લાઉડ બર્સ્ટ” , “ફ્લેશ ફ્લડ” અને અચાનકથી ઝડપથી ફાટીને વરસાદ કરતા વાદળોને “પ્રેગ્નેન્ટ ક્લાઉડ” પણ કહેવામાં આવે છે.

હવામાન વિભાગે આ અંગે અમુક માપદંદો નક્કી કરેલ છે, તે મુજબ જો 20 થી 30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એક કલાકમાં 100 MM કે તેથી વધુ વરસાદ પડે તો તેને વાદળ ફાટ્યું કહેવાય. વાદળ ફાટવાની મોટાભાગે ઘટના સમુદ્રની સપાટીથી 1000 થી 2500 મીટર ઉપર આવેલા વિસ્તારમાં થાય છે.

Highlight Point

લેખનું નામCloud Burst
લેખની ભાષાઅંગ્રેજી અને ગુજરાતી
વરસાદ ફાટવાનો વર્લ્ડ રેકોર્ડ8 જાન્યુઆરી 1966 ના રોજ ઉત્તર પ્રદેશમાં ગંગાના મેદાની પ્રદેશમાં
Pregnant Cloud Meaning અચાનકથી ઝડપથી ફાટીને વરસાદ કરતા વાદળોને “પ્રેગ્નેન્ટ ક્લાઉડ” કહેવાય.

Why Cloud the Monsoon Breaks | કેમ અચાનકથી ફાટી જાય છે વાદળ?

મિત્રો હવે તમને એ પ્રશ્ન થતો હશે કે અચાનકથી વાદળો શા માટે ફાટી જાય છે? તો ચલો એ પણ જાણીએ. જ્યારે વાદળ ફાટવાની ઘટના બને છે ત્યારે વધારે ભેજવાળા વાદળો એકસાથે રોકાઇ જાય છે અને આ વાદળોમાં રહેલુ પાણી એકબીજા સાથે ભળી જાય છે. પાણીના વજનથી વાદળની ઘનતા (જેને “Density” પણ કહેવાય) ઘણી વધારે વધી જાય છે જેના કારણે અચાનકથી ભારે ગર્જના સાથે વરસાદ તુટી પડે છે. વાદળ ફાટવા પર પ્રતિ કલાકે 100 મિમીની ઝડપથી વરસાદ પડવા લાગે છે.

આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતી મુજબ સામાન્ય રીતે પાણીથી ભરેલા વાદળો ઉત્તર દિશા તરફ ગતિ કરતા જોવા મળે છે, જેમાં હિમાલય પર્વત વાદળો માટે અવરોધરૂપ બનતો હોય છે. જેના કારણે મોટાભાગની વાદળ ફાટવાની આ વિસ્તારોમાં બનતી હોય છે.

મેદાની વિસ્તારમાં વાદળ ફાટવાની સ્થિતિ અંગે વિગતવાર સમજીએ તો વાદળ સામાન્ય પણ ગરમી સહન નથી કરી શકતા. જો વાદળની ઘનતા (Density) વધારે હોય એવા સંજોગોમાં ગરમ હવા વાદળને સ્પર્શી જાય તો પણ વાદળ ફાટી જવાની ઘટના બનવાની સંભાવના વધી જાય છે.


આ પણ વાંચો : હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ કોણ છે? અને તે કેવી રીતે હવામાન નિષ્ણાંત બન્યા. | તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી?  


શા માટે મોટાભાગે વાદળ પહાડો પર ફાટે છે?

પાણીથી ભરેલા વાદળ પર્વતીય વિસ્તારમાં ફસાઇ જાય છે. પહોડીની વધારે ઉંચાઇના કારણે વાદળ આગળ વધી  નથી શકતા. જેના કારણે વાદળ એક સાથે ભેગા થવાથી વાદળની ઘનતા વધી જતી હોય છે. આમ, વાદળ આગળ ના વધી શકવાને કારણે અચાનકથી એક જ સ્થાન પર ભારે વરસાદ પડવા લાગે છે. પહાડ પર મોટા ભાગે 15 કિમીની ઉંચાઇએથી વાદળ ફાટવા લાગે છે. પહાડો પર અચાનક વાદળો ફાટવાથી ખુબ જ ઝડપથી વરસાદ વરસવા લાગે છે. પહાડો પર પાણી વધારે સમય રોકાતુ નથી એટલે ખુબ જ ઝડપથી પાણી નીચે આવવા લાગે છે. પહાડ પરથી નીચે આવનારું પાણી કીચડ,માટી અને પથ્થરના ટુકડાને સાથે લઇને આવે છે. જેના કારણે પાણીની ગતિ એટલી તીવ્ર બની જાય છે કે સામે આવનારી તમામ વસ્તુ કે માણસ તણાઇ જાય છે. એ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાય છે. જેના કારણે ખુબ જ નુકશાન થાય છે.  

મેદાની વિસ્તારમાં પણ ફાટે છે વાદળો

મિત્રો આપણે આગળ એ જાણ્યું કે પહાડી વિસ્તારમાં પહાડ અવરોધરૂપ થવાથી વાદળો ફાટે છે પરંતુ મેદાની વિસ્તારમાં શુ અવરોધરૂપ બને તો વાદળ ફાટે? એ પણ જાણી લઈએ.

પહેલા એવી ધારણા હતી કે વાદળ ફાટવાની ઘટના માત્ર પહાડી વિસ્તારમાં જ થાય છે. પરંતુ 26 જૂલાઇ 2005 મુંબઇમાં વાદળ ફાટવાની ઘટના બન્યા પછી ધારણા બદલાઇ ગઇ. વાદળો કેટલીક ખાસ સ્થિતિનું નિર્માણ થાય ત્યાં જ  ફાટે છે. એ માનવું પણ ભુલભરેલું છે કે પહાડી વિસ્તારમાં જ વાદળ ફાટે પરંતુ ઘણી વખત વાદળના માર્ગમાં અચાનકથી ગરમ હવા આવી જાય જેના કારણે પણ વાદળ ફાટી શકે છે. મુંબઇમા આ ઘટના આ કારણે જ સર્જાઇ હતી. આમ, કોઈ પણ જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની શકે છે.  

6 ઓગસ્ટ, 2010 ના રોજ જમ્મૂ અને કશ્મીર રાજ્યમાં આવેલ લેહ વિસ્તારમાં ઉપરાઉપરી વાદળ ફાટવાની ઘટના બનવાથી લગભગ આખા લેહ શહેરને તબાહ કરી દિધું. આ ઘટનાનાં કારણે 115 લોકો મૃત્યુ પામ્યા હતા અને 300 થી વધારે લોકો ઘાયલ થયા હતા.  

8 જાન્યુઆરી 1966 ના રોજ ઉત્તર પ્રદેશમાં મેદાની પ્રદેશમાં 20 કલાકમાં 92 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આમ એ ઘટના એ વૈશ્વિક રેકોર્ડ છે.


આ પણ વાંચો : વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે? । લેન્ડફોલ એટલે શું? । વાવાઝોડાનું નામ રાખવા પાછળનું કારણ શું છે?


Cloud Bursting Video

નિષ્કર્ષ

મિત્રો, આપણે આ Cloud Burst લેખના માધ્યમથી વાદળ શા માટે ફાટે છે? વાદળ ફાટવું એટલે શું? વગેરે માહિતી મેળવી. આશા રાખું કે તમને પસંદ પડી હશે. આપણે આ વેબસાઈટ પર અગાઉ પણ અનેક લેખ લખેલ છે જે પણ વાંચી લેશો તમે જેમાંથી ઘણુ જાણી શકશો અને જો તમને માહિતી પસંદ પડી હોય તો અન્ય લોકો સાથે પણ શેર કરશો.

Leave a Comment