Ambalal Patel Rain Forecast | હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ કોણ છે? | તે કેવી રીતે હવામાન નિષ્ણાંત બન્યા. | તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી?  

Short Briefing: Ambalal Patel Full Information in Gujarati | Ambalal Patel Education Qualification | Ambalal Patel Born Place | Ambalal Patel Family Background | Ambalal Patel Contact Number | Ambalal Patel Age  

  • આજે વરસાદની આગાહી સાંભળતા જ અંબાલાલનું નામ દરેકના મો પર આવે. ગુજરાત રાજ્યમાં અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત તરીકે જાણીતા છે. તેઓ જ્યોતિષ શાસ્ત્રમાં પણ રસ ધરાવે છે. મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા અને વરસાદનો વરતારો જેવા ગ્રંથોનો અભ્યાસ કરી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેની આગાહી કેવી રીતે કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આજે આપણે આ લેખ મારફત અંબાલાલ પટેલ કોણ છે? તેઓનો અભ્યાસ કેટલો છે? તેઓની ભુતકાળમાં ધરપકડ કેમ કરવામાં આવી હતી? તે વિશેની માહિતી જાણીશું તો આ Ambalal Patel Rain Forecast લેખને પુરો વાંચશો.
  • કોઈ પણ ઋતુ હોય એક નામ હંમેશા ચર્ચામાં આવતું હોય છે એ નામ છે અંબાલાલ પટેલ. આ નામ તમે  સમાચાર પત્રો, સમાચાર ચેનલ અને સોશિયલ મીડિયામાં ઘણી વખત સાંભળ્યું હશે અને કયાંક ને કયાંક વાંચ્યુ પણ હશે. આપણે આ Ambalal Patel Rain Forecast લેખમાં તેમના જીવન પરિચય વિશે અને અન્ય માહિતી મેળવીશું.

અંબાલાલ પટેલનો જન્મ કયારે થયો અને તેઓના પરિવારમાં કોણ કોણ છે? અને તેમણે શું અભ્યાસ કરેલ છે?

  • મિત્રો અંબાલાલ પટેલનો જીવન પરિચય જેમ કે તેમનો જન્મ કયાં અને ક્યારે થયો, તેમને કેટલો અભ્યાસ કરેલ છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે? વગેરે માહિતી નીચે મુજબ છે.

જન્મ

  • તેમના પિતાશ્રીનું નામ દામોદરદાસ પટેલ છે. તેઓનો જન્મ 1 સપ્ટેમ્બર 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રુદાટલ ગામે ખેડૂત પરિવારમાં થયો હતો. તેમની ઉમર 76 વર્ષ છે.

અભ્યાસ

  • 1972 માં તેઓ બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે નોકરીની શરૂઆત કરી હતી.
  • છેલ્લે સપ્ટેમ્બર 2005 માં મદદનીશ ખેતી નિયામક તરીકેની પોસ્ટ પરથી નિવૃત થયાં છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે રહે છે.

Family Details

  • તેઓના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. જયારે પત્નીનું કોરોના સમયમાં અવસાન થયેલ છે.
  • તેમના 2 પુત્રો પૈકી રાજેન્દ્ર પટેલ ડોકટર છે. જે અમેરિકા ખાતે કેન્સર વિભાગમાં ફરજ બજાવી ચુક્યા છે. હાલ રાજેન્દ્ર અંબાલાલ પટેલ ધ્રાંગધ્રા ખાતે બાળકોની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.
  • બીજો દીકરો સતિષ અંબાલાલ પટેલ આઇટીમાં અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં પોતાનો બિઝનેસ કરી રહ્યો છે.
  • અને તેમની એક પુત્રી છે. જેનું નામ અલ્કા પટેલ છે. તે પણ ડોકટર છે અને તે બારડોલીમાં સરકારી દવાખાનામાં ડોકટર તરીકે ફરજ બજાવે છે.

આ પણ વાંચો : નીમ કરોલી બાબા જીવન પરિચય | જેમને હનુમાનજીના અવતાર માનવામાં આવે છે. । જાણો નીમ કરોલી બાબા વિશેની સંપૂર્ણ માહિતી


Hilights

Article NameAmbalal Patel Rain Forecast
Article LanguageEnglish And Gujarti
Ambalal Patel Age76 Year
Ambalal Patel Contact NumberClick Here
Ambalal Patel Family Member2 Boys and 1 Girl

હવામાન નિષ્ણાંત કેવી રીતે બન્યા?

  • અંબાલાલ દામોદરદાસ પટેલ એગ્રીકલ્ચરની સાથે સાથે જ્યોતિષ વિષયમાં પણ રુચિ ધરાવે છે. તેઓ પોતાની નોકરીની ફરજ દરમ્યાન ખેડૂતો સાથે મુલાકાત દરમ્યાન કૃષિ પાકને લઈને ચર્ચા કરતા. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સારા પાકના ઉત્પાદન માટે વરસાદની જરૂરિયાત રહેતી હોય છે. ખેડૂતો સાથે કૃષિ પાક અને વરસાદની ચર્ચા કરતા ત્યારે અંબાલાલને વિચાર આવ્યો કે ભવિષ્યમાં હવામાન કેવું રહેશે તદઉપરાંત વરસાદ ક્યારે પડશે અને કેવો પડશે જો તેની માહિતી અગાઉથી જ મળી જાય તો ખેડૂતોની ઘણી મદદ થઈ શકે. આ વિચાર તેમના મનમાં આવ્યા બાદ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યું. મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા અને વરસાદનો વરતારો વગેરે ગ્રંથોનો અભ્યાસ કરી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેવી રીતે કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
  • હવામાનને લઈ પ્રથમ આગાહી તેમના દ્વારા 1980 માં કરવામાં આવી હતી. ત્યારથી લઈ આજદિન સુધી તેઓ તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેમના દ્વારા વરસાદ અને વાતાવરણમાં અને ઠંડી, ગરમીમાં ક્યારે બદલાવ થશે? તેની આગાહી અગાઉથી જ કરી દે છે. સાથે સાથે તેઓના દ્વારા જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક વગેરેમાં લેખ લખવાનું શરૂ કર્યું.

અંબાલાલ પટેલની ધરપકડ શા માટે કરવામાં આવી?

  • તેમના દ્વારા ખેડૂતોને કૃષિ ક્ષેત્રના માટે મદદના શુભ આશયથી હવામાનને લગતી આગાહી કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમના દ્વારા હવામાનની સાથે સાથે ભૂકંપની આગાહી પણ કરવામાં આવી. એ સમયે કેશુભાઈ પટેલની સરકાર હતી. અંબાલાલ પટેલની ભૂકંપની કરેલી અગાહીને કારણે સરકાર દોડતી થઈ ગઈ હતી અને અંબાલાલ પટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા જે બાદ તેઓની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો: Dhirendra Shastri Bageshwar Dham | ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ બાબાનો જીવન પરિચય| જાણો સંપૂર્ણ માહિતી


મળેલ એવોર્ડ અને સન્માન પત્રો

  • તેઓને અનેક એવોર્ડ અને સન્માન પત્ર પણ મળેલ છે. સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ ઇન્ટરનેશનલ જ્યોતિષ સંસ્થા તરફથી અનેક એવોર્ડ મળેલ છે. હાલમાં તેમના પાસેથી સરકાર પણ હવામાનને લઈ માર્ગદર્શન મેળવે છે. તેઓ દ્વારા કરવામાં આવેલ મોટા ભાગની આગાહીઓ પણ સાચી પડે છે.

નિષ્કર્ષ

  • એગ્રીકલ્ચર અને જયોતિષ વિષયના જ્ઞાનના કારણે અંબાલાલને હવામાનના નિષ્ણાંત તરીકે જાણીતા બન્યા ચે. મિત્રો આપણે આ Ambalal Patel Rain Forecast લેખના માધ્યમથી અંબાલાલ પટેલ કોણ છે? તેમણે કેટલો અભ્યાસ કરેલ છે? તેઓ કેવી રીતે હવામાનશાસ્ત્રી બન્યા વગેરે માહિતી મેળવી. આશા રાખું કે તમને અમારો આ લેખ પસંદ પડયો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સાથે પણ શેર કરશો અને અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહેશો.

FAQ

(1)    અંબાલ પટેલનો જન્મ કયારે થયો?

જવાબ: 1 સપ્ટેમ્બર 1947

(2)    અંબાલાલ પટેલે બી.એસ.સીની ડિગ્રી કઈ કોલેજમાંથી મેળવી હતી?

જવાબ: આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી

(3)    અંબાલાલ પટેલની ધરપકડ શા માટે કરવામાં આવી હતી?

જવાબ: ભુકંપની આગાહી કરવાથી

(4)    અંબાલાલ પટેલ હાલ કયાં રહે છે?

જવાબ: ગાંધીનગર

(5)    અંબાલાલ પટેલનો જન્મ કયાં ગામમાં થયો હતો?

જવાબ: અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રુદાટલ ગામે

1 thought on “Ambalal Patel Rain Forecast | હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ કોણ છે? | તે કેવી રીતે હવામાન નિષ્ણાંત બન્યા. | તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી?  ”

Leave a Comment