Chandrayan 3 Updates | જાણો કેમ અમેરિકાએ મુન મિશન બંધ કરી દીધા? । 1972 બાદ કોઈ ચંદ્ર પર કેમ નથી ગયું? । ચંદ્ર પર જવા માટે દરેક દેશો હરિફાઈ શા માટે કરી રહ્યાં છે?

ચંદ્રયાન મિશન 3 એ ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કરવા માટે રવાના થઈ ગયુ છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે એક બાજુ ભારત ચંદ્ર પર ઉતરવા માટે સતત મિશન મોકલે છે જયારે રશિયા અને અમેરિકા જેવા દેશોએ મુન પર જવા માટે મિશન બંધ કરી દીધા છે. એવુ તો શું થયુ કારણ હશે કે માણસને ચંદ્ર પર મોકલ્યા પછી પણ અમેરિકાએ પોતાના મુન મિશન બંધ કરી દીધા? કેમ બધા દેશોની ચંદ્ર પર જવાની હરીફાઈ લાગી છે? તો આ લેખ Chandrayan 3 Updates મારફત ચલો જાણીએ.

શા માટે અન્ય દેશો દ્વારા મુન મિશન બંધ કરી દેવામાં આવ્યા?

21 જુલાઈ 1969 નો દિવસ અવકાશ વૈજ્ઞાનિકો અને સમગ્ર માનવજાતિ માટે મહત્વનો દિવસ છે.  કારણ કે આ એ જ તારીખ છે જે દિવસે માણસે પ્રથમ વખત ચંદ્ર પર પગ મુક્યો હતો. ચંદ્ર પર પ્રથમ જનાર વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ છે. ત્યારબાદ 1972 માં Gene Cernan (યુજીન સર્નાન) ચંદ્ર પર ચાલનારા છેલ્લા વ્યક્તિ હતા. આ પછી કોઈ મનુષ્ય ચંદ્ર પર ગયું નથી. હવે સવાલ એ થતો હશે કે આવું કેમ થયું? આ પછી કોઈ દેશે કેમ ચંદ્ર પર કોઈ માણસ નથી મોકલ્યો?

1972 પછી મુન મિશનમાં સફળ થનારા દેશો દ્વારા કોઈ પણ વ્યક્તિને ચંદ્ર પર ન મોકલવા પાછળનું મુખ્ય કારણ પૈસા છે. બીબીસીના એક અહેવાલ મુજબ, ખગોળશાસ્ત્રના પ્રોફેસર માઈકલ રિચ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના જણાવ્યાનુસાર, ચંદ્ર પર માનવ મિશન મોકલવામાં ઘણો વધારે ખર્ચ થયો પરંતુ તેનાથી વૈજ્ઞાનિકોને લાભ ઓછો થયો હતો.

મિત્રો, તમને એ જાણીને નવાઈ લાગશે કે, 2004માં અમેરિકા દ્વારા ફરી ચંદ્ર પર માનવ મિશન મોલવા માટે યોજના બનાવેલ અને આ માટે તત્કાલિન રાષ્ટ્રપતિ ડબલ્યુ જ્યોર્જ બુશે એક પ્રસ્તાવ રજૂ કર્યો. પરંતુ આના માટે 104,000  મિલિયન ડોલરનું બજેટ રજુ કરાતા આ મિશનને બંધ કરી દેવાયો.

Hilights

લેખનું નામChandryaan Mission-3
લેખની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
Full Form of PSLVPolar Satellite Launch Vehicle
Full Form of ISROIndian Space Research Organisation
 Chandrayaan-3 Launch Date14/07/2023

ચંદ્ર પર જવાની હરીફાઈ કેમ લાગી છે?

Moon Mission મોકલનાર દરેક દેશોનો મુખ્ય હેતુ ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓ માટે રહેવા માટે બેઝ બનાવવાનો છે. રહેવા માટે બેઝ બનાવ્યા બાદ ચંદ્રનો ઉપયોગ મંગળ અને અન્ય ગ્રહ પર જવા માટે સ્ટેપિંગ સ્ટોનની જેમ કરવાનો છે.

પૃથ્વીની સરખામણીમાં ચંદ્ર પરથી અંતરિક્ષયાન લૉન્ચ કરવા માટે ઘણું ઓછું ઇંધણ વપરાય છે તેમજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી છે. જે પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં સરળતાથી વિભાજન કરી શકાય છે અને તેનું વિભાજન કર્યા બાદ ઉપયોગ રોકેટ યાનમાં ઈંધણ તરીકે કરી શકાશે. અમેરિકાની સ્પેશ એજન્સી નાસાના અહેવાલ મુજબ ચંદ્ર પર 10 લાખ મેટ્રિક ટન હિલિયમ-૩નો ભંડાર રહેલો છે, જે પૃથ્વીની 500 વર્ષ સુધીની ઊર્જાની જરૂરિયાતને આરામથી પૂરી કરી શકાય તેમ છે. જે માટે દરેક દેશોની ચંદ્ર પર જવાની હરીફાઈ લાગી છે.

ભારત દ્વારા આજદિન સુધી મોકલેલ મુન મિશન

ભારત દ્વારા આજદિન સુધી ત્રણવાર મુન મિશન મોકલવામાં આવ્યા છે જેમાં 2 ચંદ્રયાન મિશનમાં મહદઅંશે સફળતા મળી છે જયારે ત્રીજા નંબરનું ચંદ્રયાન-3 તાજેતરમાં જ મુકવામાં આવ્યું છે જે સફળ થશે એવી સંપુર્ણ આશા છે. તો ચલો મિત્રો જાણી લઈએ કયારે કયારે આ મિશન ભારત દ્વારા હાથ ધરવામાં આવ્યાં અને શું શું સફળતા મળી?

First Moon Mission in India

ભારતનું પ્રથમ મૂન મિશન વર્ષ 2008 માં શરૂ કરવામાં આવ્યું હતું. જે  22 ઓક્ટોબર, 2008 માં ઈસરો દ્વારા પ્રથમ ચંદ્રયાન લોંચ કર્યું હતું. જેમાં ગર્વની વાત એ છે કે ચંદ્રયાનના પ્રથમ મિશનમાં પહેલા જ પ્રયત્નમાં ચંદ્ર સુધી મહદઅંશે પહોંચવામાં સફળ થયુ હતું . આ મિશનમાં ચંદ્ર પર જળની ઉપસ્થિતિને લઇને આશ્ચર્યજનક સંકેત આપ્યો હતો. જેની અમેરિકાની સંસ્થા નાસા દ્વારા ભારતના આ દાવાની પૃષ્ટિ પણ કરી હતી.

Second Moon Mission in India

ભારતનું બીજા મૂન મિશન વર્ષ 2019 માં શરૂ કરવામાં આવ્યું હતુ. જે 26 સપ્ટેમ્બર, 2019 માં ઈસરો દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે લેન્ડરના લેન્ડિંગનો સમય થયો એ સમય દરમિયાન જ લેન્ડરનો સંપર્ક ચંદ્રયાન-2 સાથે તૂટી ગયો હતો. ઈસરો દ્વારા લેન્ડર સાથે પુનઃ સંપર્ક સ્થાપિત કરવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં પરંતુ નિષ્ફળતા મળી એટલે કે સંપર્ક ના થઈ શક્યો. તેમ છતાં પણ ચંદ્રયાન-2 મિશન આપણા દેશ માટે ખાસ બની ગયું, કારણ કે ચંદ્રની સીમા પર સૌથી વધુ દૂર સુધી પહોંચનાર દેશ બનવાનો રેકર્ડ સ્થાપિત કર્યો.

Third Moon Mission in India

Chandrayan 3 Updates ભારતનું ત્રીજુ મૂન મિશન તા 14/07/2023 ના રોજ ચંદ્રની ધરતી પર જવા રવાના થયું છે. જે ચંદ્રયાન-2 ના અધુરા સપનાને પુર્ણ કરવાનું કામ કરશે. આજદીન સુધી દુનિયામાંથી થયેલ મુન મિશનમાં માત્ર અમેરિકા, રશિયા અને ચીનને જ સફળતા મળી છે. આપણને આ મિશનમાં સફળતા મળતા આપણે પણ સફળ થયેલ દેશોના લિસ્ટમાં સામેલ થઈ જશું અને અંતરિક્ષ સંસ્થા ઈસરોના વૈજ્ઞાનિકોની અથાક મહેનત, પ્રયત્નો, આ મિશનને સફળ બનાવવા માટેની મહેનત કરનાર વૈજ્ઞાનિકોના ઉજાગરા તેમજ આ મિશન પાછળ થયેલ ખર્ચ બધું લેખે લાગશે.

આ પણ વાંચો : Chandrayaan-3 Launch । જાણો બોલિવુડની ફિલ્મ કરતા ઓછી કિંમતમાં તૈયાર થયેલ ચંદ્રયાન-3 વીશે જાણો 10 અજાણી વાતો

નિષ્કર્ષ

ખૂબ જ સીમિત સંસાધનો અને સાધનો સાથે અંતરિક્ષ કાર્યક્રમનો શુભારંભ થયો ત્યારે કોઈએ વિચારેલ ન હતું કે ભારત દેશ પણ ચંદ્ર અને મંગળ પર પોતાનાં યાન મોકલી શકશે. પરંતુ ઈસરોએ પોતાની ક્ષમતા સાબિત કરી સંકેત આપી દીધો છે કે ભારતના મિશન માત્ર ચંદ્ર સુધી સિમિત નથી તેનાથી ઘણો આગળ નીકળી શકે છે. આશા રાખું કે મિત્રો તમને આ લેખ Chandrayan 3 Updates દ્વારા ઘણી સારી એવી માહિતી મળી હશે અને ભવિષ્યમાં પણ અમે તમારા માટે આવી માહિતી લાવતા રહેશુ. માટે અમારી વેબસાઈટની અવારનવાર મુલાકાત લેતા રહેશો.  

વારંવાર પુછાતા પ્રશ્નો

(1)  ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મુકનાર માનવ કોણ છે?

જવાબ: અમેરિકા

(2)  ભારતનું ચંદ્રયાન-3 જો સંપૂર્ણ સફળ થશે તો ચંદ્ર પર સોફટ લેન્ડિંગ કરનાર ભારત કયા નંબરનો દેશ બનશે?

જવાબ: ચોથા નંબરનો

(3) ભારત દ્વારા પ્રથમ મુન મિશન કયારે લોંન્ચ કરવામાં આવ્યો?

જવાબ: 22 ઓક્ટોબર, 2008

(4)  ભારત દ્વારા બીજુ મુન મિશન કયારે મોકલવામાં આવ્યો?

જવાબ: 26 સપ્ટેમ્બર, 2019

(5)  ઈસરોનું વડુમથક કયાં આવેલું છે?

જવાબ: બેંગ્લુરૂ

(6)  સતિષ ધવન સ્પેસ સેન્ટર વડુમથક કયાં આવેલું છે?

જવાબ: શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ)

(7)  ઈસરોની OFfficial વેબસાઈટ કઈ છે?

જવાબ: ISRO OFFICIAL WEBSITE Click here.

(8)  સતિષ ધવન સ્પેસ સેન્ટર ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: Satish Dhawan Space Centre (SDSC) SHAR Official Website Click Here.

Leave a Comment