Chandrayaan-3 Launch । જાણો બોલિવુડની ફિલ્મ કરતા ઓછી કિંમતમાં તૈયાર થયેલ ચંદ્રયાન-3 વીશે જાણો 10 અજાણી વાતો

દેશના ત્રીજા નંબરનું ચંદ્ર મિશન એટલે ચંદ્રયાન-3 નું પ્રક્ષેપિત આજરોજ કરવામાં આવ્યું છે. આ ચંદ્રયાન મિશન પર માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર છે. પરંતુ શું તમે જાણો છો?  કે આ મિશનનું બજેટ હૉલીવુડની મૂવી કરતાં પણ સસ્તું છે. ચંદ્રયાન-3 નું બજેટ હૉલીવુડની ફિલ્મ મિશન ઈમ્પૉસિબલ-7 ના બજેટ કરતાં ચાર ગણું ઓછું છે. તો મિત્રો આપણે Chandrayaan-3 Launch આ લેખમાં જાણીશું કે આ ચંદ્ર મિશનનું બજેટ કેટલું છે? આ મિશનથી શું ફાયદો થશે અને આ મિશન વિશેની 10 એવી અવનવી વાતો જે વિશે તમે નહી જાણતા હોય તો મિત્ર એ જાણવા માટે તમારે આ લેખ વાંચવો પડશે.

જાણો ચંદ્રયાન મિશનનું બજેટ કેટલું છે?

  • હૉલીવુડની ફિલ્મ મિશન ઈમ્પૉસિબલ-7 નું બજેટ 2,386 કરોડ રૂપિયા હતું જ્યારે ચંદ્રયાન-3 નું બજેટ 615 કરોડ રૂપિયા છે. આમ મિશન ઈમ્પોસિબલ મુવી કરતાં અંદાજીત ચાર ગણુ ઓછું છે.  જયારે બોલિવુડ મુવીનું બજેટ 700 કરોડ છે આમ બોલિવુડ મુવી કરતા પણ ઓછું બજેટ છે.
  • ચંદ્રયાન-3 મિશનએ અગાઉ આપણા દેશ દ્વારા હાથ ધરવામાં આવેલ ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 કરતા વધુ શક્તિશાળી છે. જો આ મિશનમાં સફળતા મળશે તો ભારતએ અમેરિકા, ચીન અને સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે કે જેઓ દેશો આવી સિદ્ધિ હાંસલ કરી ચુક્યા છે. જો આપણે ચંદ્ર મિશનમાં સફળ થયેલ દેશોની વાત કરીએ તો રશિયા 3 ફેબ્રુઆરી 1966ના રોજ જયારે અમેરિકા 2 જૂન 1966ના રોજ અને ચીન 14 ડિસેમ્બર 2013 ના રોજ સફળ ચંદ્ર પરીક્ષણ કરી ચુક્યા છે.
  • અગાઉ ભારત દ્વારા ચંદ્રયાન-1 એ 22 ઓકટોબરઓકટોબર 2008 ના રોજ લોંન્ચ કરવામાં આવેલ જયારે ચંદ્રયાન-2 એ 22 જુલાઈ 2019 ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. જોકે ચંદ્રયાન-2 એ 15 જુલાઈ 2019 ના રોજ લૉન્ચ થવાનું હતું પરંતુ કારણોસર 1 કલાક પહેલા જ મુલતવી રાખવામાં આવેલ.
  • 20 ઓગસ્ટ 2019 ના ચંદ્રયાન-2 ને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવેલ પરંતુ કમનસીબે 7 સપ્ટેમ્બર, 2019ના રોજ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરાણ દરમ્યાન જ સફળતાપૂર્વક લેન્ડિંગ કરી શકાયેલ ન હતું.

મિશન મૂનની 10 અવનવી વાતો

  • આ ચંદ્રયાન-3 મિશન ચંદ્ર પર પ્રવાસ કરવા માટેનું ભારતનું ત્રીજું મિશન છે.
  • ચંદ્રયાન-2 પ્રક્ષેપિત કર્યાના 4 વર્ષ પછી ચંદ્ર પર જવાનું મિશન.
  • આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્પેશ સેન્ટ પરથી ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરાશે.
  • રોકેટ LVM-3 દ્વારા ચંદ્રયાનને બહારની કક્ષામાં લઈ જવાશે.
  • ચંદ્રયાન-3 નો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી ઉપર સૉફ્ટ લેન્ડિંગ કરવાનો છે.
  • 42 દિવસની મુસાફરી બાદ ચંદ્રયાન-3 નું સૉફ્ટ લેન્ડિંગ ચંદ્ર પર થશે.
  • ચંદ્રયાન-3માં ઓર્બિટર રાખેલ નથી કારણ કે ચંદ્રયાન-2નું ઓર્બિટર કાર્યરત છે.
  • ચંદ્રયાન મિશન સફળ રહ્યો તો ચંદ્ર પર પહોંચનાર ભારત ચોથો દેશ બની જશે.

આ પણ વાંચો: What is NATO Full Information in Gujarati? | NATO શું છે? । જાણો આ વિશેની સંપૂર્ણ માહિતી.


ચંદ્ર પર જવા મિશન શા માટે ?

  • ચંદ્ર એ પૃથ્વીનું સૌથી નજીકનું અવકાશી પદાર્થ એટલે કે ગ્રહ છે.
  • આ મિશન સફળ થાય તો આખા સૌરમંડળને સમજવામાં મદદરૂપ બની શકે.
  • કેટલાય કિંમતી ખનિજોનો સ્ત્રોત મળી શકવાની શક્યતા.
  • અવકાશગંગામાં સંશોધન કરવા માટે સ્ટેશન બનાવવું શક્ય બનશે.
  • ચંદ્રયાન-2 કરતાં ચંદ્રયાન-3 માં ફેરફાર?
  • ચંદ્રમાન-2 કરતાં ચંદ્રમાન-3 માં નીચે મુજબના ફેરફારો છે.
  • આ મિશનમાં ઓર્બિટર હાજર નથી કારણ કે ચંદ્રયાન-2નું ઓર્બિટર અવકાશમાં કાર્યરત છે.
  • ઓર્બિટરને બદલે પ્રૉપલ્શન મૉડ્યુલ બનાવેલ છે.
  • અગાઉના ચંદ્રયાન કરતા લેન્ડર વધુ મજબૂત છે.
  • અગાઉના મિશન કરતા મોટી અને વધુ શક્તિશાળી સૌર પેનલ્સ રાખેલ છે તેમજ લેન્ડરમાં વધુ બળતણ છે.
  • સ્પીડ કન્ટ્રૉલ કરવા માટે અલગ સેન્સર રાખેલ છે.

આ પણ વાંચો : What is Jallikattu in Gujarati | શું છે જલ્લીકટ્ટુ રમત?


નિષ્કર્ષ

મિત્રો આ Chandrayaan-3 Launch લેખની મદદથી આપણે ચંદ્રયાન મીશનનું બજેટ કેટલું છે? આ ચંદ્રયાન-3 શા માટે લોંન્ચ કરવામાં આવ્યું. ચંદ્રયાન-2 કરતા ચંદ્રયાન-3 માં શું શું ફેરફારો કરવામાં આવ્યા છે? આશા રાખું કે આ લેખ તમને પસંદ પડ્યો હશે. આ લેખને પુરો વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર.

Leave a Comment