What is NATO Full Information in Gujarati? | NATO શું છે? । જાણો આ વિશેની સંપૂર્ણ માહિતી.

મિત્રો આપણે આ આર્ટિકલ્સમાં નાટો વિશે જાણીશુ કે What is NATO Full Information in Gujarati? તેમજ NATO માં કેટલા દેશોનો સમાવેશ થાય છે? અને NATO નો પાયો કોણે નાખ્યો અને તેનુ હેડ કવાર્ટૅર કયા આવેલુ છે? તો મિત્રો આ લેખને પુરૂ વાંચશો.

HILIGHTS

આર્ટિકલ્સનું  નામNATO Full Information in Gujarati
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
નાટોની સ્થાપના1949
નાટોનું હેડકવાર્ટરબ્રસેલ્સ
નાટોનું પુરૂનામNorth Atlantic Treaty Organization

What is NATO Full Information in Gujarati? | NATO શું છે? । NATOમાં હાલ કેટલા દેશનો સમાવેશ થાય છે?

  • નાટો એ એક સુરક્ષા જોડાણ છે. જેમાં ઉત્તર અમેરિકા અને યુરોપના 31 દેશોનો સમાવેશ થાય છે. જેની સ્થાપના 1949 માં વોશિંગ્ટન સંધિ પર હસ્તાક્ષર સાથે કરવામાં આવી હતી જેને નોર્થ એટલેન્ટિક ટીટી પણ કહેવાય છે. શરૂઆતમાં નાટોમાં કુલ 12 દેશો હતા. નાટોનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય અને લશ્કરી કાર્યવાહી દ્વારા મિત્ર દેશોની સ્વતંત્રતા અને સુરક્ષાનું રક્ષણ કરવાનો છે. નાટો સાથે જોડાયેલ કોઈ દેશ પર અન્ય દેશ દ્વારા હુમલો કરવામાં આવે તો એ નાટો પર હુમલો કરેલ મનાય છે. તેમજ દરેક દેશો તેનો પ્રતિરોધ કરે છે.
  • યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને લીધે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન(NATO) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ સંગઠન દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ સોવિયેત યુનિયનના યુરોપમાં વિસ્તરણના જોખમને રોકવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું હતું. જેનું નેતૃત્વ અત્યાર સુધી અમેરિકા કરતું આવ્યું છે. શીત યુદ્ધ સમાપ્ત પણ થઈ ગયું પરંતુ નાટોનું અસ્તિત્વ હજુ કાયમ છે.
  • ભુતકાળમાં સોવિયેત સંઘ (રશિયા) નો હિસ્સો રહેલ યુક્રેન NATO (નાટો) સાથે જોડાવા માગે છે, જ્યારે રશિયા પોતાની સુરક્ષાના હિસાબે તેને ખતરનાક માનીને યુક્રેનને એમ કરવાથી રોકવા તેના વિરુદ્ધ યુદ્ધ છેડી ચૂક્યું છે. અને તમે મિત્રો જાણતા હશો કે બહુ લાંબા સમયથી યુધ્ધ ચાલી રહ્યું છે. અને રશિયા શા માટે યુક્રેનને છે NATO નું સંગઠન બનતા શા માટે રોકી રહ્યું છે? રશિયા (જે અગાઉ સોવિયેત યુનિયનનો ભાગ હતો) લાંબા સમયથી દલીલ કરે છે કે નાટો દ્વારા પૂર્વ યુરોપીય દેશોની સ્વીકૃતિ તેની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તે કારણે રશિયા યુક્રેનને નાટોનું સભ્ય બનતા રોકી રહ્યું છે.

What is Full Name of NATO । નાટો શું છે?

NATO નું પુરૂનામ North Atlantic Treaty Organization છે. જેને ગુજરાતીમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન) કહેવાય છે. આ યુરોપ અને ઉત્તર અમેરિકન દેશોનું એક સૈન્ય તથા રાજકીય ગઠબંધન છે.

NATO Established in which year | NATO ની સ્થાપના કયારે થઈ?

NATOની સ્થાપના 4 એપ્રિલ 1949 ના રોજ વોશિંગટન (ડી.સી) ખાતે થઈ હતી.

Where is NATO Headquarter

  • NATO નું હેડ ક્વાર્ટર બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે આવેલુ છે.
  • NATO ની સ્થાપના સમયે અમેરિકા સહિત 12 દેશ તેના સભ્ય હતા. અત્યારે NATOના 31 સભ્ય દેશો છે, જેમાં 29 યુરોપિયન અને 2 ઉત્તર અમેરિકન દેશ છે. આ સંગઠનની સૌથી મોટી જવાબદારી NATO દેશો અને તેની આઝાદીની રક્ષા કરવાની છે.
  • NATOની કલમ-5 મુજબ, તેના કોઈપણ સભ્ય દેશ પર હુમલાને NATO ના તમામ દેશો પર હુમલો માનવામાં આવશે.
  • 1952 માં NATO સાથે જોડાયેલ તુર્કી તેનો એકમાત્ર મુસ્લિમ સભ્ય દેશ છે.

NATOમાં હાલ કેટલા દેશનો સમાવેશ છે? | NATO Country List

NATOમાં 31 દેશોનો સમાવેશ છે. જે આ મુજબ છે.

SRMember CountryCapital City
1BelgiumBrussels
2CanadaOttawa
3DenmarkCopenhagen
4FranceParis
5IcelandReykjavík
6ItalyRome
7LuxembourgLuxembourg (Letzeburg city)
8The NetherlandsAmsterdam
9NorwayOslo
10PortugalLisbon
11The United KingdomLondon
12The United StatesWashington, D.C.
13Greece (1952)Athens
14Türkiye (1952)Ankara
15Germany (1955)Berlin
16Spain (1982)Madrid
17Czechia (1999)Prague
18Hungary (1999)Budapest
19Poland (1999)Warsaw
20Bulgaria (2004)Sofia
21Estonia (2004)Tallinn
22Latvia (2004)Riga
23Lithuania (2004)Vilnius
24Romania (2004)Bucharest
25Slovakia (2004)Bratislava
26Slovenia (2004)Ljubljana
27Albania (2009)Tirana
28Croatia (2009)Zagreb
29Montenegro (2017)Podgorica
30North Macedonia (2020)Skopje
31Finland (2023)Helsinki

NATOનો પાયો કેવી રીતે નંખાયો?

  • બીજા વિશ્વ યુદ્ધ પછી સોવિયેત સંઘને રોકવા માટે અમેરિકન અને યુરોપિયન દેશોએ એક સૈન્ય ગઠબંધન બનાવ્યું હતું, જેને NATO ના નામથી ઓળખવામાં આવે છે.
  • બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘ અને અમેરિકા બે સૌથી મોટી તાકાત બનીને ઊભરી આવ્યા, જે વિશ્વ પર પોતાનો દબદબો જાળવી રાખવા ઈચ્છતા હતા. જેનાથી અમેરિકા અને સોવિયેત સંઘના સંબંધો બગડવા લાગ્યા અને તેમની વચ્ચે કોલ્ડ વોર (શીત યુધ્ધ) ની શરૂઆત થઈ.
  • સોવિયેત સંઘની યોજના તુર્કી અને ગ્રીસ પર પોતાનો દબદબો બનાવવાની હતી. તુર્કી અને ગ્રીસ પર કંટ્રોલથી સોવિયેત સંઘ બ્લેક સી દ્વારા થનારા દુનિયાના વ્યાપારને નિયંત્રિત કરવા માગતું હતું.
  • સોવિયેત સંઘની કમ્યુનિસ્ટ (Communist) સરકાર બીજા વિશ્વયુદ્ધ પછી નબળા પડી ચૂકેલા યુરોપિયન દેશો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. સોવિયેત સંઘની આ વિસ્તારવાદી નીતિઓથી પશ્ચિમી દેશો અને અમેરિકા સાથેના તેના સંબંધો સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા.
  • અંતે યુરોપમાં સોવિયેત સંઘના પ્રસારને રોકવા માટે યુરોપિયન દેશો અને અમેરિકાએ મળીને NATOનો પાયો નંખાયો.

શું છે NATOનું બજેટ અને તેની સેના કેટલી છે? –

NATOની પાસે પોતાની સેના લગભગ 25 હજારની છે પણ તેના તમામ સભ્યોની સેનાઓ મળીને તેની પાસે 35 લાખથી વધુ એક્ટિવ સૈનિકો છે.

NATOનું લક્ષ્ય છે કે તેના તમામ દેશો પોતાના જીડીપીના 2% સુરક્ષા પર ખર્ચ કરે પણ અત્યાર સુધી માત્ર અમેરિકા, બ્રિટન અને ગ્રીસ જ આ લક્ષ્ય હાંસલ કરી શક્યા છે.

સંરક્ષણ ખર્ચ ઉપરાંત, એક આંતરમહાદ્વિપિય રાજકીય ગઠબંધન ચલાવવા માટે NATO વાર્ષિક લગભગ ૩ અબજ ડોલર એટલે કે લગભગ ૨૨,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરે છે.

NATO Official Website

નાટોની ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે કલિક કરો.

સારાંશ

મિત્રો, what is NATO Full Information in Gujarati? વિશે તમને સમજાઈ ગયુ હશે. જો તમે અમારા લેખ સંબંધિત કોઈ અભિપ્રાય આપવા માંગતા હોવ તો અથવા તો અમારી કોઈ ભુલ રહી ગઈ હોય અથવા તો કઈ તમારો સુચન હોય તો તમે અમને Comment Box માં કોમેન્ટ કરીને જણાવશો અને અમારી વેબસાઈટની અવારનવાર મુલાકાત લેતા રહો.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

1. What is Full form of NATO?

જવાબ: નાટોનું પુરૂનામ North Atlantic Treaty Organization છે.  

2. નાટોની સ્થાપના કયારે થઈ હતી?

જવાબ: નાટોની સ્થાપના 4 એપ્રિલ 1949 ના રોજ થઈ હતી.

૩. NATO નું Headquarter કયાં આવેલું છે?

જવાબ: NATO નું હેડ ક્વાર્ટર બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે આવેલુ છે.

4. નાટો સાથે કુલ કેટલા દેશો સંકલાયેલો છે?

જવાબ: નાટો સાથે કુલ 31 દેશો જોડાયેલ છે.

5. નાટો સાથે છેલ્લે કયો દેશ જોડાયો?

જવાબ: નાટો સંગઠન સાથે છેલ્લે ફિનલેન્ડ જોડાયો.

Leave a Comment