Dhirendra Shastri Bageshwar Dham | ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ બાબાનો જીવન પરિચય| જાણો સંપૂર્ણ માહિતી

Dhirendra Shastri Bageshwar Dham । Dhirendra Krishna shastri | Bageshwar Dham

ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મના ઉપદેશક છે. તેઓ એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતાશ્રીનું નામ રામ કરપાલ ગર્ગ અને માતૃશ્રીનું નામ સરોજ ગર્ગ છે. તેમના દાદાનું નામ ભગવાન દાસ ગર્ગ છે, જેઓ વિદ્વાન તેમજ નિર્મોહી અખાડા સાથે સંકળાયેલા હતા. તેઓ તેમના દાદાને તેમના ગુરુ માનતા હતા, જેમની પાસેથી તેમણે ભગવત ગીતા અને રામાયણનો અભ્યાસ કર્યો હતો.

Dhirendra Shastri Bageshwar Dham કે તેઓ બાગેશ્વર ધામ મહારાજ તરીકે પ્રખ્યાત છે. તેઓ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ધાર્મિક યાત્રાધામ બાગેશ્વર ધામ સરકારના મુખ્ય પૂજારી અને પીઠાધીશ્વર છે. પીઠાધીશ્વર બન્યા તે પહેલા લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને ધીરેન્દ્ર ગર્ગના નામથી જાણતા હતા.

Dhirendra krishna shastri life story | lifestyle | ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રારંભિક જીવન

  • ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ માત્ર 9 (નવ) વર્ષની ઉંમરે બાલાજીની સેવા કરવાનું ચાલુ કર્યું હતું. તેમના ગુરુ દ્વારા બતાવેલ માર્ગને અનુસર્યા. તેમનું બાળપણ ભગવાનની પૂજા અને સેવામાં વીત્યું. અને અભ્યાસ છોડી તેઓ સમાજ સેવા અને માનવ સેવામાં લાગી ગયા. તેમના દાદા એક સિધ્ધ સંત હતા, જેઓ હનુમાન મંદિર પાસે નિર્મોહી અખાડામાં દરબાર ભરતા હતા.  પાછળથી ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારનું આયોજન કરવાનું શરૂ કર્યું જે ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તેમના દાદાના ગુરુ સન્યાસી બાબા પણ તેમના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમજ સન્યાસી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આધ્યાત્મિક શિક્ષક પણ છે. તેઓએ જ્ઞાન અને અલૌકિક શક્તિઓ તેમના દાદા પાસેથી જ મેળવી હતી. 2010માં તેમના દાદાએ દેહ છોડી દીધો.
  • નાની ઉંમરમાં તે ગામના લોકોને વાર્તાઓ સંભળાવતા. વર્ષ 2016 માં તેમના ગામમાં સ્થિત બાગેશ્વર મંદિરમાં એક વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ, જેમાં ભગવાન બાલાજી મહારાજની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી તે બાગેશ્વર ધામ તરીકે પ્રખ્યાત થયું. લોકો અહીં દર્શન માટે આવવા લાગ્યા.
  • આજે તે ઈન્ટરનેટ પર ખૂબ ફેમસ થઈ ગયા છે, તેની એક યુટ્યુબ ચેનલ પણ છે. લોકો તેમના શેર કરેલા વીડિયોને ખૂબ જ પસંદ કરે છે. તેઓ લોકોના વિચારો જાણી શકે છે અને લોકોની સમસ્યાઓ જાણી શકે છે. અને તેઓ જયારે દરબાર ભરે છે ત્યારે એ દરબારમાં લાખો લોકો આવે છે એ પૈકી અમુક લોકોને તે સ્ટેજ પર બોલાવે છે અને સ્ટેજ પર આવેલ માણસનું નામ અને કઈ અરજી લઈને એટલે કે કઈ અપેક્ષાએ તે બાબા પાસે આવ્યો છે એ પણ કઈ દે છે. અને તેમની સમસ્યાઓનું સમાધાન કરે છે.કહેવાય છે કે તેઓ લોકોનું ભલું કરે છે.
  • ધીરેન્દ્ર શાસ્ત્રી ગરીબ અને નિરાધાર કન્યાઓના લગ્નનો વાર્ષિક સમારંભ પણ કરાવે છે. તેઓ પ્રાચીન વૈદિક અભ્યાસ અને સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે વૈદિક ગુરુકુલની સ્થાપના કરી રહ્યા છે. અને તેઓ મોટી હોસ્પિટલ પણ બનાવી રહ્યા છે.

જો તમારે કાયદાનાં નિષ્ણાંત બનવુ હોય અથવા તો વકીલ બનવુ હોય તો આ પણ વાંચો : LLB Course Details in Gujarati


Bageshwar Baba dhirendra shastri Education

તેમનું પ્રારંભિક શિક્ષણ ગડા ગામની પ્રાથમિક સરકારી શાળામાંથી થયું હતું. જ્યાં તેમણે 8 (આઠમા) ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તે પછી તેણે ગંજમાં 9 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું. અને તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી હતી. આમ, તેઓ સ્નાતક સુધી ભણેલા છે.

Dhirendra Shastri Award | ધીરેન્દ્ર શાસ્ત્રી એવોર્ડ

તેમને બ્રિટિશ સંસદ દ્વારા સંત શિરોમણી એવોર્ડ, વર્લ્ડ બુક ઓફ લંડન, વર્લ્ડ બુક ઓફ યુરોપ એવોર્ડ મળેલ છે.

Dhirendra shastri Nagpur News | ધીરેન્દ્ર શાસ્ત્રી નાગપુર સમાચાર (ધીરેન્દ્ર શાસ્ત્રી નાગપુર સમાચાર)

  • બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ચર્ચામાં રહે છે. છત્તીસગઢના રાયપુરમાં તેમની સભા ચાલી રહી હતી. જેમાં મોટા નેતાઓ અને લોકોની મોટી ભીડ ઉમટી હતી. જેમા  નાગપુરની અંધશ્રધ્ધ નિર્મુલન નામની સંસ્થાએ તેમની ચમત્કારિક શક્તિઓને પડકારી હતી.
  • સંસ્થાએ બાબાને તેમની શક્તિ સાબિત કરવા કહ્યું હતું, નહીં તો તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ત્યારથી હોબાળો મચી ગયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજીના સમર્થનમાં અને વિરોધમાં અનેક લોકો નિવેદન આપી રહ્યા છે. બાબા પોતે પણ તેમને પડકારનારાઓને ટોણા મારી રહ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ પોતાના હરીફોને સતત જવાબ આપી રહ્યા છે. તેઓની બોલવાની વાકછટા અદભુત છે. તેઓએ અનેક ન્યુઝચેનલને ઈન્ટરવ્યુ આપેલ છે.

Dhirendra Shastri Networth | Dhirendra Shastri Income | ધીરેન્દ્ર શાસ્ત્રી નેટવર્થ

ધિરેન્દ્ર શાસ્ત્રીજીની માસિક કમાણી લગભગ 3.5 લાખ રૂપિયા છે. આ સંભવિત કમાણી છે.

Dhirendra Shastri on social media | ધીરેન્દ્ર શાસ્ત્રી સોશિયલ મીડિયા

તેઓની યુટ્યુબ ચેનલ પણ છે જેમાં મિલીયનમાં ફોલોઅર્સ છે. અને તેઓની પ્રસિધ્ધિ પણ સોશિયલ મિડીયાના કારણે થઈ છે. તે સોશિયલ મિડીયા પર ખુબ જ એકટિવ રહે છે.

Bageshwar dham on Instagram Click Here.

સારાંશ

મિત્રો અમારા દ્વારા Dhirendra Shastri Bageshwar Dham આર્ટિક્લ્સમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજીના જીવન પરિચય વિશેની માહિતી આપવામાં આવી છે. આશા રાખું કે તમને આ લેખ ગમ્યો હશે અને તમને કઈક નવુ જાણવા મળ્યુ હશે. જો તમારા મનમાં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો અમારો આર્ટિકલ શેર કરો. જો તમે અમારા લેખ સંબંધિત કોઈ અભિપ્રાય આપવા માંગતા હોવ તો અથવા તો અમારી કોઈ ભુલ રહી ગઈ હોય અથવા તો કઈ તમારો સુચન હોય તો તમે અમને Comment Box માં કોમેન્ટ કરીને જણાવશો.  

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1. ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે?

જવાબ: ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર બાલાજી ધામના પૂજારી અને ધામના પીઠાધીશ્વર પણ છે.

2. ધીરેન્દ્ર શાસ્ત્રીની ઉંમર કેટલી છે?

જવાબ: 26 વર્ષ

3. ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ ક્યાં થયો હતો?

જવાબ: તેમનો જન્મ 4 જુલાઈ 1996ના રોજ મધ્યપ્રદેશના છતરપુરમાં થયો હતો.

4. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરૂ કોણ છે?

જવાબ: તેમના ગુરુ તેમના દાદા છે જેમનું નામ શ્રી સન્યાસી બાબા છે.

5. બાગેશ્વર ધામમાં કોની પૂજા થાય છે?

જવાબ: બાગેશ્વર ધામમાં હનુમાનજીની પૂજા થાય છે.

6. ધીરેન્દ્ર શાસ્ત્રી પરણિત છે?

જવાબ: ના, તેણે હજી લગ્ન કર્યા નથી.

7. બાગેશ્વર ધામ ક્યાં આવેલું છે?

જવાબ: આ ધામ મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં આવેલું છે.

2 thoughts on “Dhirendra Shastri Bageshwar Dham | ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ બાબાનો જીવન પરિચય| જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment