LLB Course Details in Gujarati | શું તમે એલ.એલ.બી કોર્ષ કરવા માંગો છો ? | જાણો સંપૂર્ણ માહીતી

લોકોના જીવનમાં અભ્યાસ એ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો શિક્ષણ વગર લોકો તેમના જીવનમાં સફળતા મેળવી શકતા નથી. જીવનમાં કંઇક કરવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. મીત્રો, શિક્ષણના ઘણા ક્ષેત્રો છે અને વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબ એ ક્ષેત્રમાં જતા હોય છે. જેવા કે અમુક વિદ્યાર્થીનું સપનું ડોક્ટર બનવાનું હોય કોઈનુ સપનુ એન્જિનિયર બનવાનું હોય કોઈનુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનુ અને કોઈનુ સપનુ કોઈ પણ સરકારી નોકરી મેળવવાનું હોય  છે.

કોઈ વ્યક્તિનું સપનું પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાનો અથવા તો એ ફિલ્ડમાં પોતાની કારકિર્દી ઘડતર કરવાનો હોય છે. તો એ વિશે આપણે અગાઉ આર્ટિકલ્સ લખેલ છે What is MBA Course Details in Gujarati જે પણ વાંચી લેશો.  અને કોઈ વિદ્યાર્થીનું સપનુ  વકીલ અથવા તો કાયદાનો નિષ્ણાંત બનવાનું હોય છે. જો તમને પણ વકીલ બનવામાં રસ હોય તો આ What is LLB Course Details in Gujarati આર્ટિકલ્સને અંત સુધી વાંચશો.

  • જો તમને વકીલ કે કાયદાના નિષ્ણાંત બનવમાં રસ હોય તો આજે અમે તમને જણાવીશું કે એલએલબી શું છે? અને વકીલ કે કાયદાના નિષ્ણાંત કેવી રીતે બની શકાય? એલ.એલ.બી કોર્સ કેવી રીતે કરવો? અને આ કોર્સને લગતી કેટલીક અગત્યની માહિતી પણ તમને જણાવશું. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી છે.
  • ભારતમાં દરરોજ અનેક પ્રકારના ગુનાઓ થતા રહે છે. અને આ માટે નવા નવા કેસો પણ સામે આવે છે, તે માટે લોકોને સારા વકીલની જરૂર હોય પડતી હોય છે. એટલા માટે જ ઘણા વિદ્યાર્થીઓને નાનપણથી જ એક સપનું હોય છે કે, તેઓ મોટા થઈને વકીલ બનીને લોકોને મદદ કરે અને નિર્દોષ લોકોને ન્યાય અપાવી શકે.

LLB Course Details in Gujarati | what is LLB Degree

  • મિત્રો તમારા મનમાં મુંજવણ હોઈ શકે છે, કે What is LLB Course Details in Gujarati શું છે. તો આ લેખને અંત સુધી વાંચશો એટલે તમને તમારા બધા જ સવાલોના જવાબ મળી રહેશે. આ એક એવો કોર્સ છે કે જેને તમે પુરુ કર્યા પછી વકીલ બની શકો છો એટલે કે કાયદાના નિષ્ણાંત બની શકો છો. આ એક બેચલર ડિગ્રી કોર્સ છે. આ કોર્સ તમે 12 પાસ કર્યા પછી જ કરી શકો છો.
  • એલ.એલ.બી એ કાયદાના અભ્યાસનું પ્રથમ પગલું છે. જ્યાં તમે કાયદો શીખવાનું શરૂ કરો છો. આ કોર્સ એ અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ છે. આ કોર્સમાં કાયદો અને વ્યવસ્થા વિશેનુ જ્ઞાન આપવામાં આવે છે.

Full Form of LLB | LLB full form in Gujarati

એલએલબીનું ફૂલ ફોર્મ Bachelor of Laws બેચલર ઓફ લો થાય છે જયારે ગુજરાતીમાં કાયદાથી સ્નાતક અને તેનો અર્થ હિન્દીમાં લો થી સ્નાતક ડીગ્રી કરવાનો થાય છે.

HILIGHTS

કોર્ષનું નામબેચલર ઓફ લો
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
કોર્ષનો સમયગાળો3 વર્ષ અને 5 વર્ષ
કુલ સેમેસ્ટર6 (છ) અને 10 (દસ)
એલ.એલ.બી નું પુરૂ નામBachelor of Laws

એલ.એલ.બી કેટલા વર્ષનો કોર્સ છે? | LLB Course Duration

એલએલબી બે રીતે કરી શકાય છે જે નીચે મુજબ છે.

  •  
  • પ્રથમ ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને કરી તમે આ કોર્સ કરી શકો છો. જો તમે કોઈ પણ ફિલ્ડમાં સ્નાતક થયા પછી આ કોર્સ કરવા માંગતા હોવ તો તમારે 3 વર્ષનો એલએલબી કોર્સ કરવો પડશે. એમાં તમને 6 સેમેસ્ટર મળશે અને 6 છત્રની પરીક્ષા આપવાની રહેશે
  • બીજી રીતે ધોરણ 12 પાસ કર્યા બાદ તમે આ કોર્સ માટે પ્રવેશ લઈ શકો છો. જેમા તમારે 5 વર્ષમાં એલએલબી કોર્સ પૂર્ણ કરવાનો રહેશે અને તમારે  10 સેમેસ્ટરની પરીક્ષા આપવાની રહેશે.

એલ.એલ.બીની માટેની ફી કેટલી હોય છે? । LLB Course Fees

હવે મિત્રો જાણીએ કે એલએલબી કોર્સ ફી કેટલી હોય છે, તો તે કોલેજ અથવા યુનિવર્સિટી પર નિર્ભર કરે છે. જેમાં તમે પ્રવેશ મેળવવા માંગતા હોય, પરંતુ 5000 થી 50000 દરેક સેમેસ્ટર દીઠ લગભગ હોઈ શકે છે. જ્યારે તમે એડમિશન લો ત્યારે તમારે તે કોલેજમાં ફી વિશે જરૂર જાણી લેવુ જોઈએ. પ્રાઈવેટ કોલેજની સરખામણીમાં સરકારી કોલેજમાં ફીસ થોડા અંશે ઓછી હોય છે.

LLB કરવાના ફાયદા | LLB Course Benefits

એલએલબી કોર્સ કર્યા પછી ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ હું તમને કેટલાક ફાયદા જણાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવે. તેમજ તમે આ કોર્સ કરવાનો આનંદ લઈ શકો અને તમને આ કોર્સ કરવાનુ ખરાબ ના લાગે અથવા તો તમારા મનમાં જે પણ ડાઉટ હોય એ કલિયર થઈ જાય. મિત્રો કોઈ પણ કોર્સ ખરાબ નથી તમારે મિત્રો સૌ પ્રથમ એ જાણવુ પડશે કે તમને રસ (Interest) શેમાં છે. ત્યારબાદ તમારે ફક્ત સખત મહેનત કરવી પડશે અને મિત્રો તમે પણ જાણતા હશો કે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી (Practice make man perfect એ પ)ણ જાણતા હશો તો  હવે જાણીએ.  એલએલબી કોર્સના ફાયદા (LLB Course Benefits) છે.

આ કોર્સ કર્યા પછી તમે કાયદાના સારા જાણકાર તેમજ નિષ્ણાત બની જાઓ છો. અને આ કોર્સ કરવાથી તમારી (Personality) વ્યકતિત્વ ખીલી ઉઠ્યુ હોય છે. જેના કારણે તમે તમારી જાતને ગર્વ અનુભવો છો કે, હુ કાયદાનો જાણુકાર છુ જેના થકી હુ સમાજને મદદરૂપ થઈ શકીશ.

  •  
  • આ કોર્સ (GRADUATION) સ્નાતક સમકક્ષ કહેવાય છે. આમ આ કોર્સ કર્યા પછી તમારે અલગથી સ્નાતકનો કોર્સ કરવાની જરૂર નથી.
  • આ એક એડવોકેસી સ્નાતક ડિગ્રી છે, જે કર્યા પછી તમને વકીલાતનું જ્ઞાન મળે છે.
  • એલએલબીનો કોર્સ કર્યા પછી તમે નામ.કોર્ટમાં કેસ લડી શકો છો કેમ કે તમે કાયદાના નિષ્ણાંત બની ગયા હોવ છો.  મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે વકીલ એક કેસ લડવાના કેટલી ફીસ લેતા હોય છે. આમ, તમે પણ વકીલ બનીને કેસ લડવાની ફીસ મેળવીને આર્થિક લાભ મેળવી શકો છો.

આ કોર્સ કર્યા પછી નોકરીની તકો | after LLB Job chances

આ કોર્સ કર્યા પછી જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં રોજગારી (Employment) ની તકો ઉપલબ્ધ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ વકીલ બનવાનું પસંદ કરે છે અને વ્યવસાય તરીકે કાયદાનો અભ્યાસ કરે છે. વકીલો માટે કેન્દ્ર/રાજ્ય સરકારની નોકરીઓ પણ ખુલ્લી છે. તેઓ વિવિધ અદાલતોના ન્યાયાધીશો તરીકે, એટર્ની અને સોલિસિટર જનરલ તરીકે, સરકારી વકીલ તરીકે, કાયદા અધિકારી અને સંરક્ષણ અને કર અને શ્રમ વિભાગોમાં પણ નોકરી મેળવી શકો છો. તેમજ લોકોની સમસ્યાઓ માટે વકીલાત પણ કરી શકો છો, તમે આમાં નોકરીની તકો પણ મેળવી શકો છો. જે વિશે આપણે જાણીએ.

Employment Areas । રોજગાર વિસ્તારો

એલએલબી કર્યા પછી, તમારી પાસે કંઈપણ કરવા માટે ઘણા બધા વિકલ્પો છે, પરંતુ હું તમને કેટલીક શ્રેષ્ઠ નોકરીઓ વિશે જણાવીશ, જે ખૂબ જ સારી છે.

  • બેંકોમાં बैंक्स (Banks )
  • બીજનેસ ગૃહો  बिज़नेस हाउसेस (Business Houses)
  • શૈક્ષણિક સંસ્થાઓ एजुकेशनल इंस्टीटूट्स (Educational Institutes)
  • કાનૂની સ્થિરતા लीगल कॉन्स्टांइस (Legal Constancies )
  • સમાચાર ચેનલો न्यूज़ चैनल्स (News Channels)
  • અખબારો Newspapers
  • ન્યાયતંત્ર  जुडिशरी (Judiciary)
  • ખાનગી પ્રેક્ટિસ प्राइवेट प्रैक्टिस (Private Practice)
  • વેચાણવેરા અને આબકારી વિભાગો सेल्स टैक्स एंड एक्साइज डिपार्टमेंट्स (Sales Tax and Excise Departments)

હવે મિત્રો જાણીએ કે કયા કયા પ્રકારની નોકરીઓ મળી શકે

મિત્રો તમે આ કોર્ષ કર્યા પછી નીચે મુજબની નોકરીઓ મેળવી પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકો છો અને સમાજમાં માનભેર જીવન જીવી શકો છો.

નોકરીનો પ્રકાર । जॉब टाइप । after llb job type

  •  મુખ્ય કાયદા અધિકારી | अटॉर्नी जनरल | (Attorney General)
  • જિલ્લા અને સેશન્સ જજ | डिस्ट्रिक्ट एंड सेशंस जज | (District and Sessions Judge)
  • લો રિપોર્ટર્સ | लॉ रिपोर्टर्स (Law Reporters)
  • કાનૂની સલાહકાર | लीगल एडवाइजर (Legal Advisor’s)
  • મેજિસ્ટ્રેટ | मजिस्ट्रेट (Magistrate)
  • સબ-મેજિસ્ટ્રેટ | सब – मजिस्ट्रेट | Sub-Magistrate
  • નોટરી |  नोटरी | (Notary)
  • સરકારી વકીલ | पब्लिक प्रासीक्यूटर | (Public Prosecutor)
  • સોલિસિટર | सॉलिसिटर्स (Solicitors)
  • શિક્ષકો |  टीचर्स |  (Teachers)
  • ટ્રસ્ટીઓ ट्रस्टीज (Trustees)    

Llb માં ભણાવવામાં આવતા કાયદાઓ । Bachelor Of Laws

LLB કોર્સમાં કાયદા અને નિયમન સંબંધિત  ભણાવવામાં આવે છે. મૂળભૂત રીતે, આ કોર્સમાં કાયદો શીખવામાં અને અભ્યાસ કરવામાં આવે છે, જેથી કોઈ પણ નિર્દોષ વ્યક્તિને કાયદાની રીતે સુરક્ષિત રાખી શકાય અને સામાન્ય માણસો પણ કાયદાથી વાકેફ થાય.

  • કોર્પોરેશન કાયદો । (Corporation Law)
  • નાગરિક કાયદો । (Civil Law)
  • ગુનેગાર માટે નો કાયદો। (Criminal Law)
  • આંતરરાષ્ટ્રીય કાયદો (International Law)
  • શ્રમ કાયદો । (Labour Law)
  • પેટન્ટ કાયદો । (Patent Law)
  • ટેક્સ કાયદો । (Tax Law)
  • જમીન કાયદો (Land Law)

LLB Course Details in Gujarati

Top LLB College in Gujarat

ક્રમકોલેજનું નામ
1 Gujarat National Law University (GNLU)
2 Parul University

સારાંશ

મિત્રો આપણે આ આર્ટિકલ્સમાં જાણ્યું કે What is LLB Course in Gujarati આશા રાખુ કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સમજાઈ હશે. વધુમાં જો મિત્રો તમે પણ એક સારા વકીલ બનવા માંગતા હોવ તો તમારે LLB નો કોર્સ કરવો પડશે. તદઉપરાંત કોઈ નિષ્ણાંત વકીલ સાથે બેસીને તેમની પાસેથી તમારે શીખવું પણ પડશે. દરેક વિદ્યાર્થી ઈચ્છે છે કે આપણે અભ્યાસ કરીને આપણા જીવનમાં એક સફળ વ્યક્તિ બનીએ અને સપનાઓને પરિપૂર્ણ કરીએ તથા પોતાના માતાપિતાનું નામ રોશન કરીએ. દરેક વિદ્યાર્થી  જીવનમાં કંઈક કરીને સફળ વ્યક્તિ બનવા માંગે છે. સફળ વ્યક્તિ બનવાની સૌથી જરૂરી બાબત છે શિક્ષણ, જો તમારે જીવનમાં સફળ થવું હોય અને તમારા સપના સાકાર કરવા માંગતા હોય તે માટે સખત મહેનત કરવી પડશે. જો તમે સખત મહેનત કરતા હશો તો તમે નિશ્ચિતરૂપે સફળ વ્યક્તિ બની શકો છો. તો હવે મીત્રો આપણે જાણીએ LLB શુ છે. અને  BENEFIT શુ છે આ કોર્સ કરવાના વગેરેની માહિતી મેળવીએ.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1. એલ.એલ.બી (LLB) નું પૂરુ નામ ?

જવાબ: Bachelor of Laws બેચલર ઓફ લો જયારે ગુજરાતીમાં કાયદાથી સ્નાતક અને તેનો અર્થ હિન્દીમાં લો થી સ્નાતક થાય.

2. એલ.એલ.બી (LLB) કેટલા વર્ષનો કોર્સ હોય છે?

જવાબ: એલ.એલ.બી (LLB)   કોર્સ નો સમયગાળો 3 વર્ષ અને 5 વર્ષ હોય છો જો તમે કોઈ પણ ક્ષેત્રમાંથી સનાતક થયા બાદ કરો તો 3 વર્ષનો રહેશે અને જો તમે 12 પાસ પછી કરો તો 5 વર્ષનો કોર્ષ રહેશે.

૩. એલ.એલ.બી કોર્ષમાં કુલ કેટલા સેમેસ્ટર હોય છે?

જવાબ: આ કોર્ષમાં કુલ 6 અને 10 સેમેસ્ટર હોય છે.

4. આ કોર્ષ કોણ કરી શકે છે?

જવાબ: આ કોર્ષ કોઈ પણ ફિલ્ડમાંથી થયેલ સ્નાતક કરી શકે છે જયારે 12 પાસ પણ કરી શકે છે.

5. આ કોર્ષ કરવા માટેની ફીસ કેટલી હોય છે?

જવાબ: આ કોર્ષ કરવા માટેની ફીસ દરેક કોલેજમાં અલગ અલગ હોય છે અને એ સમયાંતરે બદલાતી રહે છે. પરંતુ પ્રાઈવેટ કોલેજની સરખામણીમાં ગર્વમેન્ટ કોલેજની ફીસ ઓછી હોય છે.

2 thoughts on “LLB Course Details in Gujarati | શું તમે એલ.એલ.બી કોર્ષ કરવા માંગો છો ? | જાણો સંપૂર્ણ માહીતી”

Leave a Comment