What is Armed Forces Special Powers Act (AFSPA) law in Gujarati? | આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) કાયદો શું છે? – જાણો આ વિશે સંપૂર્ણ માહિતી.

કાયદો એ સારા સમાજનો નિર્માણ થાય એ માટે તેમજ દેશમાં શાંતિ જળવાઈ રહે અને નિર્દોષ લોકો હેરાન ના થાય એ માટે જરૂરી છે. અને સંસદ દ્વારા આવા કાયદા બનાવવામાં આવતા હોય છે. તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ What is the Armed Forces Special Powers Act (AFSPA) law કાયદા વિશે તો આ આર્ટિકલને પુરો વાંચશો જેથી તમે વધુ સારી રીતે સમજી શકો.

What is the Armed Forces Special Powers Act (AFSPA) law in Gujarati? । AFSPA શું છે?

પ્રિય વાંચકો, દરેક વિષય વિષે જાણવું ખૂબ જરૂરી છે. કાયદો જાણવો પણ ખૂબ સારી બાબત છે. જેને ધ્યાને રાખીને ઘણા વિદ્યાર્થીઓ LLB Course કરતા હોય છે. મિત્રો એવા એક કાયદા વિષે આજે આપને વાત કરીશું. Armed Forces Special Powers Act (AFSPA) શું છે?, તે ક્યાં ઉપયોગમાં લેવાય છે?, વગેરે વિષે માહિતી મેળવીશું.

HILIGHTS

આર્ટિકલનું નામAFSPA કાયદો શું છે?
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આ કાયદો કયારે ઘડાયો1958
કેટલા રાજયમાં અમલી છે?આસામ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને મેઘાલયમાં
આફસ્પાનું પુરૂ નામArmed Forces Special Powers Act

આ કાયદા અંતર્ગત સુરક્ષદળોને સબંધિત વિસ્તારમાં કાર્યવાહી કરવા વિશેષાધિકાર આપવામાં આવેળ છે. આ કાયદામાં આપેલા વિશેષઅધિકારોમાં સુરક્ષાદળોને પરવાનગી વિના કોઈ પણ જગ્યાની તપાસ કરવાની, જોખમની સ્થિતીમાં તેને નષ્ટ કરવાની તેમજ મંજૂરી વિના કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની અને કાયદાનું પાલન ના કરનાર વ્યક્તિને અથવા તો દેશવિરોધી ગતિવિધી કરનાર વયક્તિને ગોળી મારવાનો પણ અધિકાર અપવામાં આવ્યો છે. કોઈ પણ વિસ્તારમાં ઉગ્રવાદી તત્વોની ખબર પડે તો સબંધિત રાજ્યના રાજ્યપાલના અહેવાલના આધાર પર કેન્દ્ર દ્વારા તે વિસ્તારને ‘અશાંત’ જાહેર કરી દેવામાં આવે છે અને તે વિસ્તારમાં AFSPA લાગૂ કરી અને સુરક્ષાદળને તૈનાત કરવામાં આવે છે.


આ પણ વાંચો: What is MBA Course Details in Gujarati | શું તમે એમ.બી.એ કોર્ષ કરવા માંગો છો ? જાણો સંપૂર્ણ માહીતી.


Full form of AFSPA

AFSPA નું પુરૂનામ Armed Forces Special Powers Act છે જેને ગુજરાતીમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે સુરક્ષાદળોને વિશેષાધિકારો આપતો કાયદો એવો થાય છે.

આફસ્પા કાયદો કયારે ઘડાયો? | When did the AFSPA Act Get Sanctioned

સશસ્ત્ર દળ વિશેષાધિકાર અધિનિયમ કે જેને ટુંકમાં AFSPA કહેવામાં આવે છે જે દેશની સંસદ દ્વારા ૧૯૫૮ માં બનાવવામાં આવેલો કાયદો છે.

આ કાયદા હેઠળ સેનાને નીચે મુજબના અધિકારો મળે છે.

  • શંકાસ્પદ વ્યક્તિની સેના વિના વોરંટે ધરપકડ કરી શકે છે.
  • સશસ્ત્ર દળ વોરંટ વિના કોઈના પણ ઘરની તલાશી લઈ શકે છે અને આ માટે જરૂરી બળનો ઉપયોગ કરી શકે છે.
  • આ કાયદા હેઠળ કોઈ વ્ય્કતિ દ્વારા વારંવાર કાયદાનો ભંગ કરવા અને ખલેલ પહોંચાડવા માટે આ કાયદા હેઠળ મૃત્યુ સુધી બળનો ઉપયોગ કરી શકાય છે.  તેમજ કોઈ પણ વાહનની તલાશી સૈનિકો દ્વારા લઈ શકાય છે.

શું છે AFSPAનો અશાંત ધારો?

  • સંબંધિત રાજ્યની સરકાર તે વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરે છે ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવે છે.
  • કોઈ પણ વિસ્તારમાં ઉગ્રવાદી તત્વો બેકાબુ બની જાય અથવા તો રાજય સરકાર દ્વારા પરિસ્થિતી કાબુમાં આવી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં તે સબંધિત રાજ્યના રાજ્યપાલના અહેવાલના આધારે કેન્દ્ર દ્વારા તે વિસ્તારને ‘અશાંત’ જાહેર કરી દેવામાં આવશે.
  • બંધારણમાં અશાંત વિસ્તાર કાયદાનો અર્થે  ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ (Disturb Aria Act) છે.  
  • આ એકટ હેઠળ વિસ્તારને અશાંત જાહેર કરી શકાય છે. જે વિસ્તારને અશાંત જાહેર કરી દેવામાં આવે છે ત્યાં આ કાયદો લાગુ કરી દેવામાં આવે છે અને આ ધારો લાગુ થયા બાદ ત્યાં સેના અથવા સશસ્ત્ર દળો મોકલવામાં આવે છે.
  • જો રાજ્યની સરકાર એવું એલાન કરી દે કે હવે રાજ્યમાં શાંતિ સ્થપાઈ ગઈ છે. તો આ કાયદો આપોઆપ પાછો ખેંચાઇ ગયેલો માનવામાં આવશે. ત્યારબાદ સેના સ્થિતિ જોઇને  જો બધુ બરાબર માલુમ એટલે કે શાંતિ સ્થપાઈ ગઈ છે એવુ માલુમ પડે તો સેના પાછી પોતાની બેરેકમાં આવી જાય છે.

ક્યાં રાજ્યમાં આ કાયદો લાગુ છે? | which state is this law applicable?

  • આ કાયદો હાલ આસામ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને મેઘાલયમાં આ કાયદો લાગુ છે. અને ઘણી વાર તે વિસ્તારના રહેવાસીઓ દ્વારા આ કાયદાનો વિરોધ પણ કરવામાં આવે છે અને આ કાયદો પાછો ખેંચવા માટે આંદોલન પણ કરવામાં આવતા હોય છે.

આ વિસ્તારોને AFSPAમાંથી દૂર કરવામાં આવ્યા

  • સરકાર દ્વારા સુરક્ષાની સ્થિતિમાં સુધારો થવાને કારણે આ એકટ  હેઠળ અશાંત ક્ષેત્રનું જાહેરનામું 2015 માં ત્રિપુરાથી અને 2018 માં મેઘાલયમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું.
  • 2014 માં આસામના 23 જિલ્લાઓને સંપૂર્ણપણે અને 1 જિલ્લાને 01/04/20222 થી AFSPAની અસર હેઠળ આંશિક રીતે દૂર કરવામાં આવ્યો છે.
  • મણિપુરમાં સરકારે 01/04/2022 થી 6 જિલ્લાના 15 પોલીસ સ્ટેશન વિસ્તારોના અશાંત વિસ્તારને દૂર કર્યો છે.
  • નાગાલેન્ડમાં, 01.04.2022 થી 7 જિલ્લાના 15 પોલીસ સ્ટેશનોમાંથી અશાંત વિસ્તારનું જાહેરનામું દૂર કરવામાં આવેલ છે.

What is Armed Forces Special Powers Act (AFSPA) law in Gujarati

AFSPA Act PDF Download

આ કાયદાની વધુ માહિતી માટે તમે લિંક પર કલિક કરી સરકારશ્રી દ્વારા પ્રારિત કરેલ ઓફિશિયલ ડ્રાફટ ડાઉનલોડ કરી શકો છો.

સારાંશ

મિત્રો કોઈ પણ કાયદો સારા સમાજના નિર્માણ થાય એ માટે તેમજ દેશમાં શાંતિ જળવાઈ રહે અને નિર્દોષ લોકો હેરાન ના થાય એ માટે હોય છે પરંતુ કયારેક રાજય સરકાર એવા કાયદાઓ બનાવે છે કે ઘણીવાર રાજયો પોતાની મનસુફીથી નવા નવા કાયદાઓ પાસ કરાવી લે છે અને લોકોનો ઉગ્ર વિરોધ થતા ઘણીવાર કાયદાઓ પાસા પણ ખેચી લે છે અને કયારેક સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આવા કાયદાઓ પર રોક લગાવવામાં આવતી હોય છે. હા, શુસાસન ચલાવવા માટે કાયદો વ્યવસ્થા જરૂરી છે. પરંતુ આમ નાગરિકને ભોગવવુ પડે એ રિતે કાયદાઓનો દુરઉપયોગ ના થવો જોઈએ.

મિત્રો, What is the Armed Forces Special Powers Act (AFSPA) law? વિશે તમને સમજાઈ ગયુ હશે. જો તમે અમારા લેખ સંબંધિત કોઈ અભિપ્રાય આપવા માંગતા હોવ તો અથવા તો અમારી કોઈ ભુલ રહી ગઈ હોય અથવા તો કઈ તમારો સુચન હોય તો તમે અમને Comment Box માં કોમેન્ટ કરીને જણાવશો અને અમારી વેબસાઈટની અવારનવાર મુલાકાત લેતા રહો.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

1. AFSPAનું પૂરુ નામ?

જવાબ: AFSPAનું  પુરૂ નામ Armed Forces Special Powers Act થાય છે.

2. આફસ્પા કાયદો કયારે ઘડાયો?  

જવાબ: આ કાયદો 22 મે 1958 ના રોજ ઘડાયો છે.

3. રાજયના કોઈ વિસ્તારને અશાંત જાહેર કરવાની સતા કોની પાસે છે?

જવાબ: રાજયના કોઈ વિસ્તારને અશાંત જાહેર કરવાની સતા રાજયપાલને છે.

4. AFSPA ACT લોકસભા અને રાજયસભામાંથી કયારે પસાર થઈ કાયદો અમલી બન્યો.

જવાબ: 11 સપ્ટેમ્બર 1958 ના રોજથી અમલી બન્યો.

Leave a Comment