What is MSW Course Details in Gujarati | જાણો કેવી રીતે કરી શકાય આ કોર્સ?

શિક્ષણ જીવનમાં ખૂબ જ મહત્વનું છે. કારણ કે શિક્ષણ વ્યક્તિને જીવનમાં સફળ બનાવે છે. શિક્ષણ જ જીવનમાં આવેલી કોઈ પણ સમસ્યાઓને હલ કરતા શિખવે છે. શિક્ષણના ઘણા ક્ષેત્રો છે અને વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબ એ ક્ષેત્રમાં અભ્યાસ કરી સફળ થતા હોય છે.

મુજબ એ ક્ષેત્રમાં અભ્યાસ કરી સફળ થતા હોય છે. અમુક વિદ્યાર્થીનું સપનું એન્જિનિયર બનવાનું હોય અને કોઈનુ સપનુ કોઈ પણ સરકારી નોકરી મેળવવાનું હોય છે. કોઈ વ્યક્તિનું સપનું પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાનો હોય છે.  અથવા તો એ ફિલ્ડમાં પોતાની કારકિર્દી ઘડતર કરવાનો હોય છે. જો તમારો પણ સ્વપ્ન બીઝનેશમેન બનવાનું હોય તો MBA વિશે જાણવું જોઈએ. What is MBA Course Details in Gujarati જે પણ વાંચી લેશો. જો તમારુ સપનુ  વકીલ અથવા તો કાયદાનો નિષ્ણાંત બનવામાં રસ હોય તો આ LLB Course Details in Gujarati એ વિશે આપણે અગાઉ આર્ટિકલ્સ લખેલ છે એ પણ વાંચી લેશો.

આજે અમે તમને આ આર્ટીકલના માધ્યમથી જણાવીશું કે MSW કોર્સ શું છે? MSW કોર્સ કેવી રીતે કરવો? આ કોર્સ કરવા માટેની લાયકાત શું છે? આ બધા જ પ્રશ્નોના જવાબો વિગતવાર જણાવીશું. જો તમે આ કોર્સ કરવા ઈચ્છતા હોય અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હોય તો What is MSW course Details in Gujarati લેખ તમને મદદરૂપ થઈ શકે છે.

What is MSW course Details in Gujarati । MSW Course Full Information in Gujarati | What is MSW Degree

  • આ કોર્સ હેઠળ તમને સમાજ કલ્યાણકારી પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી શીખવવામાં આવે છે. કેવી રીતે સમાજની દુષ્ટતાઓને દૂર કરી શકાય. લોકોમાં જાગૃતતા કેવી રીત વધારવી તેમજ લોકો સાથે સંબંધો કેવી રીતે કેળવવા. તમે માનવ કલ્યાણના કાર્યમાં ઉમેરો કરી શકો છો. સૌથી મોટું કાર્ય આપણું માનવ કલ્યાણ છે. તેથી આ ક્ષેત્રમાં પગાર કરતાં પગારની સાથે સાથે તમને સમાજનો સેવા કરવાનો મોકો મળે છે. લોકોને પગભેર કેવી રીતે કરવા. સમાજમાં એક ઉમદા વ્યક્તિ કેવી રીતે બનવુ વગેરે શીખવવામાં આવે છે. આ કોર્સ પુરો થયા બાદ તમને એક ડિગ્રી મળશે. જો તમને પણ સમાજ સેવા કરવામાં રસ છે અથવા સમાજની સેવા કરવા ઈચ્છો છો. તો આ કોર્સ તમારા માટે ખૂબ લાભદાયક બની શકે છે. તો આ આર્ટીકલને પુરો વાંચશો.

MSW Couse kya he | what is a MSW Degree

  • આ એક માસ્ટર ડિગ્રી એટલે કે Post Graduation કોર્સ છે. આ કોર્સમાં સમાજ કલ્યાણ વિષયની માહિતી આપવામાં આવે છે. તેમજ Social Science, Social Works, Social Subject વિષય શીખવવામાં આવે છે. નવી નવી સમસ્યાઓનું સમાધાન સમાજને કેવી રીતે પૂરું પાડવું તે શીખવવામાં આવે છે. સામાજિક સમસ્યાઓને દૂર કેવી રીતે કરવી, સમાજને નવી ટેકનોલોજી સાથે કેવી રીતે સાંકળવી, સમાજને સારા માર્ગે કેવી રીતે આગળ વધારી શકાય, એ તમામ બાબતની આ કોર્સમાં શિક્ષણ આપવામાં આવે છે.
  • મિત્રો અત્યારે દિન-પ્રતિદીન લોકોમાં ડિપ્રેશન (Depression) અને હતાશાનું પ્રમાણ વધી રહયુ છે. અને સમાજમાં આત્મહત્યા કરવાના કેસો પણ વધી રહ્યા છે. પરંતુ મિત્રો કોઈ પણ સમસ્યાનું આખરી સમાધાન આત્મહત્યા ના હોઈ શકે તમે ગમે તેટલા હતાશ હોવ, તો પણ તમારે આત્મહત્યા કરવાની દિશામાં ના વિચારવુ જોઈએ.
  • આમ, આ કોર્સમાં લોકોની સમસ્યાઓનું અભ્યાસ કરી અને આ સમસ્યા ઉદભવવા પાછળ શુ કારણો હોઈ શકે. એના મુળ સુધી કેવી રીતે પહોચવુ એ શીખવવામાં આવે છે. આ કોર્સ કર્યા પછી તમે પણ કોઈ વ્યક્તિની જીંદગી કાઉન્સેલિંગ (પરામર્શ) કરીને બચાવી શકો છો. જો તમને સમાજ સેવામાં રસ હોય તો આ કોર્સ જરૂર કરવો જોઈએ. 
  • આ કોર્સમાં સમાજમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે? પાછળ રહી ગયેલ વર્ગને કેવી રીતે આગળ વધારવો જોઈએ તેમજ વિવિધ સમસ્યાઓમાં ફસાયેલા લોકોને કેવી રીતે છૂટકારો આપવો એ શીખવવામાં આવે છે. આ માટે ઘણા એનજીઓ (NGO) પણ ચાલે છે જે ઘણા લોકોની મદદ કરીને તેમની સમસ્યાઓ દૂર કરે છે.
  • મીત્રો તમને એ પણ જણાવી દઈએ કે NGO નુ full form  શુ છે ? NGO નું પુરૂ નામ Non-governmental organization છે. જો તમે પણ N.G.O ચાલુ કરવા માંગતા હોવ તો ચેરિટી કમિશ્નરશ્રીની કચેરીમાં નોંધણી કરાવીને પોતાનો એન.જી.ઓ ચાલુ કરી શકો છો.

HILIGHTS

કોર્ષનું નામBSW & MSW
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
કોર્ષનો સમયગાળો3 વર્ષ અને 2 વર્ષ
કુલ સેમેસ્ટર6 (છ) અને 4 (ચાર)
એમ.એસ.ડબલ્યુ નું પુરૂ નામMaster of Social Work

Full form of MSW | MSW Full form in English

એમ.એસ.ડબલ્યુનું પુરૂનામ Master of Social Work  થાય છે. જેને ગુજરાતીમાં અર્થે સમાજકાર્યમાં પારંગત એવો થાય છે.

આ કોર્ષમાં શું શીખવવામાં આવે છે?  

આ કોર્ષમાં વિદ્યાર્થીઓને સમાજની નવી સમસ્યાઓને કેવી રીતે ઓળખવી. તદઉપરાંત તે સમસ્યાઓ કેવી રીતે હલ કરવી તેમજ સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે બનાવેલી યોજનાઓને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવી અને લોકોને કેવી રીતે મદદરૂપ થવું. એવી બધી જ બાબતો શીખવવામાં આવે છે.

MSW માટે લાયકાત। MSW Qualifications

હવે સવાલ એ થતો હશે કે આ કોર્ષ કરવા માટે શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે? કે શુ હુ આ કોર્સ કરી શકુ? આ કોર્ષને કરવા માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત શું હોય છે? તો ચાલો મિત્રો જાણી લઇએ એ બાબતે પણ જે નીચે મુજબ છે.

પ્રથમ પગથિયુ

મિત્રો સૌપ્રથમ તમારે ૧૨ મુ ધોરણ પાસ કરવાનું રહેશે.

બીજુ પગથિયુ

ત્યારબાદ તમે કોઈ કોર્સ લઈને ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકો છો. જેવા કે B.A (Bechlor of arts), B.com (Bechlor of Commerce), Bsc (Bechlor of Science)  એવી માન્ય કોલેજમાંથી ડિગ્રી મેળવી શકો છો. અને તમારે એ કોર્ષમાં 50%  થી વધુ ગુણ સાથે પાસ થવું જરૂરી છે. ગ્રેજ્યુએશન તમે કોઈ પણ ફિલ્ડમાંથી પુર્ણ કરીને તમે MSW કોર્સમાં પ્રવેશ લઈ શકો છો.

MSW કોર્સ કેવી રીતે કરવો? । How to do msw course | How to apply msw course | how to do social work course

  • જો તમે 12 માં ધોરણ પછી નક્કી કર્યું છે કે, તમારે આગળનો અભ્યાસ સામાજિક કાર્યના ક્ષેત્રમાં કરવો છે. તો તમારે 12 મું ધોરણ પાસ કરીને તમે બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW) માં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકો છો. જેથી કરીને તમને આગળનો અભ્યાસ MSW માટે સરળતા રહે.
  • ધોરણ 12 (બાર) પાસ કરીને બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW) માં પ્રવેશ લો અને આ સ્નાતક કોર્સ ને પૂરો કરો. આ ત્રણ વર્ષ નો કોર્સ  છે. આ કોર્સમાં મન લગાવીને અભ્યાસ કરો અને સારા માર્ક થી પાસ થાઓ. કારણ કે આ કોર્સમાં ઓછામાં ઓછા 50% માર્ક મેળવવા જરૂરી છે. તો જ આગળના કોર્સમાં તમને પ્રવેશ મળશે. સ્નાતક 50% માર્ક સાથે પાસ કરીને તમે MSW કોર્સમાં પ્રવેશ મેળવી શકો છો. આ માટે ઘણી કોલેજ ભારતમાં તેમજ ગુજરાતમાં છે, તમે અનુકુળ હોય ત્યાંથી કરી શકો છો. પ્રવેશ મેળવ્યા પછી તમારે 2 વર્ષનો અભ્યાસ કરવાનો રહેશે, આ કોર્સ પૂર્ણ થયા પછી તમને એક Degree Certificate મળશે, જેના આધારે તમે નોકરી મેળવી શકો છો.

MSW Course Duration

એમ.એસ.ડબલ્યુ કોર્સનો સમયગાળો 2 વર્ષનો હોય છે. જેમાં કુલ 04 સેમેસ્ટર હોય છે.

MSW કોર્સ કર્યા પછી નોકરીની તકો | after msw job opportunities

  • આ કોર્સ કર્યા પછી તમને ખૂબ જ સારા ક્ષેત્રોમાં સારી સારી નોકરી મળી શકે છે. જેવા કે આ કોર્સ કર્યા પછી તમે વિવિધ પ્રકારની એન.જી.ઓ અને સરકારના વિવિધ વિભાગો જેવા કે સમાજ સુરક્ષા વિભાગ (social defence department), મહિલા અને બાળ વિકાસ વિભાગ (woman and child development department), સમાજ કલ્યાણ વિભાગ (social welfare department) વગેરે વિભાગોમાં કામ કરી શકો છો. અને આ વિભાગોમાં સરકારી નોકરી માટેની પણ અનેક જગ્યાઓ આવતી હોય છે. જેમાં તમે ફોર્મ ભરીને એકદમ ઓછી સ્પર્ધામાં સરકારી નોકરી મેળવી શકો છો. આ કોર્સ કર્યા પછી, તમે ઘણી નોકરીઓ મેળવી શકો છો. વિવિધ સામાજિક કલ્યાણ જૂથો સાથે જોડાણ કરીને ત્યાં કામ કરી શકો છો.  
  • તમે નીચે મુજબની આંતરરાષ્ટ્રીય એનજીઓ જૂથોમાં જોડાઈને વિવિધ હોદ્દા પર કામ કરી શકો છો.
  • (1) યુનિસેફ (Unicef full form United Nations Children’s Fund).
  • (2) યુનેસ્કો (Unesco full form United Nations Educational, Scientific and Cultural Organization).
  • (3) ડબ્લ્યુએચઓ (WHO full form world health organization)
  • દરેક ક્ષેત્રમાં એક દબાયેલો સમુદાય છે અથવા તો જરૂરિયાત મંદ લોકો છે જેના સુધી સરકારશ્રીના લાભો નથી પહોચી શક્યા જેના માટે તમે તેઓના અધિકારો માટે લડી શકો છો. આમ તમને પણ સમાજ સેવા કરવામાં રસ હોય તો આ કોર્સ તમારે કરવો જ જોઈએ. અને દરેક રાજનેતાઓ માટે પણ આ કોર્સ ફરજિયાત હોવો જોઈએ.

Top MSW College in Gujarat

ક્રમકોલેજનું નામ
1 GUJARAT UNIVERSITY
2 Veer Narmad South Gujarat University

MSW Course Details in Gujarati

સારાંશ

હું આશા રાખું છું કે, આ લેખ What is MSW Course Details in Gujarati વાંચી અને તમને ગમી હશે. આ કોર્સને લગતા તમામ મહત્વના વિષયો વિશે સારી માહિતી મળી હશે. જો તમારા મનમાં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો અમારો આર્ટિકલ શેર કરો. જો તમે અમારા લેખ સંબંધિત કોઈ અભિપ્રાય આપવા માંગતા હોવ તો અથવા તો અમારી કોઈ ભુલ રહી ગઈ હોય અથવા તો કઈ તમારો સુચન હોય તો તમે અમને Comment Box માં કોમેન્ટ કરીને જણાવશો. સમાજ સેવકને સમાજમાં ઘણું સન્માન મળે છે, તે પોતાનું કામ પોતાના માટે નહીં પરંતુ સમાજના કલ્યાણ માટે કરે છે, એટલે જ આજે આ ક્ષેત્રમાં યુવાનોની રુચી ઘણી વધી રહી છે જો તમને પણ આ ક્ષેત્રમાં રસ હોય તો તમે પણ પગાર સાથે સમાજ ક્લ્યાણમાં આહુતી આપી શકો છો.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

2. એમ.એસ.ડબલ્યુ કેટલા વર્ષનો કોર્સ હોય છે?

જવાબ: એમ.એસ.ડબલ્યુ કોર્સ નો સમયગાળો 2 વર્ષ હોય છે.

1. એમ.એસ.ડબલ્યુ નું પૂરુ નામ?

જવાબ: Master of Social Work  માસ્ટર ઓફ સોશિયલ વર્ક  જયારે ગુજરાતીમાં સમાજકાર્યમાં પારંગત એવો થાય છે.

૩. એમ.એસ.ડબલ્યુ કોર્ષમાં કુલ કેટલા સેમેસ્ટર હોય છે?

જવાબ: આ કોર્ષમાં કુલ 4 સેમેસ્ટર હોય છે.

4. આ કોર્ષ કોણ કરી શકે છે?

જવાબ: આ કોર્ષ કોઈ પણ ફિલ્ડમાંથી થયેલ સ્નાતક કરી શકે છે, જયારે 12 પાસ પણ બી.એસ.ડબલ્યુ કોર્સ પુર્ણ કરીને કરી શકે છે.

5. આ કોર્ષ કરવા માટેની ફીસ કેટલી હોય છે?

જવાબ: આ કોર્ષ કરવા માટેની ફીસ દરેક કોલેજમાં અલગ અલગ હોય છે. જે સમયાંતરે બદલાતી રહે છે. પરંતુ પ્રાઈવેટ કોલેજની સરખામણીમાં ગર્વમેન્ટ કોલેજની ફીસ ઓછી હોય છે.

6. NGO નું પુરૂનામ શું છે?

જવાબ: એન.જી.ઓનું પુરૂ નામ Non-governmental organization છે.

1 thought on “What is MSW Course Details in Gujarati | જાણો કેવી રીતે કરી શકાય આ કોર્સ?”

Leave a Comment