Neem karoli baba Full Information in Gujarati । નીમ કરોલી બાબા જીવન પરિચય | જાણો નીમ કરોલી બાબા વિશેની સંપૂર્ણ માહિતી

મિત્રો આપણો દેશ વિવિધતા તેમજ રહસ્યોથી ભરેલો છે. ભુતકાળમાં અનેક મહાન યુગ પુરુષો આપણા દેશમાં જન્મી ચુકયા છે. આપણે આજે આ લેખમાં એવાજ મહાન બાબા નીમ કરોલી બાબા વિશે વાત કરવાના છીએ. જેમને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, એપ્પલના સ્થાપક સ્ટીફન જોબ્સ તેમજ ગુગલના સ્થાપક લેરીપેજ અને હોલીભુડ અભિનેત્ર જુલિયા રોબર્ટ્સ પણ આ બાબાને આધ્યાત્મિક ગુરૂ માને છે. તો મિત્રો Neem karoli baba Full Information in Gujarati લેખને પુરો વાંચશો.

Neem karoli baba Biography in Gujarati | Neem karoli baba Family Information

  • નીમ કરૌલી બાબા, જેને અનુયાયીઓ  ‘મહારાજજી’ તરીકે પણ ઓળખે છે. તેઓ હનુમાનજી મહારાજના ભક્ત હતા. 1960 અને 70 ના દાયકામાં ભારતની યાત્રા કરનારા ઘણા અમેરિકનોના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે તેઓ ભારતની બહાર પણ જાણીતા છે.
  • તેમના આશ્રમો કાંચી નૈનીતાલ, વૃંદાવન, ઋષિકેશ, શિમલા, ફરુખાબાદમાં ખીમસેપુર નજીક છે. તેમજ નીમ કરોલી ગામ, હનુમાનગઢી અને તાઓસ દિલ્હી અને ન્યુ મેક્સિકો યુએસએમાં છે. નીમ કરોલી બાબા ભક્તિ યોગના આજીવન અનુયાયી હતા
  • તેઓ ધાબળામાં લાકડાની બેન્ચ પર બેસી રહેતા. હોલીવુડ અભિનેત્રી (હિરોઈન) જુલિયા રોબર્ટ્સ પણ નીમ કરોલી બાબાથી પ્રભાવિત હતી. જયારે એપ્પ્લના સ્થાપક સ્ટીફન જોબ્સ તેમજ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ પણ તેઓને આધ્યત્મિક ગુરૂ માનતા હતા. તો મિત્રો હવે જાણીએ નીમ કરોલી બાબા વિશે.
  • તેમનો જન્મ 1900 ની આસપાસ ઉત્તર પ્રદેશ રાજયના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુર ગામમાં એક શ્રીમંત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અગિયાર વર્ષની ઉંમરે તેમણે એક બ્રાહ્મણ પરિવારની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા, જે પછી તેમણે સંન્યાસી બનવા માટે ઘર છોડી દીધું હતું.
  • ત્યારબાદ તે તેમના પિતાશ્રીની વિનંતી પર ઘરે પાછા ફર્યા હતા. તેમને બે પુત્રો અને એક પુત્રી હતી. તેમનો મોટો પુત્ર અનેકસિંહ તેમના પરિવાર સાથે ભોપાલમાં રહે છે. અને તેમનો નાનો પુત્ર ધરમનારાયણ શર્મા વન વિભાગમાં રેન્જર તરીકે ફરજ બજાવતા હતા.
  • નીમ કરૌલી બાબા, જેને અનુયાયીઓ  ‘મહારાજજી’ તરીકે પણ ઓળખે છે. તેઓ હનુમાનજી મહારાજના ભક્ત હતા. 1960 અને 70 ના દાયકામાં ભારતની યાત્રા કરનારા ઘણા અમેરિકનોના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે તેઓ ભારતની બહાર પણ જાણીતા છે.

Story of Neem karoli baba | Neem karoli baba Chamatkar in Gujarati | Neem karoli baba Story of Train

  • નીમ કરોલી બાબા કે જેઓ તે સમયે બાબા લક્ષ્મણ દાસ તરીકે જાણીતા હતા. તેમણે 1958માં પોતાનું ઘર છોડી દીધું હતું.
  • રિચર્ડ એલપર્ટ (રામદાસ) એ નીમ કરોલી બાબાના ચમત્કારો પર ‘મિરેકલ ઓફ લવ’ નામનું પુસ્તક લખ્યું છે. તે પૈકીના અમુક ચમત્કારો વિશે જાણીએ.

HILIGHTS

આર્ટિકલનું નામNeem karoli baba Full Information in Gujarati
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
નીમ કરોલી બાબાનો જન્મજન્મ 1900 ની આસપાસ
નીમ કરોલી બાબા બ્રહ્મલીન કયારે થયા11 સપ્ટેમ્બર 1973
નીમ કરોલી બાબાનું બાળપણનું નામલક્ષ્મણદાસ

Neem Karoli Baba train Story in gujarati

જેમાં શિષ્ય રામ દાસ એક વાર્તા કહે છે કે બાબા લક્ષ્મણ દાસ ટિકિટ વિના ફર્સ્ટ કલાસ ડબ્બામાં ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ટી.સી દ્વારા ટિકિટ ચેક કરવામાં આવી અને લક્ષ્મણ દાસ પાસે ટિકિટ ના હોવાથી ટ્રેન રોકી અને નીમ કરોલી બાબાને ફર્રુખાબાદ જિલ્લા (યુપી)ના નીમ કરોલી ગામમાં ઉતારી દેવામાં આવ્યા. બાબાને ટ્રેનમાંથી ઉતાર્યા બાદ ટીસીએ ગ્રીન સીગ્નલ આપ્યુ, પરંતુ ટ્રેન શરૂ થઈ નહી. ટ્રેન શરૂ કરવાના ઘણા પ્રયત્નો પછી, ટ્રેનમાં રહેલા મુસાફરોએ ટ્રેન ડ્રાઈવરને લક્ષ્મણ દાસ બાબાને ફરીથી ટ્રેનમાં ચઢવા દેવાનું સૂચન કર્યું. અને ટ્રેન ચાલુ થતી ન હોઈ ટ્રેનના અધિકારીએ બાબાને ટ્રેનમાં ચઢવા વિનંતી કરી. પરંતુ નીમ કરોલી બાબાએ બે શરતો રાખી.

નીમ કરોલી બાબા બે શરતો પર ટ્રેનમાં ચઢવા માટે સંમત થયા. પ્રથમ રેલ્વે કંપનીએ નીમ કરોલી ગામમાં સ્ટેશન બનાવવાનું વચન આપ્યું અને બીજું રેલ્વે વિભાગ હવેથી સાધુઓ સાથે વધુ સારું વર્તન કરશે. અધિકારીઓ સંમત થયા અને નીમ કરોલી બાબા ટ્રેનમાં ચડ્યા. ટ્રેનમાં ચડ્યા પછી તરત જ ટ્રેન ચાલુ થઈ ગઈ.

પરંતુ બાબાએ ટ્રેનને આગળ વધવા માટે આશીર્વાદ ન આપ્યા, ત્યાં સુધી ટ્રેન  આગળ વધી નહી. બાબાએ આશીર્વાદ આપ્યા અને ટ્રેન આગળ વધી. બાદમાં નીમ કરોલી ગામમાં રેલ્વે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. બાબા થોડા સમય માટે નીમ કરોલી ગામમાં રહ્યા અને સ્થાનિક લોકો દ્વારા તેમનું નામ નીમ કરોલી બાબા આપવામાં આવ્યું.

Neem Karoli Baba “Bulletproof Blanket” story

રામદાસ પોતાના પુસ્તકમાં બીજી વાર્તા પણ લખી છે. જેમાં ‘બુલેટપ્રૂફ બ્લેન્કેટ’ નામની ઘટનાનો ઉલ્લેખ છે. બાબાના ઘણા ભક્તો હતા. તેમાંથી એક વૃદ્ધ દંપતી હતું જે ફતેહગઢમાં રહેતું હતું. આ ઘટના 1943ની છે. એક દિવસ અચાનક બાબા તેમના ઘરે પહોંચ્યા અને કહ્યું કે તેઓ અહીં રાત રોકાઈ જશે. બંને યુગલ ખૂબ જ ખુશ હતાં, પરંતુ મહારાજની સેવા કરવા માટે ઘરમાં કશું જ ન હોવાથી તેઓ દુઃખી હતાં. જે પણ ઘરમાં સગવડ હતી એ મુજબ બાબાની સેવા કરેલ. બાબા જમ્યા બાદ ખાટલા પર ધાબળો ઓઢીને સૂઈ ગયા.

બંને વૃદ્ધ દંપતિ પણ સૂઈ ગયા, પરંતુ શું તેઓ સૂએ? મહારાજજી આખી રાત ધાબળો ઓઢીને આમથી તેમ પડખુ ફેરવતા રહ્યા. અને મોટા સંકટમાં હોય એ રીતે અવાજો નિકળતા રહ્યા, તો પછી તેઓ કેવી રીતે સૂઈ શકે? તેઓ ત્યાં બાબાના ખાટલા પાસે બેસી રહ્યા. એવું લાગી રહ્યુ હતું કે કોઈ તેમને મારી રહ્યું છે. પરંતુ તે દંપતિની બાબાને ઉઠાડવાની હીમત ના ચાલી. સવારે બાબાજીએ ઊઠીને એ ચાદર વીંટાળીને એ વૃદ્ધ દંપતીને આપી અને ગંગામાં વહેવડાવવા કહ્યું. તેને ખોલશો નહીં નહીં તો તમે અટવાઈ જશો. જતી વખતે બાબાએ કહ્યું, “ચિંતા ન કર, તારો દીકરો એક મહિનામાં પાછો આવશે”

જ્યારે તેઓ ચાદર લઈને નદી તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓને બહુ વાર ઈચ્છા થઈ કે એકવાર જોઈ લઉ કે ધાબળામાં એવુ તો શુ છે. કેમ કે, ધાંબળો વજનદાર હતો પરંતુ બાબાની આજ્ઞાનું ઉલ્લંઘન ના કર્યુ. તેમને ખ્યાલ આવ્યો કે તેમાં કોઈ લોખંડની વસ્તુ છે, પરંતુ બાબાએ અમારી સામે જ એ ખાલી ચાદર વીંટાળીને અમને આપી દીધી હતી. ઠીક છે, આપણું શું. આપણે બાબાની આજ્ઞાનું પાલન કરવાનું છે. તેઓએ ચાદરને એ જ નદીમાં ફેંકી દીધી.

લગભગ એક મહિના પછી વૃદ્ધ દંપતીનો એકનો એક પુત્ર બર્મા મોરચાથી પાછો ફર્યો. તે બ્રિટીશ આર્મીમાં સૈનિક હતો અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બર્મા ફ્રન્ટ પર પોસ્ટ કરાયો હતો. તેને જોઈને બંને વૃદ્ધ દંપતી ખુશ થઈ ગયા અને તેમણે ઘરે આવીને કોઈ એવી વાત કહી કે કોઈને સમજાયું નહી.

તેણે કહ્યું કે લગભગ એક માસ પહેલા એક દિવસ તે દુશ્મન દળોથી ઘેરાયેલો હતો. આખી રાત ફાયરિંગ થતું રહ્યું. તેના બધા સાથીઓ માર્યા ગયા, પરંતુ તે એકલો બચી ગયો. મને એ નથી ખબર કે હું કેવી રીતે બચી ગયો. તે ગોળીબારમાં તેને એક પણ ગોળી વાગી ન હતી. પરોઢિયે, જ્યારે વધુ પોતાની ટુકડીના સૈનિકો આવ્યા, ત્યારે તેણે પોતાનો જીવ બચાવ્યો. તે જ રાત્રે નીમ કરોલી બાબાજી વૃદ્ધ દંપતીના ઘરે રોકાયા હતા.

આ પછી બાબાએ સમગ્ર ઉત્તર ભારતમાં વ્યાપક પ્રવાસ કર્યો. આ સમય દરમિયાન તેઓ “લક્ષ્મણ દાસ, હાંડી વાલા બાબા અને ટિકોનિયા વાલા બાબા” સહિત ઘણા નામોથી જાણીતા બન્યા. જ્યારે તેમણે ગુજરાતમાં મોરબીના વાવનિયા ગામમાં તપસ્યા અને ધ્યાન કર્યું ત્યારે તેઓ “તલૈયા બાબા” તરીકે ઓળખાયા.

વૃંદાવનમાં સ્થાનિક રહેવાસીઓ તેમને ચમત્કારિક બાબા તરીકે સંબોધતા હતા. તેમના જીવન દરમિયાન કૈંચી અને વૃંદાવન ખાતે બે મુખ્ય આશ્રમો બંધાયા હતા. સમય જતાં તેમના નામે 100 થી વધુ મંદિરો બંધાયા.

રામ દાસ અને લેરી બ્રિલિયન્ટે સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરી. જે બર્કલે, કેલિફોર્નિયા સ્થિત આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા છે. તે અંધત્વને રોકવા અને સારવાર માટે નીમ કરોલી બાબાના ઉપદેશોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છે.


જો તમને કાયદા વિશે જાણવામાં રસ હોય તો આ પણ વાંચો. What is a AFSPA Act. Full Information in Gujarati.


Neem karoli baba Ashram Nainital । Neem karoli baba Temple | કૈંચી ધામ આશ્રમ નૈનીતાલ

વર્ષોથી, નૈનીતાલથી 17 કિમી દૂર નૈનીતાલ-અલમોડા રોડ પર ભવાલી ખાતે સ્થિત કૈંચી મંદિર, સ્થાનિક લોકો તેમજ વિશ્વભરના આધ્યાત્મિક સાધકો અને ભક્તો માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ બની ગયું છે.

દર વર્ષે 15મી જૂને કૈંચી ધામ ભંડારા મંદિરના ઉદ્ઘાટનની યાદમાં કૈંચી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ એક એવો તહેવાર છે જે સામાન્ય રીતે એક લાખથી વધુ ભક્તો આ મેળામાં આવે છે.

કૈંચી ધામ મંદિરનો ઈતિહાસ

કૈંચી ધામ આશ્રમ જ્યાં તેઓ તેમના જીવનના છેલ્લા દાયકામાં રહ્યા હતા.નીમકરૌલી બાબાના બ્રહ્મલિન પછી, તેમના શિષ્યા સિદ્ધિ મા મહારાજના અનુગામી બન્યા. જે બાદ તેમણે પોતે કૈંચી ધામ મંદિર પરિસર (કૈંચી ધામ નૈનીતાલ)ની સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. કહેવાય છે કે બ્રહ્માલિન બનતા પહેલા બાબાએ સિદ્ધિ મા માટે એક પંક્તિ લખી હતી ‘માતા, તમે જ્યાં રહેશો ત્યાં શુભ રહેશે.


NIm karoli baba Kaichidham

સિદ્ધિ માનો જન્મ અલ્મોડામાં થયો હતો. તેને 7 બહેનો હતી. તેણીના લગ્ન નૈનીતાલના રહેવાસી તુલારામ શાહ સાથે થયા હતા. તેમના પતિ નીમ કરૌલી બાબાના પ્રખર ભક્ત હતા, ત્યારબાદ તેઓ પણ બાબાના ભક્ત બની ગયા. પતિના અવસાન બાદ તેણે બાબાની સેવા કરવા ઘર છોડી દીધું.

28 ડિસેમ્બર, 2017 ના રોજ, 92 વર્ષની વયે, સિદ્ધિ માનું નિધન પ્રસાદ ભવન, મલ્લીતાલ, નૈનીતાલના નિવાસસ્થાને થયું.

Neem karoli baba Death | Neem karoli baba Death Reason | Neem karoli baba Abhi Zinda Hai?

11 સપ્ટેમ્બર 1973 ના રોજ વૃંદાવનમાં પોતાનો દેહ છોડ્યો હતો. નીમ કરોલી બાબાની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુનું કારણ ડાયાબિટીક કોમા હોવાનું કહેવાય છે. બાબાના આશ્રમમાં મોટાભાગના અમેરિકનો આવે છે. પહાડી વિસ્તારમાં પાઈન વૃક્ષોની વચ્ચે આશ્રમ આવેલો છે, અહીં 1900 દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. તેમની વચ્ચે હનુમાનજીનું મંદિર પણ છે. બાબા નીમ કરોલી હનુમાનજીના પરમ ભક્ત હતા અને તેમણે દેશભરમાં હનુમાનજીના ઘણા મંદિરો બનાવ્યા હતા.

Miracle of Love Ram dass PDF | Miracle of Love Book kaise Download kare

મિત્રો નિમ કરોલી બાબાના ચમત્કારો વિશે તેમના શિષ્ય રામદાસ દ્વારા મિરાકલ ઓફ લવ નામની બુક લખેલી છે જેની અંદરથી તમે બાબા વિશે વધુ જાણી શકો છો. મિત્રો તમે જો આ બુક PDF સ્વરૂપે મેળવવા માંગતા હોવ તો નીચેની લિંક પર કલિક કરો.

સારાંશ

મિત્રો આજે આપણે આ લેખમાં Neem karoli baba Full Information in Gujarati  માં મેળવી છે. આશા રાખું છુ કે તમને પસંદ આવી હશે. બાબાના ભક્તો સામાન્ય માણસથી માંડીને અબજોપતિ-કરોડપતિ સુધીના છે. બાબાના આ પવિત્ર ધામમાં થઈ રહેલા નવા ચમત્કારો (Neem karoli baba miracles after death) સાંભળીને દુનિયાભરના લોકો અહીં આવે છે.

બાબાના ભક્ત અને જાણીતા લેખક રિચર્ડ આલ્બર્ટે જે પાછળની રામદાસ તરીકે જાણીતા થયા. બાબા પર મિરેકલ ઓફ લવ (Miracle of love ram dass) નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં બાબા નિમ કરોલી બાબાના ચમત્કારોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય હોલિવૂડ એક્ટ્રેસ જુલિયા રોબર્ટ્સ (Neem karoli baba julia Roberts) , એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ (Neem karoli baba steve jobs) અને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ (Neem karoli baba Meet Mark Zuckerberg)  જેવી મોટી વિદેશી હસ્તીઓ બાબાના ભક્ત છે.

FAQ- વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. નીમ કરોલી બાબાનો જન્મ કયારે થયો હતો?

જવાબ: નીમ કરોલી બાબાનો જન્મ 1900 ની આસપાસ થયો હતો.

2. નીમ કરોલી બાબાનું બચપનનું નામ શું હતુ?

જવાબ: નીમ કરોલી બાબાનું બાળપણનું નામ લક્ષ્મણદાસ હતું.

3. નીમ કરોલી બાબા બ્રહમલીન કયારે થયા?

જવાબ: નીમ કરોલી બાબાનું અવસાન 11 સપ્ટેમ્બર 1973 ના રોજ થયો.

4. નીમ કરોલી બાબાના સંતાનોનું નામ શું હતું?

જવાબ. નીમ કરોલી બાબાને બે પુત્રો અને એક પુત્રી હતી.

5. નીમ કરોલી બાબાનું અવસાન કેવી રીતે થયુ?

જવાબ: નીમ કરોલી બાબાનું અવસાન મધુપ્રમેહ કોમાના કારણે થયું હતું.

Leave a Comment