What is horse trading in Indian Politics? । What is the Anti-Defection Law? । પક્ષપલટા વિરોધી કાનૂન શું છે?। જાણો પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓ (Anti–Defection Act) । Horse trading chhu chhe?

કાયદો એ સારા સમાજનો નિર્માણ થાય એ માટે જરૂરી છે. સંસદ દ્વારા આવા કાયદા બનાવવામાં આવતા હોય છે. મિત્રો આપણને અવારનવાર સમાચાર મળતા હોય છે કે ફલોણા ધારાસભ્ય કોંગ્રેસમાથી ભાજપમાં જોડાયા. તો શું કોઈ ધારાસભ્ય પક્ષપલટો કરે છે તો તેના પર શું શું નિયમો લાગુ પડે? તો આપણે આ લેખમાં What is horse trading in Indian Politics? વિશે માહિતી મેળવીશું. અને જો તમને આવા કાયદાઓ વિશે માહિતી મેળવવામાં રસ હોય તો અગાઉ આપણે લેખ લખેલ છે What is the Armed Forces Special Powers Act (AFSPA) law એ પણ વાંચી લેશો અને આ આર્ટિકલને પુરો વાંચશો જેથી તમે વધુ સારી રીતે સમજી શકો.

What is horse trading in Indian Politics? | What are the laws against Anti–Defection Act?

  • હોર્સ ટ્રેડિંગ એટલે જ્યારે કોઈ રાજકીય પાર્ટીને બહુમતી કરતાં ઓછી બેઠકો આવેલી હોય ત્યારે ટેકો આપવા માટે નાણાં અથવા અન્ય કોઈ પ્રલોભન આપી ધારાસભ્ય અથવા નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી દેવા તેને હોર્સ ટ્રેડીંગ કહેવાય છે.
  • ઘણીવાર નજીકની ચૂંટણી અથવા ચૂંટણી હોય ત્યારે રાજકારણીઓ કે જેઓ જાણે છે કે કોઈ અન્ય પાર્ટીનો વ્યક્તિ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે તો તેઓ તેમને સમર્થન મેળવવા માટે નાણાકીય અથવા તો ટિકીટ આપવાના પ્રલોભન આપી લલચાવતા હોય છે. આ કાઆયોજન રાજકીય પક્ષો વચ્ચે બેઠકો, ચર્ચાઓ અને કરારો દ્વારા કરવામાં આવે છે. હોર્સ ટ્રેડિંગ ઘણીવાર ચૂંટણી સમયે જોરદાર વિવાદોનું કારણ બને છે, કારણ કે તેની સીધી અસર ચૂંટણી પર પડે છે
  • દેશમાં અને રાજ્યમાં છેલ્લા થોડાક વર્ષોથી સત્તા અને પૈસા માટે પક્ષ પલટો કરવાની ઘટનાઓ વધી રહી છે એ ખરેખર દુ:ખદ બાબત છે આપણા દેશ માટે અમુક નેતાઓ પોતાના અંગત સ્વાર્થ માટે ચુંટાયેલા ધારાસભ્ય કે સાંસદ તરીકેથી રાજીનામું આપે એવા સમાચાર હવે દિન-પ્રતિદિન વર્તમાનપત્રોમાં આવવા લાગ્યા છે. વારંવાર ચુંટણીના ખર્ચાઓ, રાજકિય અસ્થિરતા અને આચાર સંહિતા તેમજ ચુંટણી કામગિરીના કારણે સરકારી કચેરીઓમાં કામ ખોરંભે ચડી જાય વગેરે તમામ બાબતનો તમાશો પ્રજા લાચાર અને મજબુરી ભરી નજરે જોઈ રહી છે તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ ખરેખર કયારે બંધ થશે અને બંધ ના થાય તો આ માટે કોઈ કાયદો છે કે કેમ? તો એનો જવાબ હા છે મિત્રો આ માટે કાયદો બનેલ છે તો ચલો આ લેખમાં જાણીએ પક્ષ પલટા વિરોધી કાયદો છે છુ? આવો જાણીએ આ વિશે વિગતવાર

Hilights

આર્ટિકલનું નામWhat is horse trading in Indian Politics?
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આ કાયદો કયારે ઘડાયો1985
પક્ષ પલટા વિરોધી જોગવાઈ કઈ અનુસુચિમાં છે.દસમી

What is the Anti-Defection Law?

  • જો કોઈ સાંસદ કે ધારાસભ્ય પક્ષ છોડી દે, સભ્યપદમાંથી રાજીનામું આપે અથવા અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાય અને વર્તમાન પક્ષ વિરુદ્ધ કામ કરે તો પક્ષપ્રમુખ અને ગૃહના વ્હીપની ભલામણ પર અધ્યક્ષ તેમનું સભ્યપદ રદ કરી શકે છે. પરંતુ જો કોઈપણ રાજકીય પક્ષના લોકસભા અથવા વિધાનસભાના બે તૃતીયાંશથી વધુ સભ્યો પક્ષ માંથી રાજીનામું આપે અથવા અલગ જૂથ બનાવે છે તો તેના સભ્યને આ કાયદા હેઠળ રદ કરી શકાય નહી.
  • મિત્રો એ અહીયા નોધવુ રહ્યુ કે, પક્ષપલટા વિરોધી કાયદા અનુસાર, સભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેવાની સત્તા ગૃહના અધ્યક્ષ પાસે છે પરંતુ જો ગૃહના અધ્યક્ષના પક્ષ અંગે કોઈ ફરિયાદ મળે છે તો ગૃહ દ્વારા ચૂંટાયેલા કોઈપણ અન્ય સભ્યને આ સંદર્ભે નિર્ણય લેવાનો અધિકાર છે.
  • ભારતના મુળ બંધારણમાં રાજકીય પક્ષો વિશેની કોઇ જોગવાઇ કરવામાં આવેલ ન હતી તે માટે બંધારણમાં પણ પક્ષપલટા વિરોધી કોઈ જોગવાઈ કરેલ ન હતી.
  • વર્ષ 1967 થી 1971 વચ્ચે 142 જેટલા સાંસદો અને 1900 ધારાસભ્યોએ ચુંટાઇ ગયા પછી પક્ષ બદલ્યો હતો. આ પ્રકારની રાજકીય અસ્થિરતાઓને ધ્યાનમાં લઇને વર્ષ – 1985 માં વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે બંધારણમાં ૫૨ (બાવન) (constitution Amendment 52) મો સુધારો કરી બંધારણમા નવી 10 (દસમી) મી અનુસુચિ જોડવામાં આવી તેમજ કલમ-101, 102, 190 અને 191 માં સુધારો કરવામાં આવ્યો. નવી જોડાયેલ બંધારણની દસમી અનુસુચિને પક્ષપલટા વિરોધી કાયદા તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આપણા બંધારણમાં કુલ 12 અનુસુચિ છે.

What are the provisions of this law? 

  • ભારતના બંધારણની કલમ-102 (2) અને 191 (2) માં પક્ષપલટા વિરોધી બાબતે ચુંટાયેલા પ્રતિનિધિની ગેરલાયકાતો અંગે જોગવાઇ કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
  • જે પાર્ટીની ટિકીટ ઉપરથી ચુંટાયેલો હોય તે રાજ્કીય પક્ષમાંથી તે સ્વેચ્છાએ રાજીનામું આપે તો ધારાસભ્ય/સાંસદ તરીકે ગેરલાયક ઠરશે.
  • ગૃહની બેઠકમાં પોતાની પાર્ટીના આદેશ (વ્હિપ) વિરુદ્ધ મતદાન કરે તો ધારાસભ્ય/સાંસદ તરીકે ગેરલાયક ઠરશે.
  • લોકસભા કે રાજ્યસભા ગૃહમાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવેલા સભ્યો શરૂઆતના છ મહિના સુધી કોઇપણ પાર્ટી સાથે જોડાઈ શકે છે પરંતુ છ મહિના પછી જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો તે સભ્ય તરીકે ગેરલાયક ઠરશે.

રાજકીય પાર્ટીઓના જોડાણ અને વિભાજન થાય તો?

  • ભુતકાળમાં આપણે જોયું છે કે કેટલીય રાજકીય પાર્ટીઓ એકબીજા સાથે જોડાણ કરે અથવા ટેકો જાહેર કરે અથવા મુખ્ય પાર્ટીમાંથી અલગ પડીને પોતાનો નવો પક્ષ બનાવે તેવી ઘટના બને છે તો આવા સમયે જે-તે પાર્ટીમાંથી ચુંટાયેલા જનપ્રતિનિધિ એક પાર્ટીમાંથી બીજી નવી અલગ પાર્ટી બનાવે તો ગેરલાયક ઠરે છે પરંતુ જો 1/3 બહુમતિ દ્વારા બે અલગ અલગ પાર્ટીઓ એક બને તો તેને આ કાયદો લાગુ પડશે નહી.

આ પક્ષ પલટા વિરોધી કાયદાના નબળા પાસાઓ –

મિત્રો કોઈ કાયદો બને છે તો તેના ફાયદા પણ હોય છે અને ગેરફાયદા પણ હોય છે તો જોઈએ કયા કયા ગેરફાયદા છે.

  • પાર્ટીના આદેશ વિરુદ્ધ ન જઈ શકાવાના કારણે ચુંટાયેલાજનપ્રતિનિધિની સ્વતંત્રતતા છીનવાય છે.
  • ભારતના બંધારણ મુજબ ચુંટાયેલા પ્રતિનિધિ ઉપર રાજકીય પાર્ટીઓનો કંટ્રોલની કોઇ જોગવાઈ નથી તે માટે મુળ બંધારણમાં પક્ષ પલટા વિરોધી કોઈ જોગવાઈ ન હતી અને દરેક ચુંટાયેલા પ્રતિનિધીઓ સ્વતંત્ર રીતે કામ કરી શકતા પરંતુ વર્તમાનમાં ચુંટાયેલા સભ્યો રાજકીય પક્ષોના ગુલામ બની રહી જાય છે. કારણ કે ચુંટાયેલા પ્રતિનિધિઓ કોઇપણ મુદ્દે પોતાનું વ્યક્તિગત સ્ટેન્ડ લઈ શકતા નથી અને પોતાના પક્ષની હા મા હા મીલાવી પડે છે અને જો વિરોધમાં જાય તો સભ્ય પદ રદ થઈ શકે.
  • આ કાયદા મુજબ નોમિનેટેડ સભ્યો (Nominated Member) અને ચુંટાયેલા સભ્યો (Elected members) વચ્ચે ભેદભાવ ભરી જોગવાઈ છે, નોમિનેટેડ સભ્ય ગૃહના સદસ્ય બન્યા પછી શરૂઆતના છ મહિનામાં કોઇપણ પાર્ટી સાથે જોડાઇ શકે છે જ્યારે ચુંટાયેલો સભ્ય ચુંટાયા પહેલા અથવા ટર્મ પુરી થયા પહેલા અન્ય પાર્ટીમાં જોડાઇ શકતો નથી.

પક્ષપલટા કાયદામા જરૂરી સુધારાઓ કરવાની જરુરિયાત છે ?

  • સૌપ્રથમ તો રાજકીય પાર્ટીના આદેશોની સત્તા ઘટાડવી જોઇયે અને ચુંટાયેલા સભ્યો પોતાનો સ્વતંત્ર અને અલગ અભિપ્રાય મુજબ મત આપવાની  છુટ આપવી જોઇયે જેથી તે સ્વતંત્ર રીતે પોતાના વિસ્તારનું નેતૃત્વ કરી શકશે અને પાર્ટીના અમુક ખોટો નિર્ણય હશે તો એનો વિરોધ કરી શકશે જેના કારણે આમ નાગરિકોને ફાયદો થશે અને એકહથ્થુ શાસન નહી ચાલે.
  • ચુંટાયેલ પ્રતિનિધિએ પક્ષ છોડતા પહેલા અથવા પોતાનો હોદ્દો છોડતા પહેલા નોટીસ પિરિયડ હોવો જોઈએ.
  • સત્તા માટે અથવા ગેરવ્યાજબી કારણોસર પોતાનો હોદ્દો અથવા પક્ષ છોડતા નેતાઓને ચુંટણી લડવા ઉપર આજીવન પ્રતિબંધની જોગવાઇ હોવી જોઇએ.

FAQ | વારંવાર પુછાતા પ્રશ્નો

1.       પક્ષ પલટા વિરોધી કાનુન કયારે ઘડાયો?

જવાબ: પક્ષ પલટા વિરોધી કાનુન 1985 માં ઘડાયો.

2.       પક્ષ પલટા વિરોધી કાનુન કયા વડાપ્રધાનના સમયમાં અમલી બન્યો?

જવાબ: રાજીવ ગાંધી

3. આપણા બંધારણમાં કુલ કેટલી અનૂસુચિઓ છે?

જવાબ: 12

4.       કયાં બંધારણીય સુધારાથી પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી?

જવાબ: બાવનમો

નિષ્કર્ષ

મિત્રો આપણે આજે આ લેખના માધ્યમથી What is horse trading in Indian Politics? વિશે માહિતી મેળવી. જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો અને તમારો કિમતી અભિપ્રાય પણ આપશો અને આ કાયદા વિશે તમે કોઈ જ અન્ય માહિતી જાણતા હોવ તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો જેથી અન્ય મિત્રો પણ માહિતગાર થઈ શકે.

Leave a Comment