Cyclone Biporjoy | Cyclone Biparjoy Live | વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે? । લેન્ડફોલ એટલે શું? । વાવાઝોડાનું નામ રાખવા પાછળનું કારણ શું છે? । બિપોરજોયનું લાઈવ લોકેશન કેવે રીતે ટ્રેક કરી શકાય?

ભારતમાં દર વર્ષે હવે એક વાવાઝોડું દસ્તક દઈ રહ્યું છે સમુદ્ર માર્ગે ઉદ્દભવી ભારતમાં કે ગુજરાતનાં દરિયાકિનારા વિસ્તારમાં લેન્ડફોલ થતું હોય છે. જોકે અમુક વાવાઝોડા ખુબ વધારે તબાહી મચાવે છે તો અમુક ભારે પવન અને વરસાદ આપી વહી જાય છે. વાવાઝોડાના જે નામ રાખવામાં આવે છે તે પણ  રસપ્રદ હોય છે. કદાચ ખૂબ ઓછા લોકો જ જાણતા હશે કે ચક્રવાતના નામ સમજૂતી કરાર હેઠળ રાખવામાં આવે છે. તો આપણે આ લેખની મદદથી સમજીશું કે વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે. નામ રાખવા પાછળનું કારણ શું છે? ચક્રવાતને નામ આપવાની શરૂઆત કયારથી થઈ. તો આ Cyclone Biporjoy લેખને પુરો વાંચશો.

અમેરિકા દર વર્ષે ચક્રવાતના 21 નામની યાદી તૈયાર કરે છે.

નામ આપવાની શરૂઆત 1953 માં સંધિ દ્વારા એટલાન્ટિક ક્ષેત્રમાં થઈ હતી. એટલાન્ટિક ક્ષેત્રમાં વાવાઝોડા અને ચક્રવાતના નામ પાડવાની પરંપરા 1953 થી ચાલુ છે. જયારે ભારતમાં ચક્રવાતી તોફાનોને નામ આપવાની શરુઆત 2000 માં થઈ.

વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને એશિયા અને પેસિફિક માટે યુનાઇટેડ નેશનલ ઇકોનોમિક્સ અને સોશિયલ કમિશન દ્વારા શરૂ કરવામાં આવ્યું. વાવાઝોડાને નામ આપવાનું કામ ભારતમાં મોસમ વિભાગ કરે છે. ભારતે આજદિન સુધી અગ્નિ, વીજળી, મેઘ સાગર અને આકાશ જેવા નામો આપ્યા છે. જયારે પાકિસ્તાને નીલોફર, બુલબુલ અને તિતલી જેવા નામો આપ્યા છે. ઉષ્ણ કટિબંધીય ચક્રવાતના વિસ્તારોના આધારે નામકરણ કરવા માટે ચોક્કસ પદ્ધતિ બનાવવામાં આવેલ છે. અમેરિકા દ્વારા સ્ત્રીઓના નામ જેવાકે કેટરીના, ઇરમાં જેવા નામ રખાતા હતા પરંતુ 1979 પછી એક પુરુષ અને એક સ્ત્રીનું નામ રાખવાની શરૂઆત થઈ. Odd-Even પ્રથા મુજબ નામ રાખવામાં આવે છે.

ચક્રવાતનું ચોક્કસ નામ રાખવા પાછળનું આ છે કારણ

Hilights

લેખનું નામCyclone Biporjoy
લેખની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
Meaning of Biporjoyઆપદા
How To track BiporjoyClick Here
લેન્ડફોલ એટલે શું? જમીનને સ્પર્શ કરવું.

ચક્રવાતને ચોક્કસ નામ એ માટે આપવામાં આવે છે કે, આગાહી અને ચેતવણી આપનાર હવામાન વિભાગ સામાન્ય લોકોને વાવાઝોડાની જાણકારી આપી શકે. ચક્રવાત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે અને તેની ગતિ કેટલી છે લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવું વગેરે માહિતી આપી શકાય. જો કોઈ નામ આપવામાં ન આવે તો લોકો તે જાણી શકે નહી. જેના કારણે ચક્રવાતના નામ સાથે આગાહી કરવામાં આવે છે. જેને લઇ સામાન્ય લોકો પણ સમજી શકે. ગુજરાતમાં આવેલા તાઉ-તે જે લક્ષદ્રીપ પાસેથી ઉદભવ્યું હતું. જે ચક્રવાતે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદ સાથે નુકસાન કર્યું હતુ. અરબી સમુદ્રમાંથી 2021 માં ઉદ્દભવેલ વાવાઝોડું 17 મેની મધ્ય રાત્રે ગુજરાતના દરિયા કાંઠે લેન્ડફોલ થયું હતું.

6 ઓકટોબર 2018ના રોજ તિતલી નામના વાવાઝોડાના કારણે ઓડિશામાં 77 અને આંધ્રપ્રદેશમાં 8 લોકો મોતને ભેટ્યા હતા.

10 નવેમ્બરના રોજ ગાજા વાવાઝોડાના કારણે 53 લોકોના મોત થયાં હતા.

ચક્રવાત ફેથાઇએ 13 ડિસેમ્બરના રોજ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારોમાં અતિ ભારે નુકસાન કર્યુ હતું.

બિપોરજોય વાવાઝોડાનો અર્થ શું થાય?

બિપોરજોયનો અર્થ  ડિઝાસ્ટર એટલે કે આપદા થાય છે. આ બિપોરજોય નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં  આવ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી ઉદભવતા વાવાઝોડાના નામ વારાફરતી આ વિસ્તારના દેશો દ્વારા વારાફરતી આપવામાં આવે છે. જે પહેલાથી જ નક્કી કરવામાં આવેલ હોય છે.


આ પણ વાંચો: આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) કાયદો શું છે? – જાણો આ વિશે સંપૂર્ણ માહિતી. કલિક કરો.


ચક્રવાતને નામ આપવાની શરુઆત ક્યારથી થઈ?

ભારત તેમજ પાડોશી દેશોએ વર્ષ 2000 થી વાવાઝોડાનું નામ રાખવાનું ચાલું કરેલ. આ દેશોમાં ભારત, ઓમાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશોએ તોફાનના નામ આપવા માટે એક યાદી બનાવી રાખેલ છે.

આ 13 દેશ પોતાના વારા મુજબ નામ નક્કી કરે છે.

એન્ટાલિટિક ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાનું નામ આપવાની પ્રથા 1953 થી શરૂ થઈ. જયારે હિન્દ મહાસાગર વિસ્તારમાં નામ આપવાની શરૂઆત 2014 થી થઈ.

હિન્દ મહાસાગર ક્ષેત્રના આઠ દેશોમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ઈરાન, કતાર, સાઉદી આરબ, UAE અને યમનનો સમાવેશ 2019 થી કરવામાં આવેલ છે.

જ્યારે પણ કોઈ ચક્રવાત આવવાની શક્યતા બને છે ત્યારે આ 13 દેશ વારાફરતી તેના નામ પાડે છે. જેમકે 2017 માં આવેલા ઓખી વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે આપ્યું હતું. સોમાલિયામાં જે ચક્રવાત આવ્યું હતું તેનું નામ ભારતે ગતિ નક્કી કર્યું હતું. વર્ષ 2023 માં આવેલા વાવાઝોડાનું નામ બિપોરજોય બાંગ્લાદેશે નક્કી કર્યું છે.

આગામી આવનાર 25 વર્ષ માટે પહેલેથી જ ચક્રવાતના નામ નક્કી છે.

આગામી 25 વર્ષો સુધી આ દેશોએ ચક્રવાત વાવાઝોડાને લઈને નામ નક્કી કરી રાખેલ છે. જેમાં ભારત દ્વારા નકકી કરવામાં આવેલ નામ તેજ, મુરાસુ, આગ, નીર, પ્રભંજન ધુરની, અંબુલ જલાધિ અને વેગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે બાંગ્લાદેશ દ્વારા અર્નબ, કતરે શાહીન તેમજ બહાર નામ નક્કી કરવામાં આવેલ છે. જયારે પાકિસ્તાન દ્વારા લુલુ અને મ્યાનમાર દ્વારા પિન્કુ નામ નક્કી કરવામાં આવેલ છે.

નામ રાખવા માટે શું છે નિયમ?

એક વખત કોઈ નામનો પ્રયોગ થયા બાદ તેને ફરી વખત એજ નામ ન રાખી શકાય.

ચક્રવાતના નામમાં વધુમાં વધુ આઠ અક્ષર રાખી શકાય. રાખવામાં આવેલ નામ કોઈ પણ સભ્ય દેશ માટે અપમાનજનક ન હોવું જોઈએ કે પ્રજાના કોઈ પણ સમૂહની ભાવનાઓને ઠેસ ન પહોંચે એવું હોવું જોઈએ. નામ સામાન્ય જનને સરળતાથી યાદ રહી જાય તેવું હોવું જોઈએ.

વાવાઝોડાનું લાઈવ લોકેશન કેવી રીતે જાણી શકાય?

મિત્રો દિન-પ્રતિદિન ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે. હવે સ્રળતાથી સામાન્ય જન પણ ચક્રવાતનું લાઈવ લોકેશન ચકાસી શકે છે.

લાઈવ લોકેશન ચકાસવા માટે સૌ પ્રથમ Google માં જઈ Windy ટાઈપ કરવાનું રહેશે.

લાઈવ લોકોશન ટ્રેક કરવા માટે અહીં કલિક કરો.

નિષ્કર્ષ

મિત્રો આ Cyclone Biporjoy લેખથી આપણે વાવાઝોડાના નામ શા માટે આપવામાં આવે છે? કયાં કયાં નિયમો છે? કોણ આપે છે નામ? વગેરે માહિતી મેળવી. આશા રાખું કે તમને અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવીહોય તો અન્ય લોકો સાથે પણ આ માહિતી શેર કરશો જેથી તેઓ પણ જાણી શકે.

વારંવાર પુછાતા પ્રશ્નો

1. બીપોરજોય વાવાઝોડાનું નામ કયાં દેશ દ્વારા આપવામાં આવ્યું?

જવાબ: બિપોરજોય નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું.

2. ચક્રવાતનું નામ વધુમાં વધું કેટલા આંકડાનો રાખી શકાય?

જવાબ: ચક્રવાતનું નામ વધુમાં વધુ આઠ અક્ષરનું રાખી શકાય.

3. ચક્રવાતના નામ આપવાની શરૂઆત કયારથી થઈ?

જવાબ: ચક્રવાતને નામ આપવાની શરૂઆત 1953 થી થઈ.

Leave a Comment