How is social media Account Hacked? Learn Ways to Avoid It? | કઈ રીતે સોશિયલ મીડિયામાં તમારું એકાઉન્ટને હેક થતા બચાવી શકાય છે.
ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેની સામે ડિજિટલ ગુનાઓ પણ વધી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થવું એ એક સાધારણ ઘટના બની ગઈ છે અને અવારનવાર એવું આપણે સાંભળતા પણ હોઈએ છીએ કે ફલાણાનું એકાઉન્ટ હેક થયુ. કદાચ મિત્રો કયારેક તમારું એકાઉન્ટ પણ હેક થયું હશે. આજકાલ હેકર્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે એકવાર નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ પણ હેક કરી દીધેલું. જયારે ભુતકાળમાં ઓબામા, જો બાઈડેન, એલોન મસ્ક અને બિલ ગેટ્સના ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ચુક્યા છે. આમ, આ આ હેકર્સથી કોઈ બચી શકતું નથી. મિત્રો જો તમને આવી જ અવનવી માહિતી મેળવવી ગમતી હોય તો અમોએ અગાઉ આ વેબસાઈટ પર What is NATO Full Information in Gujarati? પર લેખ લખેલ છે એ પણ વાંચી લેશો.
આ મોટા વ્યક્તિઓના એકાઉન્ટ હેક થઈ શકતા હોય તો આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક થઈ શકે છે. ટુ સ્ટેપ વેરિફિકેશન, ઓ.ટી.પી લોગઈન સહિતની સિક્યોરિટી (પ્રાઈવેસી) હોવા છતાં કેવી રીતે અકાઉન્ટ હેક થઈ જાય છે? તો ચાલો મિત્રો જાણીએ.
Hilights
આર્ટિકલ્સનું નામ | How Is social media Account Hacked? Learn Ways to Avoid It? |
આર્ટિકલ્સની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
How hackers hack your social media account | Twitter, Facebook, LinkedIn etc.… |
How hackers hack your social media account | હેકર્સ કેવી રીતે અકાઉન્ટ હેક કરે છે?
એક્સપર્ટના જણાવ્યાનુસાર, હેકર્સ સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરવા માટે નીચે મુજબની યુઝર્સની 2 (બે) ભુલોનો ફાયદો ઉઠાવે છે. એ ભુલો મિત્રો તમે તો નથી કરી રહ્યા ને તો ચલો જાણીએ એવી તો કઈ 2 ભુલ છે.
1. પ્રથમ ટેક્નિકલ ફ્લોઝ । Technical Flaws
સોશિયલ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ જેવા કે ટ્વિટર, ફેસબુક, ટેલિગ્રામ અને લિંક્ડઈન પ્લેટફોર્મનો ઉપયોગ લોકો સાથે કનેક્ટ રહેવા માટે કરવામાં આવે છે. જો સોશિયલ મીડિયાની એપ્લિકેશનમાં કોઈ પણ પ્રકારનો લૂપહોલ (છટકબારી) હોય તો આ જ ટેક્નિકલ ખામીઓનો ફાયદો હેકર્સ ઉઠાવે છે. જો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પુરી પાડતી કંપનીઓ પાસે પણ સારી ટેક્નિકલ ટીમ હોય છે. તેમ છતાં કયારેક હેકર્સ ટેક્નિકલ લૂપહોલ શોધી લેતા હોય છે. અને અકાઉન્ટ હેક કરી દેતા હોય છે.
2. ફિશિંગ ટ્રેપ । Phishing Trap
નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, હેકર્સ કોલ યા મેસેજ કરીને તમારી પાસેથી ઘોસ્ટ લિંક શેર કરાવે છે. જેવી તમે આ લિંક પર ક્લિક કરશો એટલે તમે ફેસબુક, ટ્વિટર જેવી દેખાતી વેબસાઇટ પર જતા રહેશો. તેની પર લિંક મોકલનાર તમને તે લોગઇન કરવાનું કહેશે. જો તમે લોગઇન કરી નાખશો તો હેકર્સ અકાઉન્ટનો ID અને પાસવર્ડ ચોરી લેશે અને તે સરળતાથી તમારું અકાઉન્ટ હેક કરી શકે છે. ઘણીવાર ગોપનીયતા (Privacy) સેટિંગ બદલવાના નામ પર પણ હેકર્સ OTP માંગે છે અને જો તમે તેમની વાતમાં આવીને ઓ.ટી.પી આપી દો છો તો તમારૂ અકાઉન્ટ હેક થઈ શકે છે.
How to check my Account Hacked or Not | તમારું અકાઉન્ટ હેક થયું છે કે કેમ એ કેવી રીતે જાણવું?
મિત્રો તમારુ અકાઉન્ટ હેક થયું છે કે કેમ? એ તમે અમુક સ્ટેપ ફોલો કરીને જાણી શકો છો. જે સ્ટેપ નીચે મુજબ છે.
How to check my Twitter Account Hacked or Not | ટવિટરનું અકાઉન્ટ હેક થયું છે કે કેમ? એ કેવી રીતે જાણી શકાય?
સૌ પ્રથમ Twitter એપ ચાલુ કરો.
1: સૌ પ્રથમ Setting and privacy પર જાઓ.
2: Privacy and safety પર ક્લિક કરો.
3: See your Twitter data પર કલિક કરો.
4: Account History and Apps & Devise પર જાઓ.
આમ, આટલા થોડા સ્ટેપથી તમારુ ટવિટર અકાઉન્ટ હેક થયું છે કેમ? એ જાણી શકો છો.
How to check my Facebook Account Hacked or Not | ફેસબુકનું અકાઉન્ટ હેક થયું છે કે કેમ? એ કેવી રીતે જાણી શકાય?
1: Facebook Setting પર જાઓ.
2: Security and login પર ક્લિક કરો.
3: Where you’re logged in પર ક્લિક કરો.
આમ, આટલા થોડા સ્ટેપથી તમારુ Facebook અકાઉન્ટ હેક થયું છે કેમ? એ જાણી શકો છો.
How to check my Account Hacked or Not | સોશિયલ મિડીયા અકાઉન્ટ હેક થયું છે એ કેવી રીતે ખબર પડે?
મિત્રો તમારા સોશિયલ મિડીયા અકાઉન્ટ પર નીચે મુજબની અમુક Activity જાણવા મળે તો તમારું અકાઉન્ટ હેક થયું હોવુ જોઈએ. કઈ કઈ Activity જોવા મળે તો ચેતી જવું જોઈએ તો ચલો મિત્રો જાણીએ.
1 તમારી જાણ બહાર તમારી પ્રોફાઈલ્સમાંથી ફ્રેન્ડ્સ બ્લોક, અનફ્રેન્ડ,ફોલો, અનફોલો થવા પર.
2 તમારા સોશિયલ મિડીયા અકાઉન્ટ તમે નથી કરી એવી પોસ્ટ તમારા પોસ્ટ પર જોવા મળે.
3 તમારી પ્રોફાઈલ્સમાંથી તમારી જાણ વગર તમારા મિત્રોને અથવા અન્યને મેસેજ સેન્ડ થવો
4 તમારું અકાઉન્ટ યુઝર અને પાસવર્ડ બરાબર હોવા છતાં લોગઈન ન કરી શકાય.
5.તમારી પ્રોફાઈલ્સ પર તમને નવી ગેમ અને એપનાં નોટિફેકશન મળવાં લાગવાં કે જેના વિશે તમે કયારેય સર્ચ પણ નથી કર્યું.
How to protect your account from hackers | How to safe from hacker’s wiki how | તમે તમારા સોશિયલ મિડીયા અકાઉન્ટને કેવી રીતે હેકર્સના શિકારથી બચાવી શકો.
નિષ્ણાંત (Expert) હેકિંગથી બચવા માટે યુઝર્સને જાગૃત રહેવાની સલાહ આપે છે. તેમજ તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટની માહિતી કોઈની સાથે શેર ના કરશો. ફિશિંગ લિંક એટલે કે અજાણી લિંક પર ક્લિક ના કરવી. તેમજ તમારા દ્વારા તમારા મોબાઈલમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી એપલિકેશન હંમેશાં અપડેટ રાખો.
Conclusion | નિષ્કર્ષ
મિત્રો આપણે How is social media Account Hacked? લેખમાં તમારું સોશિયલ મિડીયા અકાઉન્ટ કેવી રીતે હેક થઈ શકે છે? તમારું અકાઉન્ટ હેક થયું છે કે કેમ? એ કેવી રીતે ચકાસી શકાય વગેરે માહિતી મેળવી. મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હશે. Todayinformer ના પ્લેટફોર્મ પરથી તમને એક જ સલાહ આપીશું કે જો કોઈ અજાણ્યા નંબર પરથી તમારા પર કોલ આવે અને તમારી પાસે OTP માગે તો કયારેય આપશો નહી. ઘોસ્ટ લિંક પર ક્લિક કરતા ધ્યાન રાખો. એ જ લિંક પર ક્લિક કરો જે ભરોષાપાત્ર હોય. આમ, તમે અમુક પ્રકારની સાવધાની રાખીને સોશિયલ મીડિયામાં તમારું એકાઉન્ટને હેક થતા બચાવી શકો છો. અને મિત્રો જો સોશિયલ મિડીયાના માધ્યમથી તમારી સાથે છેતરપિંડી થાય તો તમે ઓનલાઈન Cyber Crime Portal પરથી ફરિયાદ પણ કરી શકો છો.