What after 10 and 12? | A Solution to Headache Problem ‘Career Selection’ | માથાના દુખાવા સમાન સવાલ ‘કારકિર્દી સિલેક્શન’નું સોલ્યુશન

વિદ્યાર્થીઓ પોતાના રસ અને આત્માના અવાજને દબાવીને, લઘુતાગ્રંથિને છુપાવીને, બીજાથી દોરવાઈને પોતાના કારકિર્દીની પસંદ કરતા હોય છે. જેના કારણે આખી જિંદગી અફસોસ માથા પર ઝળુંબતો રહે છે. આવું તમારી સાથે ન બને, તે માટે શું ધ્યાનમાં રાખવું? એ આપણે આ What after 10 and 12? લેખના માધ્યમથી વન બાય વન સમજીએ. અગાઉ આપણે ધોરણ 12 પછી કયાં કયાં કોર્સ કરી શકાય એ બાબતે લેખ Career after 12th in Gujarati લખેલ છે એ પણ વાંચી લેશો.

ફિલ્ડની પસંદગી કેવી રીતે કરવી?

કારકિર્દી પસંદગી એ સફળ ભવિષ્યનો પાયો ગણાય છે. કારકિર્દીની શરૂઆતની કરવામાં આવેલી પસંદગી પર કારકિર્દીનો આધાર રહેલો છે. તમે અત્યારે જે દિશામાં કારકિર્દી પસંદ કરશો ભવિષ્યમાં તમારે એ જ કામ કરવાનું થશે. કોઈ પણ ક્ષેત્ર પસંદ કરતાં પહેલાં પોતાની જાતને થોડા પ્રશ્નો પુછી લેવા જોઈએ. જેમ કે કયું કામ કરવું તમને વધારે ગમે છે? કયા વિષયમાં તમને વધારે રસ રુચિ છે? કેમકે, કોઈ કોર્સ કર્યા બાદ જો એ વિષયમાં તમને રુચિ નહીં હોય તો તમને કામમાં મન નહિ લાગે અને સતત લઘુતાગ્રંથિથી પિડાતા રહેશો. કોઈ પણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા પહેલા તમારુ પરિણામ જુઓ તેમજ તમે જેમને માર્ગદર્શક માનતા હોવ એવા તમારા શિક્ષકોને મળો અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવો.

Hilights

આર્ટિકલ્સનું નામWhat after 10 and 12?
આર્ટિકલ્સની ભાષાગુજરાતી અને અંગ્રેજી
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપના2005
NRTI નું પુરૂનામરેલવે એન્ડ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી

મિત્રોને જોઇને ફીલ્ડ પસંદ ન કરશો.

અનુભવે જાણવા મળ્યું કે, ઘણા વિદ્યાર્થીઓનો કારકિર્દીની પસંદગીનો નિર્ણય પોતાના મિત્રના નિર્ણય પર આધારિત હોય છે. જયારે ઘણા વિદ્યાર્થી મિત્રો ઘરથી દૂર ન જવું પડે એ માટે પોતાના શહેરમાં અથવા શહેરની નજીકની થતા કોર્સની પસંદગી કરતા હોય છે. પોતાના રસનો વિષય તથા ભવિષ્યમાં પોતે પસંદ કરેલ કોર્સના સ્કોપને ધ્યાને રાખીને કોર્સની પસંદગી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. આમ આ બાબતો વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ભવિષ્યમાં ઘાતક નીવડી શકે છે.

ડૉક્ટર કે એન્જિનિયરઃ હજીયે હોટ કેક કારકિર્દી છે?

આપણે ત્યાં વર્ષોથી બે જ કારકિર્દીમાં વધારે કારકિર્દીની પસંદગી વિદ્યાર્થીઓ કરતા હોય છે અથવા તો વિદ્યાર્થીના પેરેન્ટસ દ્વારા એ ક્ષેત્રમાં પસંદગી કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે. ડૉક્ટર અથવા તો એન્જિનિયર. અનુભવે જણાયું છે કે, ‘વિદ્યાર્થીઓ પોતાની આવડત કે એ વિષય તેમને ગમે છે કે કેમ? એ વિશે વિચાર્યા વગર ગાડરિયા પ્રવાહમાં તણાઈને એડમિશન મેળવી લેતા હોય છે, પરંતુ તેમને એ વિષય કે ફીલ્ડ વિશે કોઈ જ માહિતી હોતી નથી.

અહિયાં એ પણ નોધવું રહ્યું કે ભારતમાં ભણતર અને કરિયર માર્ગદર્શન માટે કાઉન્સેલિંગ ન હોવાના કારણે વિદ્યાર્થીને સાચો રસ્તો મળતો નથી. જેના કારણે વિદ્યાર્થીઓ બીજાના કહ્યા મુજબ અથવા તો તેમના મિત્રએ પસંદ કરેલું ફીલ્ડ જ પસંદ કરી લેતા હોય છે. જેના કારણે તેઓ દ્વારા કરવામાં આવેલ વર્ષોની મહેનત અને ખર્ચ કરીને ડિગ્રી મેળવી લીધા બાદ પણ  ભવિષ્યમાં તેમને જોબ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એવું પણ જોવા મળ્યું છે કે, આ કોર્સ કર્યા પછી 30 થી 40 ટકા વિદ્યાર્થીઓ આ ફીલ્ડમાં ટકી રહે છે અને જોબ કરે છે. બાકીના 60 ટકા વિદ્યાર્થીઓ બીજી કોઈ જોબ અથવા બિઝનેસ આકર્ષાઈ જતા હોય છે અથવા તો કોઈપણ સરકારી નોકરીની તૈયારીમાં લાગી જતાં હોય છે.

આમ, ભવિષ્યમાં તમારે આ ફિલ્ડ બદલવું પડે આના કરતાં તમારે અત્યારથી જ તમને જે ક્ષેત્રમાં રસ હોય એ ક્ષેત્રમાં જવું જોઈએ. હવે આપણે અમુક ક્ષેત્રો વિશે જાણીએ જે વિશે કદાચ તમે નહી જાણતા હોવ. આ ક્ષેત્રમાં પણ તમે પોતાના કરિયરનું ઘડતર કરી શકો છો.

AIનો કોર્સ, તે પણ ગુજરાતમાં

What after 10 and 12

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને ટુંકમાં AI કહેવાય છે. આ કોર્સ ગુજરાતની યુનિવર્સિટીઓમાં વર્ષોથી ચાલે છે, પરંતુ કમનસીબે વિદ્યાર્થીઓ તો ઠીક, શિક્ષકો પણ આ બાબતથી અજાણ છે. છેલ્લા થોડા સમયથી ChatGPT નાં ગુણગાન ચારે બાજુથી સાંભળવા મળે છે. અને તમે પણ કદાચ ChatGPT વિશે જાણતા હશો કે ChatGPT એ તમારા કોઈપણ સવાલનો જવાબ સેકન્ડોમાં આપી દે છે. ચેટજીપીટી આવ્યું ત્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આજના સમયમાં મોબાઈલ અને કમ્પ્યૂટરની શોધથી જેટલી ક્રાંતિ આવી જેના થકી ફાયદા થયા અને નુકસાન પણ તેટલું જ થયું છે, કોઈ પણ બાબતના સારા અને નરસા બંને પાસા હોય. એવું જ કામ AI નું છે.

AI એ ભવિષ્ય છે. તેના ઘણા ફાયદાઓ પણ છે અને દરેક ક્ષેત્રની અંદર આવનાર સમયમાં તેની જરૂરિયાત પણ રહેશે. AIને કાર્યરત રાખવા માણસોની જરૂર પણ પડશે. તો શું એમાં કારકિર્દી ના બનાવી શકાય? ગુજરાતમાં AI શીખી શકાય છે? આવા સવાલો તમારા મનમાં ઊઠ્યા હશે. તો તેનો જવાબ છે ‘હા’

ગુજરાતની 10 યુનિવર્સિટીઓમાં હાલમાં આ કોર્સ ચાલે છે. જેમાં IIT ગાંધીનગર, ધીરુભાઈ અંબાણી IICT, ITNU, ગણપત યુનિવર્સિટી, CHARUSAT, GTU, PDPU, નિરમા ઇન્સ્ટિટ્યુટ, પારુલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ કોર્સ કર્યા પછી નોકરીની પણ ઘણી તકો રહેલી છે. જ્યાં તમને ખૂબ જ મોટાં પેકેજની નોકરી મળી શકે છે. ભારતમાં TCS, માઈક્રોસોફ્ટ, ગૂગલ તથા એમેઝોન જેવી ઘણી બધી કંપનીઓ AI નિષ્ણાંતની ભરતી કરે છે.

આ યુનિવર્સિટીઓ ગુજરાતમાં  છે, તમને ખબર છે?

આપણુ ગૌરવ કહી શકાય એવા પ્રકારની ઘણી યુનિવર્સિટીઓ ગુજરાત રાજ્યમાં પણ છે. પરંતુ જાણકારી ના હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનાથી અજાણ છે. 2018માં વડોદરાની નજીક શરૂ કરવામાં આવેલ ‘રેલવે એન્ડ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી’ (NRTI) ભારતની પહેલી અને એશિયાની ત્રીજી રેલવે યુનિવર્સિટી બની છે. રેલવે એન્ડ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટીનું નામ બદલીને ડિસેમ્બર 2022 માં ‘ગતિશક્તિ વિશ્વવિદ્યાલય’ કરવામાં આવ્યું છે. આ યુનિવર્સિટીમાં પરિવહન, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ 5 બેચલર અને લોજિસ્ટિક્સ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ એન્ડ એનાલિટિક્સ સહિતના 5 માસ્ટર ડિગ્રીના કોર્સ વિશે શિખવવામાં આવે છે.

2015માં ચાલુ થયેલ `પબ્લિક હેલ્થ યુનિવર્સિટી જે ભારતની પ્રથમ પબ્લિક હેલ્થ યુનિવર્સિટી છે. જે ગાંધીનગર ખાતે આવેલ છે.

2005 માં શરૂ થયેલ `સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી‘ ગુજરાતની પ્રથમ અને એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે.

પોલીસમાં કે પછી સૈન્યમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે 2009 માં ગાંધીનગરમાં સ્થપાયેલી ‘રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી’ છે, જેમાં ચાલતા કોર્સ વિશેની પણ માહિતી મેળવી શકો છો.

જો મૂંઝવણમાં હોવ તો કારકિર્દી માર્ગદર્શકની સલાહ લો

હાલના સમયે કારકિર્દી કાઉન્સિલિંગ એ ખૂબ જરૂરી છે, પરંતુ વિદ્યાર્થીઓ એ બાબતે અજાણ હોય છે. કારકિર્દીની પસંદગી કરવાનું કામ લગ્ન માટે પાત્રની પસંદગી કરવા જેવું જ છે. યોગ્ય પાત્રની પસંદગી તમારું જીવન બદલી શકે છે, એમ યોગ્ય રિતે કરેલ કારકિર્દી પસંદગી પણ ભવિષ્ય બદલી શકે છે. જો કરિયર પસંદગી કરવામાં કોઈ ચૂક રહી તો હંમેશાં પસ્તાવવાનો વારો આવી શકે છે. એક વાર પસંદગી કર્યા બાદ એને વળગી રહેવું અગત્યનું છે. કારણ કે અમુક વર્ષો પછી લાખો રૂપિયા અને અમુલ્ય સમય બગાડ્યા બાદ ફરી કોઈ દિશા બદલવી ભારે કપરું કામ હોય છે. તો શું કરવું જોઈએ? જો તમને પોતાને મુંઝવણ હોય, કે પોતાનાં રસ અને રુચિ મુજબ કયા વિષયો પસંદ કરવા? તો એ માટે કોઈ યોગ્ય માર્ગદર્શકની સલાહ લો.

‘વિદ્યાર્થીઓમાં પોતાનાં કુટુંબના સભ્યના વ્યવસાય કે એ મુજબની નોકરી તરફનો ઝુકાવ વધારે હોય છે. તદ્દઉપરાંત કુટુંબમાં કે સંબંધીઓમાં કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સફળ થયેલ હોય તે જોઈને એ ફીલ્ડ પસંદ કરી લેતા હોય છે. યા ક્યાંક વાંચીને અથવા કોઈના મારફત સાંભળીને પોતાની કારકિર્દી સિલેક્ટ કરયા હોય છે. પરંતુ જે તે સમયે અજાણે સક્સેસ વ્યક્તિનાં રસ અને રુચિ તેમને અનુસરી રહેલા વિદ્યાર્થીઓથી અલગ હોય છે. જેના કારણે અમુક સમય બાદ વિદ્યાર્થીઓ પોતે પસંદ કરેલા ફીલ્ડમાં ગૂંગળામણ અનુભવવા લાગે છે. આ સ્થિતિ ના આવે તે માટે વિદ્યાર્થીઓનું કારકિર્દી કાઉન્સિલિંગ થાય તે જરૂરી છે.

માત્ર વિદ્યાર્થીઓનું જ નહી પણ માતાપિતાનું કાઉન્સેલિંગ પણ એટલું જ જરૂરી છે.

વિદ્યાર્થીઓની સાથેસાથ તેઓના માતાપિતાનું પરામર્શ (Counselling) પણ એટલું જરૂરી છે. અનુભવે જાણવા મળ્યું છે કે અમુક કિસ્સાઓમાં વિદ્યાર્થી પોતે રસના વિષયોમાં કરિયર બનાવવા માગતો હોય છે, પરંતુ તેનાં પેરેન્ટ્સ આ બાબતને સ્વિકારવા તૈયાર નથી હોતા. પરંતુ વિદ્યાર્થી માટે જે સાચું અને સારું છે તે પસંદ કરવા માટે વિદ્યાર્થી અને માતાપિતા બંને સંમત થવા જરૂરી છે. માટે વિદ્યાર્થી તેમજ માતા-પિતા બંને માટે કાઉન્સેલિંગ જરૂરી છે. વધુમાં તમને જણાવશું કે ‘ભવિષ્યવાણી’ અને ‘હથેળી જોઈને કારકિર્દી પસંદગી’ વગેરે પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરવી. કેમ કે આમાં કોઈ જ તથ્ય હોતું નથી.

કારકિર્દી કાઉન્સેલિંગ કઈ રીતે થાય?

આપણે સાંભળેલા અથવા જાણેલા  10-20 કોર્સ સિવાય પણ દુનિયામાં ઘણા બધા કોર્સ છે અને તેમાં પણ સારી કારકિર્દી બનાવી શકાય છે. એ કોર્સ તમારી આવડત અને તમારા નેચર તેમજ સહજ અભિરુચિ સાથે કેટલા મેળ ખાશે એ તમામ બાબત તમને કરિયાર માર્ગદર્શક પાસેથી સારી રીતે જાણવા મળશે. મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે કારકિર્દી કાઉન્સેલિંગનો ચાર્જ 3000 થી 6000ની વચ્ચે હોય છે, પરંતુ લાખો રૂપિયાની ફી ભરીને કોઈ અયોગ્ય કોર્સમાં ફસાઈ જવા કરતાં આ પ્રકારનું  કાઉન્સેલિંગ કરાવવામાં કંઈ  ખોટું નથી.

100% જોબ ગેરંટી આપતા ‘એવરગ્રીન’ કોર્સ હોય ખરા?

એમનો જવાબ ‘ના’,’ચોક્કસ’ ના છે, આ પ્રકારના કોઈ કોર્સ હોતા નથી. વધુમાં કોઈ ઉચ્ચ યુનિવર્સિટીમાંથી કોર્સ કરી લેવાથી જોબ મળી જશે એવું પણ જરૂરી નથી અને આ માન્યતા પણ સાવ ખોટી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાના કારણે ઘણી બધી કંપનીઓ કર્મચારીઓને છુટા કરવા લાગી છે. માણસોની જગ્યા એ.આઈ લઇ રહ્યું છે. એટલા માટે હવે કોઈ કોર્સની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. તમારામાં જો કોઈ આવડત હશે તો જ ટકી શકશો. માત્ર ડિગ્રી કઈ જ કામ નહીં લાગે. દરેક ક્ષેત્રમાં આવડત અને કૌશલ સમૃદ્ધ લોકોની હંમેશાં જરૂરિયાત હોય જ છે. આ વાત તમારે ખાસ સમજવી રહી.

નિષ્કર્ષ

મિત્રો આપણે આજે આ લેખના માધ્યમથી સમજ્યાં. આશા રાખું છું કે તમને ઉપયોગી થઈ શકશે. જો તમે આ લેખ બાબતે કોઈ અભિપ્રાય આપવા માંગતા હોવ તો કમેન્ટ બોક્ષમાં જણાવશો.

વારંવાર પુછાતા પ્રશ્નો । FAQ

1.A.I નું પુરૂનામ શું છે?

જવાબ: એ.આઈનું પુરૂનામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે.

2. ભારતની પ્રથમ હેલ્થ યુનિવર્સિટી કઈ છે? અને તે કયારે શરૂ થઈ?

જવાબ: ભારતની પ્રથમ હેલ્થ યુનિવર્સિટી ‘પબ્લિક હેલ્થ યુનિવર્સિટી’ છે. જેની સ્થાપના 2015 માં થઈ અને તે ગાંધીનગર ખાતે આવેલી છે.

3. ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી કઈ છે?

જવાબ: 2018માં વડોદરાની નજીક શરૂ કરવામાં આવેલ ‘રેલવે એન્ડ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી’ (NRTI) ભારતની પ્રથમ યુનિવર્સિટી છે.

4. ગુજરાતની પ્રથમ સંસ્કૃત યુનિવર્સિટી કઈ છે?

જવાબ: 2005 માં શરૂ થયેલ `સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી’ ગુજરાતની પ્રથમ અને એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે

Leave a Comment