Career after 12th in Gujarati 12th પછી શું કરવું?

મિત્રો 12 મું ધોરણ પાસ કર્યા પછી તમારા મનમાં અનેક મુંજવણો હોઈ શકે છે. તો ચિંતા ના કરશો આ આર્ટિકલ્સ તમારા માટે છે. આ લેખ થકી તમે જાણી શકશો કે Career After 12th In Gujarati ધોરણ 12 પાસ કર્યા પછી શુ કરવુ ? અગાઉ જો તમને માર્કેટિંગમાં રસ હોય તો What is MBA Course Details in Gujarati લેખ લખેલ છે.

જયારે જો તમને કાયદાના નિષ્ણાંત બનવામાં રસ હોય તો What is LLB Course Details in Gujarati પર લેખ લખેલ છે એ પણ વાંચી લેશો. આ સમયે સાચો નિર્ણય લેવો ખુબ જ જરૂરી છે. કારણ કે જો સાચો નિર્ણય લેવામાં ન આવે તો તમારી કારકિર્દી  ખરાબ થઈ શકે છે. અને આ સમયે કારકિર્દીની પસંદગી કરવામાં ખોટો લીધેલ એક નિર્ણય તમારી કારકિર્દી બગાડી શકે છે. એટલે જ મિત્રો તમારી કારકિર્દી પસંદ કરતા પહેલા તમને જે ક્ષેત્રમાં રસ છે એ ફિલ્ડની બધી માહિતી મેળવી લો. જેથી તમને કોઈ મુશ્કેલી ન થાય અને તમને નિર્ણય લેવામાં કયાંક મદદરૂપ થઈ શકે.

Hilight

લેખનું નામCareer after 12th in Gujarati
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ચાર્ટેડ એકાઉન્ટન્ટકોર્મસ ક્ષેત્ર
વકીલAny Graduate

કારકિર્દી ઘડતરનો નિર્ણય લેતા પહેલા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

વર્તમાન સમયમાં students ને કારકિર્દી બનાવવાના ઘણા વિકલ્પો મળ્યા છે. અને પોતાના માટે યોગ્ય કારકિર્દીનો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે. દરેકને પોતાના માટે યોગ્ય નિર્ણય લેવો મુશ્કેલ લાગે છે અને કેટલાક વિદ્યાર્થીઓ કોઈને જોઈને એટલે કે પોતાના મિત્રોએ કયો કોર્સ પસંદ કર્યો છે. તે પણ તેની પાછળ એ જ ક્ષેત્રમાં જોડાઈ જાએ છે. અને ભવિષ્યમાં પસ્તાવવાનો વારો આવી શકે છે. કેમ કે તમારા મિત્રએ તો એને ગમતું હતુ. એ માટે એ ફિલ્ડમાં ગયો જયારે તમને બોરિંગ લાગી શકે છે કેમ કે તમને એ ક્ષેત્ર પસંદ જ નથી. કોઈને જોઈને અથવા તો કોઈના કહેવા પર ખોટો નિર્ણય Decision લઇ લો એ બરાબર નથી. મિત્રો આતો ગાડરિયા પ્રવાહ જેવી વાત થઈ કે મારા મિત્રએ આ કર્યુ તો હું પણ એ જ કરીશ અથવા તો મારા પરિવારજનોની આ ઈચ્છા છે તો હું આ કરીશ એ યોગ્ય નથી. તમારી કારકિર્દી તમારે જ બનાવવાની છે તો નિર્ણય પણ તમારો પોતાનો હોવો જોઈએ.

Career after 12th in Gujarati

તો મિત્રો હવે મુંજાશો નહી અમે તમને એવા કેટલાક કારકિર્દી ના વિકલ્પો જણાવીશું. જેનાથી તમે તમારી કારકિર્દીનો વિકલ્પ પસંદ કરી શકશો  અથવા તો તમને આઈડીયા મળી રહેશે જેનાથી તમે તમારા જીવનમાં એક સફળ વ્યક્તિ બની શકો છો અને તમારું જીવન યોગ્ય રીતે જીવી શકશો.

મિત્રો,તમારે તમારા રસ મુજબ તમારે 12th મા વિષય પસંદ કરવો જોઈએ. જે વિષય થી તમે જોડાયેલા હોવ એ વિષયમાં અથવા તો ક્ષેત્રમાં તમે 12th માં પાસ થાઓ છો તે પછી તમે કોઈપણ કોલેજમાં ગ્રેજ્યુએશનમાં સ્નાતક માટે પ્રવેશ લેવો જોઈએ under graduation મા તમે B. A, B.com, BCA, B.sc, B.ba જેવી કોઈપણ ડિગ્રી અથવા તો તમે તમારી ભાવી યોજના પ્રમાણે (અંડર ગ્રેજ્યુએશન) ડિગ્રી મેળવી શકો છો.

મિત્રો જો તમે અંડર ગ્રેજયુએશન નિયમિત ન કરી શકો તો તમે એક્ષટર્ન્લ (બાહ્ય વિદ્યાર્થી) તરીકે અભ્યાસ કરી શકો છો, તમને ઘણી કોલેજોમાં આ સુવિધા મળશે (એક્ષ્ટર્ન્લ એટલે નિયમિત વર્ગમાં ગયા વિના પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકો) એટલે કે બાહ્ય વિદ્યાર્થી તરીકે મેળવેલી ડિગ્રી જેમાં તમારે માત્ર પરીક્ષા આપવા માટે  જવાનુ હોય છે. દરેક વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું જ જોઈએ. કેમ કે ગ્રેજ્યુએશન કરવુ હવે જરૂરી છે કારણ કે હવે સરકારશ્રીની મોટાભાગની સરકારી નોકરીની ભરતીમાં કે પ્રાઈવેટ નોકરી મેળવવા માટે ઓછામાં ઓછી પાત્રતા સ્નાતક હોય છે અથવા તો આવનાર સમયમાં થનાર છે એ તમે જાણતા હશો. એટલે 12 મું ધોરણ પાસ પછી સીધી ફુલટાઈમ નોકરી ના શોધવી જોઈએ. એકવાર ગ્રેજયુએશન પુરુ કરી લેવું જોઈએ. ગ્રેજ્યુએશન કર્યા પછી પણ 80% વીદ્યાર્થીઓને નોકરી નથી મળતી એ હકીકત છે.  જો તમારી અંદર પ્રતિભા અને સારી કુશળતા હશે તો જ તમે સારી નોકરી મેળવી શકો છો.  

પરંતુ અમે તમને આવા કેટલાક અભ્યાસક્રમો વિશે જણાવીશું કે જે તમે Career after 12th in Gujarati. જેમાંથી તમે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. જે તમારી કુશળતા પર આધારિત છે. તમારે આ કોર્સ પણ કરવા જોઈએ જેની હાલના સમયમાં માંગ વધારે છે અને દિવસે ને દિવસે આની માંગ વધી રહી છે અને આવનારા સમયમાં પણ માંગ વધવાની છે.

Marketing Professionalalist

દરેક કંપનીમાં માર્કેટિંગ પ્રોફેશનાલિસ્ટની જરૂર પડે છે કારણ કે દરેક કંપની તેના કંપની થકી ઉત્પાદન થયેલ ઉત્પાદનોને બજારમાં વિવિધ રીતે વેચવાનો પ્રયત્ન કરે છે અને પોતાની કંપનીના ઉત્પાદનોની પોતાની રીતે બજારમાં માર્કેટિંગ કરે છે.  જો તમે કંપનીની પ્રોડકટ્સનું માર્કેટિંગ નથી કરતા તો તમારા માટે તે કંપની ચલાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે કેમ કે હાલના સમયમાં બજારમાં દિનપ્રતિદીન સ્પર્ધા વધતી જાય છે.  માર્કેટમાં જો તમારે ટકી રહેવું હોય તો તમારે એ સાબિત કરવુ પડે છે કે તમારી પ્રોડ્કટ કેવી રીતે અન્ય કરતા અલગ અને સારી છે તો મિત્રો હવે તમને સમજાઈ ગયુ હશે કે કોઈપણ કંપનીએ બજારમાં પોતાની કંપનીને ટકાવી રાખવા માટે માર્કેટિંગ કરવુ ખુબ જ જરૂરી છે.

કંપનીએ પોતાની કંપનીની પ્રોડકટ્સનું માર્કેટીંગ કરવા માટે માર્કેટિંગ પ્રોફેશનલની જરૂર તો પડવાની જ છે અને જો તમે પણ પોતાની ખુદની કંપની ધરાવો છો તો તમારે કંપનીની પ્રોડકટસનું માર્કેટમાં માર્કેટિંગ કરવું જ રહ્યુ. તો મિત્રો તમે અંદાજ લગાવી શકો છો કે આ કોર્સની બજારમાં કેટલી માંગ છે. તમે માર્કેટિંગ પ્રોફેશનાલિસ્ટ બનવા માટે BBA કરી શકો છો અને બી.બી.એ કર્યા પછી MBA કરી શકો છો. મિત્રો એમ.બી.એ કોર્સ છું છે? એ વિશે આપણે આગળ આર્ટિકલ્સ લખેલ છે. એ પણ વાંચી લેશો. જો મિત્રો તમારામાં નેતૃત્વ કરવાનો ગુણ હોય અને તમારામાં લોકોને પ્રભાવી કરી શકવાની ક્ષમતા હોય તો આ તમારી કારકિર્દી માટે આ ફિલ્ડ આશિર્વાદરૂપ સાબિત થઈ શકે છે અને તમે આસાનીથી લાખો રૂપિયામાં કમાણી કરી પોતાના સ્પનાઓ સાકાર કરી શકો છો.  

Chartered Accountant

CA નુ પુરૂનામ CA Full Form chartered accountant છે જયારે ગુજરાતીમાં અર્થે સનદી હિસાબનીશ થાય છે. ભારતમાં CA ની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે કારણકે દેશમાં દિન-પ્રતિદીન Income tax (ઈન્કમ ટેક્ષ) અને GST (જી.એસ.ટી) ચૂકવનારાઓની સંખ્યા વધી રહી છે. આવનારા સમયમાં પણ તેમની માંગ વધવાની જ છે. જો મિત્રો તમે commerce field (વાણિજય ક્ષેત્ર) માંથી છો તો તમે આ કોર્સ કરી શકો છો અને નાણાકીય જ્ઞાન મેળવી શકો છો. જેના થકી તમને કોઈ પણ કંપનીમાં સરળતાથી નિમણૂક મળી જશે અથવા તો તમે પોતાની સ્વતંત્ર ઓફિસ ચાલુ કરી શકો છો. જેના થકી તમે Income tax return filling, Gst return filling, Audit, Audit Report,Financial advisor કરીને તમે લાખોમાં કમાણી કરી શકો છો. કેમ કે હાલના તબક્કે આ ક્ષેત્રમાં હરિફાઈ પણ ઓછી છે. તમારે આ કોર્સ વિશે પણ વિચારવું જોઈએ.

Medical Line । તબીબી ક્ષેત્રે

આ ક્ષેત્રની વાત કરીએ તો બજારમાં ખુબ જ માંગ છે અને ભવિષ્યમાં પણ રહેશે. કારણ કે દરેક વ્યક્તિ અનેક પ્રકારના રોગોથી પિડીત છે અથવા તો ભુતકાળમાં પિડીત હતો કે ભવિષ્યમાં પિડીત થવાનો છે. માટે આ ક્ષેત્રની માંગ ક્યારેય ઘટી નહી શકે તમે જો science (વિજ્ઞાન) ફિલ્ડમાંથી છો, તો તમે તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવી શકો છો. તમે આ ક્ષેત્રમાં તમારી કુશળતા પ્રમાણે મોટા મા મોટી ડિગ્રી અને નાના મા નાની ડિગ્રી લઈને ઘણા પૈસા કમાઈ શકો છો. તદઉપરાંત લોકોની સેવા પણ કરી શકો છો. ભુતકાળમાં કોરોના મહામારી દરમ્યાન અનેક તબીબોએ લોકોની સેવા કરેલી અને ઘણા તબીબોએ પૈસા પણ બહુ કમાવેલા. સૌથી મહત્વનું એ છે કે તમને આ ક્ષેત્રમાં લોકોની દુઆઓ બહુ મળે છે. અને લોકો ડોકટરને ઈજ્જતભરી નજરથી જોવે છે જેના કારણે તમને સમાજમાં માન મોભો પણ સારો મળે છે.તો તમારે આ ક્ષેત્રમાં પણ વિચારવું જોઈએ.

Career after 12th in gujarati

Lawyer (વકીલ) | Law

વકીલોની માંગ પણ દિન-પ્રતિદીન ખૂબ જ વધી રહી છે, કારણ કે ભારત મોટો દેશ છે કે જ્યાં દરરોજ લાખો નવા કેસ નોંધાય છે. દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે. આમ, તમે નિર્દોષ લોકોને સજામાંથી બચાવીને સેવાનું કામ પણ કરી શકો છો. તમે સરકારશ્રી સાથે પણ કામ કરી શકો છો જેમકે સરકારી વકીલ કે જજ બનીને આમ આ ફિલ્ડની પણ બજારમાં ખુબ જ માંગ છે. મિત્રો વકીલ બનવા માટે તમારે LL. B કરવુ પડશે. અને એલ.એલ.બી શું છે એ વિશે આપણે અગાઉ લેખ લખેલ છે એ પણ વાંચી લેશો. તમે LL. B કરીને વકીલ બની શકો છો હાલના સંજોગો જોતા વકીલની માંગ અત્યારે અને આવનારા સમય મા ખુબ જ વધવાની છે.  વકીલની માંગ અને કમાણી વિશે વાત કરીએ તો તે તમારી આવડત અને કુશળતા પર નિર્ભર કરે છે. કેમ કે, તમારી પાસે આ ફિલ્ડમાં જેટલુ વધારે જ્ઞાન હશે તેટલા વધારે પૈસા કમાવી શકો છો. લોકોને મદદરૂપ થઈ શકો છો. આમાં તમારે તમારું નેટવર્ક બનાવવા અને કાયદાનું જ્ઞાન મેળવવા માટે થોડો સમય આપવો પડશે જેટલો વધારે ને વધારે સમય આપશો તેટલી વધુ કમાણી કરી શકો છો. તો તમારે આ ક્ષેત્રમાં પણ રસ હોય તો વિચારવું જોઈએ.

Merchant Navy

જો તમને દરિયાઈ મુસાફરી કરવાનો શોખ હોય તો તમારે મર્ચન્ટ નેવીમાં કારકિર્દી બનાવવી જોઈએ. તમારે મર્ચન્ટ નેવી માં પસંદગી થવા માટે સરકારશ્રી દ્વ્રારા ભરતી બહાર પાડવામાં આવ્યેથી તમારે પરીક્ષા આપવાની રહે છે. તમારે મન લગાવીને પરીક્ષાની તૈયારી કરવી પડશે અને પરીક્ષા આપીને અને જો તમારું સારૂ મેરિટ બને છે તો તમે નેવીમાં નોકરી મેળવી શકો છો. આ નેવીની જયારે  ભરતી આવે ત્યારે તમે ફોર્મ ભરીને  નેવીમાં મેરિટમાં પસંદગી પામીને નોકરી મેળવી શકો છો અને તમારા સપનાઓ પુર્ણ કરી શકો છો.

Engineer

હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં એન્જિનીયરોની જરૂર છે. મિત્રો તમે જાણતા હશો કે આપણે પોતાનું ઘર બનાવવુ હોય કે સરકારશ્રીએ કોઈપણ બિલ્ડિંગ બનાવવી હોય કે કોઈપણ પ્રોજેકટ હોય તો તેનો નકશો તૈયાર કરવા માટે પણ ઈજનેરોની જરૂર પડે છે. તમે પણ Software Engineer, Apps Developer, website developer, artitecture અને engineer ના ઘણા સ્કોપ છે જે તમે તમારા રસ અને રુચિ પ્રમાણે એ ફિલ્ડમાં જઈ તમારી કારકિર્દી બનાવી શકો છો અને નોકરી મેળવીને અથવા તો પોતાના ખુદની ઓફિસ ખોલીને તમારી આવડત અને કુશળતા પ્રમાણે લાખોમાં કમાણી કરી શકો છો. આવનારા સમયમાં ઈજનેરોની માંગ વધવાની છે એ પણ તમે સારી રીતે જાણતા હશો. તો આ પણ તમારા કરિયર માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.  

12th પછી IAS ની તૈયારી કેવી રીતે કરવી?

જો તમારું પણ IAS કે IPS બનવાનું સપનું છે તો તમારે 12 પાસ કર્યા પછી IAS કે IPS  માટે મન લગાવીને તૈયારી કરવી જોઈએ. કારણ કે, IAS કે IPS  એ મોભાદાર નોકરી છે. આ નોકરીમાં તમને સમાજમાં ખુબ જ સન્માન મળે છે અને તમે આ પોસ્ટ પર રહીને અનેક સેવાકીય કામગીરી પણ કરી શકો છો. લોકોને મદદરૂપ પણ થઈ શકો છો. પરંતુ, મિત્રો આ તૈયારી માટે ઘણી મહેનત કરવી પડશે.

IAS કે IPS બનવાનો શ્રેષ્ઠ વિકલ્પ ધોરણ 10 પાસ કર્યા પછી તરત જ થોડી થોડી તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને 12 પાસ કર્યા પછી તરત જ તમારે મન લગાવીને UPSC પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. આ પરીક્ષાનો સીલેબસ થોડો મોટો છે પરંતુ જો પ્લાનિંગ સાથે કરવામાં આવે તો તમે આરામથી તમે આમાં સફળ થઈ શકો છો તદઉપરાંત મોભાદાર નોકરી મેળવી શકો છો.

મિત્રો આજના સમયમાં દરેકને સરકારી નોકરી મળવી શક્ય નથી. દરેક માણસ પોતાની આર્થિક મર્યાદાઓને કારણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ રોકાણ વગર કરી શકવાનો નથી. તો મિત્રો તમે પણ ઉપર આપેલા કોઈપણ અભ્યાસક્રમો કરીને તમે કારકિર્દી બનાવી શકો છો અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય એકદમ ઓછા રોકાણમાં પોતાના શિક્ષણના જ્ઞાન મારફત કરી શકો છો. તો મિત્રો તમે પણ તમારી કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરતા પહેલા એ ક્ષેત્ર વિશે જાણી લો અને એ તમારા સ્વભાવ પ્રમાણે સેટ થાય છે કે કેમ ? એ વિચારી લો પછી જ એ ક્ષેત્રમાં ઝંપલાવવુ જોઈએ તો સો ટકા તમે સફળ થઈ શકશો અને સારી રીતે તમારૂં જીવન વ્યતિત કરી શકશો.  

નિષ્કર્ષ  । Conclusion

મિત્રો આપણે આ આર્ટિકલ્સ્માં Career After 12th In Gujarati 12th પછી શું કરવું? જેથી વધારે પગારવાળી નોકરી મેળવી શકો અથવા પોતાનો સ્વતંત્ર ધંધો કરીને લાખોમાં કમાણી કરી શકો? આ લેખથી કદાચ તમને ઘણી મદદ મળી હશે અને આશા રાખું કે તમે ધોરણ 12  પાસ કર્યા પછી તમે યોગ્ય નિર્ણય લેશો. જે તમારા સ્વભાવને લાગુ પડતો હોય જો તમને આ લેખ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અમને પૂછી શકો છો, અમે ચોક્કસ જવાબ આપીશુ અને જો તમને આવી પોસ્ટ્સ વાંચવામાં રસ છે તો અમારી સાથે જોડાયેલા રહો અમારો આ લેખ પોતાનો કિમતી સમય નિકાળી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

FAQ

1. Full form of C.A?

જવાબ: Charted Accountant જેને ગુજરાતીમાં સનદી હિસાબનીશ કહેવાય છે.  

2. એલ.એલ.બી (LLB) નું પૂરુ નામ?

જવાબ: Bachelor of Laws બેચલર ઓફ લો જયારે ગુજરાતીમાં કાયદાથી સ્નાતક અને તેનો અર્થ હિન્દીમાં લો થી સ્નાતક થાય.

3. Full form of IAS?

જવાબ. IAS નું પુરૂનામ Indian Administrative Services થાય છે જયારે ગુજરાતીમાં ભારતીય સનદી સેવા થાય છે.

4. What is Full form of MBA?

જવાબ: એમ.બી.એનું પુરૂનામ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થાય છે.

Leave a Comment