What is the Strategic Reserve That Controls the Price of Petrol diesel? | કઈ રીતે ભારત માનવસર્જિત ગુફામાં છુપાવીને સ્ટોર કરે છે ક્રુડ ઓઈલ?

  • મિત્રો તમારા મનમાં પણ કયારેક એવો પ્રશ્ન ઉદભવ્યો હશે કે ભારત દેશ અન્ય રાષ્ટ્રોમાંથી જે ક્રુડ ઓઈલ આયાત કરે છે તેનો સંગ્રહ કેવી રીતે કરતો હશે? અથવા તો અન્ય દેશ કેવી રીતે કાચા તેલનો સંગ્રહ કરતા હશે. કટોકટીના સમયે અથવા તો અન્ય દેશમાંથી કાચું તેલ આયાત કરવું શક્ય ના હોય એ સંજોગોમાં શુ થાય? What Is the Strategic Reserve?  આ તમામ સવાલોના જવાબ તમને આ લેખમાંથી મળી રહેશે તો આ લેખને અંત સુધી વાંચશો.

આ પણ વાંચો : What is NATO Full Information in Gujarati? | NATO શું છે? । જાણો આ વિશેની સંપૂર્ણ માહિતી.


What is the Strategic Reserve? । સ્ટ્રેટેજિક રિઝર્વ શું હોય છે?

  • મિત્રો સરળ ભાષામાં સમજીએ તો કટોકટી સમયે દેશની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્રુડ ઓઈલનો જે જથ્થો રિઝર્વ રાખવામાં આવે છે એ જથ્થાને સ્ટ્રેટેજિક રિઝર્વ કહેવાય છે. યુદ્ધ કે કોઈ અન્ય કારણોસર ક્રુડ ઓઈલની તંગી અનુભવાય ત્યારે આ રિઝર્વમાંથી દેશની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે વપરાશમાં લેવામાં આવે છે. કટોકટીની સ્થિતિ સિવાય આ રિઝર્વ્સનો ઉપયોગ ઓઈલની કિંમતને કાબુમાં રાખવા માટે પણ કરવામાં આવે છે. જયારે આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધારે વધી જાય અથવા તો અન્ય રાષ્ટ્રોમાંથી ક્રુડ ઓઈલની આયાત કરવી શક્ય ના હોય ત્યારે આ પણ આ સ્ટ્રેટેજિક રિઝર્વ તરીકે રાખેલ ક્રુડ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ભારત પોતાની જરૂરિયાતનો 83% ક્રુડ ઓઈલ બીજા દેશોમાંથી આયાત કરે છે જેથી કટોકટીના સમયમાં તેનો સમામનો કરવા માટે ભારતે પણ ક્રુડ ઓઈલને રિઝર્વ તરીકે રાખેલ છે. આ રિઝર્વનો ઉપયોગ માત્ર ઈમરજન્સી પરિસ્થિતીમાં જ કરવામાં આવે છે. તો મિત્રો હવે તમારા મનમાં એ પશ્ન ઉદભવ્યો હશે કે આપણા દેશમાં આવા સ્ટ્રેટેજિક રિઝર્વ કયાં કયાં આવેલા છે?

Hilights

લેખનું નામWhat Is the Strategic Reserve?
આર્ટિકલ્સની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
ભારતમાં સ્ટ્રેટેજિક રિઝર્વ્સ કયાં આવેલ છે?વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), મગ્લોર (કર્ણાટક)  અને પાદુર (કર્ણાટક)
સ્ટ્રેટેજિક રિઝર્વનું સંચાલનISPRL

Where are such strategic reserves located in India ભારતમાં આવા સ્ટ્રેટેજિક રિઝર્વ ક્યાં ક્યાં આવેલા છે?

  • ભારતે પ્રથમ તબક્કામાં વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), મગ્લોર (કર્ણાટક)  અને પાદુર (કર્ણાટક) માં સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવ્યા હતા. આ રિઝર્વમાં 53.3 લાખ મેટ્રિક ટન ક્રુડ ઓઈલ સંગ્રહિત કરી શકાય છે. આ સ્ટ્રેટેજિક રિઝર્વનું સંચાલન કરવાની જવાબદારી ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (ISPRL) Indian Strategic Petroleum Reserve Limited ને આપવામાં આવી છે. ISPRL પેટ્રોલિયમ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે. મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ISPRL ના હાલના સી.ઈ.ઓ એલ.આર જૈન છે.
  • બીજા તબક્કામાં ચંડીખોલ (ઓરિસ્સા) અને બીકાનેર (રાજસ્થાન) માં વધુ બે સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવાનો નિર્ણય લીધો હતો. સ્ટ્રેટેજિક રિઝર્વ્સના સ્ટોકથી લગભગ 10 દિવસ સુધી આપણા દેશની ઉર્જા જરૂરિયાતોને પુરી કરી શકાય છે. મિત્રો હવે તમારા મનમાં કદાચ આ પ્રશ્ન ઉદભવ્યો હશે કે, આપણા દેશે પૂર્વી રાજયમાં જ કેમ આવા રિઝર્વ બનાવ્યા? તો ચલો મિત્રો એ પણ જાણી લઈએ.

Unexplored oil reserves in India Created in this place? | સ્ટ્રેટેજિક રિઝર્વ્સને આ જગ્યાએ જ શા માટે બનાવવામાં આવ્યા?

  • ભારતના તમામ સ્ટ્રેટેજિક રિઝર્વને રણનીતિથી પૂર્વી અને પશ્ચિમી સમુદ્ર કિનારે બનાવવામાં આવેલ છે.
  • પાડોશી દેશ સાથે યુદ્ધની પરિસ્થિતિમાં પૂર્વી અને પશ્ચિમી વિસ્તાર, ઉત્તરી તેમજ દક્ષીણ વિસ્તારોની તુલનાએ વધુ સુરક્ષિત છે.
  • આપણા દેશની મોટા ભાગની ઓઈલ રિફાઈનરીઓ પણ પૂર્વી અને પશ્ચિમી વિસ્તારમાં દરિયા કાંઠે જ આવેલ છે. કારણકે ઓઈલ રિફાઈનરી અને સ્ટ્રેટેજિક રિઝર્વને એકબીજા સાથે કનેક્ટ રાખવા જરૂરી છે તેથી પણ રિઝર્વને આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.
  • ક્રુડ ઓઈલને સ્ટોર કરવા માટે દરિયાઈ વિસ્તાર વધારે અનુકુળ છે કારણકે ત્યાં પાણીના કારણે જમીનની અંદરનું તાપમાન ઓછું રહે છે. જેના કારણે દરિયાઈ વિસ્તાર વધુ અનુકુળ છે.
  • મિત્રો, હવે તમારામાં એ સવાલ થયો હશે કે, આટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલને કેવી રીતે સ્ટોર કરવામાં આવતું હશે તો ચલો મિત્રો એ પણ જાણી લઈએ.

આ પણ વાંચો: વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે? । લેન્ડફોલ એટલે શું? । વાવાઝોડાનું નામ રાખવા પાછળનું કારણ શું છે?


How to Store Crude oil in India | આટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ સ્ટોર કઈ રીતે કરવામાં આવતું હશે? | ભારત અને અન્ય દેશ કઈ રીતે પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વ્સનો સંગ્રહ કરે છે?

  • ભારત દ્વારા પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વ્સને રોક કેવર્ન્સમાં સ્ટોર કરવામાં આવેલ છે. રોક કેવર્ન્સ એટલે મોટા મોટા ખડકો તોડીને ગુફા જેવો સ્ટોરેજ બનાવવામાં આવે છે. જેની અંદર ક્રુડ ઓઈલનો સંગ્રહ કરાય છે અને દુનિયામાં ઓઈલને આ રિતે સંગ્રહ કરવાની આ પદ્ધતિને દુનિયાભરમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
  • અમેરિકા (USA) પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વ્સના કાચા તેલને સોલ્ટ ડોમમાં સ્ટોર કરે છે. સોલ્ટ ડોમ એટલે  જમીનથી 3-4 હજાર ફુટ નીચે ખડકની વચ્ચે મીઠું કાઢીને ખાલી પડેલ જગ્યાએ કાચા તેલને સંગ્રહ કરાય છે. મિત્રો તમને એ પ્રશ્ન થયો હશે કે આ મીઠું બહાર કેવી રીત કાઢવામાં આવતું હશે એ પણ જાણી લઈએ. ખડકોની વચ્ચે ‘સોલ્યૂશન માઈનિંગ’ નામની રીતથી મીઠાને બહાર કાઢવામાં આવે છે.  ત્યારબાદ ખાલી પડેલ જગ્યાને તાજા પાણી (Fresh Water) થી સાફ કરવામાં આવે છે. આ કાચું તેલ મજબૂત ખડકોની વચ્ચે સંગ્રહ  કરવામાં આવે છે. આ કાચું તેલ જમીનની નીચે હોવાને કારણે ત્યાંનુ તાપમાન પણ ઓછું હોય છે. અમેરિકાના મહદઅંશે સ્ટ્રેટેજિક રિઝર્વ્સ મેક્સિકોની ખાડીની આસપાસ બનાવવામાં આવેલ છે.
  • ચીનના સ્ટ્રેટેજિક રિઝર્વ શેંડોંગ, લાયોનિંગ અને જેઝિયાંગ ખાતે આવેલ છે. આ બધાં પણ દરિયાના કિનારે છે. ચીન પોતાના રિઝર્વ તેલના જથ્થાને સમુદ્રની આજુબાજુના વિસ્તારોમાં જમીનની નીચે સ્ટોર કરે છે.

ISPRL ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

  • મિટ્રો ISPRL ની ઓફિશિયલ વેબસાઈટ નીચે મુજબ છે. મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે ISPRL ની 2005 માં થઈ હતી.
ISPRL Official Website Click Here.

Conclusion | નિષ્કર્ષ

મિત્રો આપણે What Is the Strategic Reserve? લેખની અંદર સ્ટ્રેટેજિક રિઝર્વ્સ વિશેની વાત કરી કદાચ તમને આ માહિતી ગમી હશે. મિત્રો 1990 ના દશકામાં ખાડી યુદ્ધના કારણે Crude Oil ના ભાવ વધી ગયાં હતા. 1990 ની આસપાસ આપણા વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીને આ સ્ટ્રેટેજિક રિઝર્વ્સ બનાવવાનો વિચાર આવ્યો અને આ રિતે આપણા દેશમાં પણ આવા રિઝર્વ્સ બનાવવામાં આવ્યાં.

વારંવાર પુછાતા પ્રશ્નો

1.સ્ટ્રેટેટિક રિઝર્વ્સ એટલે શું?

જવાબ. કટોકટી સમયે દેશની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્રુડ ઓઈલનો જે જથ્થો રિઝર્વ રાખવામાં આવે છે. એ જથ્થાને સ્ટ્રેટેજિક રિઝર્વ કહેવાય છે.

2.ભારતમાં સ્ટ્રેટેટિક રિઝર્વ્સ સ્થાપવાનો વિચાર કોને આવેલ?

જવાબ. ભારતમાં સ્ટ્રેટેટિક રિઝર્વ્સ સ્થાપવાનો વિચાર અટલ બિહારી વાજપેયીને આવેલ.

3.ભારતમાં સ્ટ્રેટેટિક રિઝર્વ્સનું નિયમન કોણ કરે છે?

જવાબ: ભારતમાં રિઝર્વનું સંચાલન કરવાની જવાબદારી ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (ISPRL) ને આપવામાં આવેલી છે.

4. ISPRL નું પુરૂનામ શુ છે?

જવાબ: ISPRL નું પુરૂનામ Indian Strategic Petroleum Reserve Limited છે.

5. ISPRL ની સ્થાપના કયારે થઈ હતી?

જવાબ: ISPRL ની સ્થાપના 2005 માં થઈ હતી.

Leave a Comment