ઘણી વાર લોકો બેંકમાં એફ.ડી કરાવે છે અથવા તો બેંકમાં બચત ખાતું ખોલાવતા હોય છે. પરંતુ સમય જતાં તેઓ ભુલી જાય છે અથવા તો તેઓએ બેંકમાં એફ.ડી કરાવી કે ખાતું ખોલાવ્યું હોય તે આધાર પુરાવા ખોવાઈ જતા હોય છે. ઘણીવાર તમારા વડીલોએ બેંકમાં ખાતું ખોલાવ્યું હોય કે એફ.ડી કરાવી હોય એ અમુક વર્ષો પછી ભુલી ગયા હોય અથવા તો એમનું અવસાન થઈ ગયું હોય. આમ ઘણીવાર આવી ઘટનાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતાં હોય છે અને આવી રકમ કયારે ઉપાડી શકતા નથી. મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આમ લોકોને મુશ્કેલી વેઠવી ના પડે અને લોકોને પોતાના હકના પૈસા મળી રહે તે માટે રિઝર્વ બેંક દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જે પોર્ટલનું નામ Udgam Portal છે. જે વિશેની વિગતવાર માહિતી આપણે આ RBI Udgam Portal Full Details in Gujarati લેખના માધ્યમથી મેળવીશું તો આ લેખને પુરુ વાંચશો.
હાઈલાઈટ પોઈન્ટ
આર્ટીકલ્સનું નામ | RBI Udgam Portal Full Details in Gujarati |
આર્ટીકલ્સની ભાષા | Gujarati and English |
IFTAS Full Form | Indian Financial Technology & Allied Services |
REBIT Full Form | Reserve Bank Information Technology Private Limited |
RBI Official Website | https://www.rbi.org.in/ |
Udgam Portal Official Website | Udgam Portal Link |
આ પોર્ટલ શરૂ કરવા પાછળ રિઝર્વ બેન્કનો હેતુ શું છે?
રિઝર્વ બેન્કની એક પ્રેસનોટમાં જણાવ્યાનુસાર ગ્રાહકો તેમની દાવા વગરની થાપણો અને ખાતાઓને આસાનીથી શોધી શકશે અને તેનો ઉપયોગ કરી શકશે.
આ પોર્ટલ સહભાગી સંસ્થાઓ, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ફાઈનાન્સિયલ ટેકનોલોજી એન્ડ એલાઈડ સર્વિસીસ (IFTAS) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ (REBIT) સાથે ભાગીદારીમાં આર.બી.આઈ દ્વારા બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કઈ રીતે ભારત માનવસર્જિત ગુફામાં છુપાવીને સ્ટોર કરે છે ક્રુડ ઓઈલ?
What is Unclaimed Deposit? દાવા વગરની થાપણ એટલે શું?
દાવા વગરની થાપણો એટલે ચાલુ અથવા બચત ખાતામાં પડેલા એ નાણા છે જેનો ઉપયોગ 10 વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો નથી. જયારે ફિક્સ ડિપોઝીટમાં પાકતી મુદતથી 10 વર્ષ કે તેથી વધુ સમય પછી પણ ઉપાડવામાં આવેલ નથી જેને દાવા વગરની થાપણો કહીશું.
RBI UDGAM PORTAL BENEFITS | ઉદગમ પોર્ટલના ફાયદા
આ પોર્ટલની મદદથી લોકો સરળતાથી બેંકમાં ગયા વગર ઘરે બેઠા માત્ર આંગળીના ટેરવે એક જ મિનિટમાં આવી રકમ જમા છે કે કેમ એ જાણી શકશે.
અગાઉ બેંક દાવા વગરની રકમનો ડેટા પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર શેર કરતી હતી પરંતુ દરેક વ્યકતિ માટે આ સરળ ના હતું કેમ કે તેમણે અલગ અલગ બેન્કની વેબસાઈટ પર જઈ ડેટા ચકાસવા પડશે એ હવે નહી કરવું પડે.
આ વેબ પોર્ટલ દ્વારા કોઈ પણ વ્યકતિ આધાર કાર્ડ, પાન કાર્ડ્, વોટર આઈ.ડી કે માત્ર જન્મ તારીખથી સરળતાથી તેનું તેમજ તેના વડવાઓનું ખાતું જાણી શકશે.
આ પોર્ટલ પર 6 એપ્રિલ 2023 સુધીના ડેટા હાલ પુરતા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
Which Bank Data Available on RBI Udgam Portal | કઈ કઈ બેન્કોના ડેટા આ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
કુલ નીચે મુજબની સાત બેન્કના ડેટા આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. સમયાંતરે દરેક બેન્કોના ડેટા આ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.
- STATE BANK OF INDIA
- PUNJAB NATIONAL BANK
- CENTRAL BANK OF INDIA
- DHANLAXMI BANK
- DBS BANK OF INDIA
- DAXIN BHARTIY BANK
- CITY BANK
Easy steps can Help You Find out if Your Grandparents Left Unclaimed Bank Deposits | કઈ રિતે ઓનલાઈન ડેટા આ પોર્ટલ પર ચેક કરી શકાય?
સૌ પ્રથમ તમારે ગુગલ સર્ચબારમાં જઈને www.udgam.rbi.org.in ટાઈપ કરવાનું રહેશે.
આ કરવાથી તમારી સામે આ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ આવશે તેની પર તમારે કલિક કરવાનું રહેશે.
જયાં તમારે તમારું એકાઉન્ટ રજીસ્ટર કરવાનું રહેશે. એકાઉન્ટ રજીસ્ટર કર્યા બાદ તમે સરળતાથી જાણી શકો છો.
મિત્રો નીચે વિડીયોની લિંક આપેલ છે. એ વિડીયોના માધ્યમથી તમે સરળતાથી આ બાબતને સરળતાથી સમજી શકશો અને જાણી શકશો કેટલા પૈસા જમા છે.
ઉપસંહાર
મિત્રો આપણે આજે આ RBI Udgam Portal Full Details in Gujarati લેખના માધ્યમથી આરબીઆઈના ઉદગમ પોર્ટલ વિશે માહિતી મેળવી. આશા રાખું કે તમને માહિતી ઉપયોગી થશે. જો તમને આ માહિતી પસંદ પડી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને તમારા મિત્રો સાથે આ લેખ શેર કરશો. આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
FAQ
જવાબ: રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
જવાબ: ચાલુ અથવા બચત ખાતામાં પડેલા એ નાણા છે જેનો ઉપયોગ 10 વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો નથી. જયારે ફિક્સ ડિપોઝીટમાં પાકતી મુદતથી 10 વર્ષ કે તેથી વધુ સમય પછી પણ ઉપાડવામાં આવેલ નથી જેને દાવા વગરની થાપણો કહીશું.
જવાબ: http://udgam.rbi.org.in/