Digital Personal Data Protection Bill Full Information in Gujarati । મજાલ નથી તમારો પર્સનલ ડેટા ચોરી થાય, 24 કલાક રખેવાળી કરશે આ કાયદો.

  • ડિજિટલ દુનિયામાં ડેટાની ચોરી મોટું દૂષણ બની ગયું છે જેને રોકવા માટે સરકાર ખુબ જ ગંભીર છે. જેના કારણે સરકારે ડિજીટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ (Digital Personal Data Protection Bill) લાવવાની જરૂર પડી છે અને તે લોકસભામાંથી પસાર પણ થઈ ગયું છે. આ કાયદા હેઠળ નિયમ ભંગ કરનારને એટલે કે ડેટા ચોરી કરનારને હવે રૂ. 250 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. બિલ રજુ કરતા સમયે  વિપક્ષે તેનો ભારે વિરોધ કર્યો હતો. વિપક્ષની દલીલ એવી હતી કે આ બિલ અંગત એટલે કે પ્રાઈવેસિના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તો મિત્રો જાણવુ જરૂરી છે કે આ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ બિલ શું છે? તેમાં શું ખાસ જોગવાઈ છે? તેનો વિરોધ વિપક્ષ દ્વારા કેમ કરવામાં આવી રહ્યો છે?  સતાપક્ષનું એટલે કે સરકારનું શું કહેવું છે? ચાલો વિગતે આ Digital Personal Data Protection Bill Full Information in Gujarati લેખથી જાણીયે.

what is Digital data protecion bill | ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ બિલ શું છે?

  • ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લોકસભામાં આ બિલ રજુ કરવામાં આવ્યુ હતુ. આ બિલમાં ડિજિટલ પર્સનલ ડેટાના પ્રોસેસિંગ અંગેની જોગવાઇ કરવામાં આવી છે. આ નાગરિકોના વ્યક્તિગત એટલે કે અંગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદેસર હેતુઓ માટે આવા વ્ય્કતિના વ્યક્તિગત ડેટા પર સરકારને પ્રક્રિયા કરવાની જરૂરિયાતને મંજુરી આપે છે.
  • વિવિધ એજન્સીઓના ફીડબેકને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે આ બિલ પરત ખેંચી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ, 18 નવેમ્બર, 2022 માં સરકારે ફરીથી આ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2022 નામનું નવું ડ્રાફ્ટ બિલ તૈયાર કર્યું અને આ ડ્રાફ્ટ પર સરકાર દ્વારા જાહેર, સેકટર સંગઠનો અને સંસ્થાઓ તેમજ સરકારશ્રીના 38 મંત્રાલયો સાથે જાહેર પરામર્શ શરૂ કર્યો હતો. જેમાં તેઓને સૂચનો અને ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ હતી. જેનો અભ્યાસ કરી આ DPDP BILL 2023 લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. 

શું છે જોગવાઇ DPDP બીલમાં?

તો મિત્રો હવે વિગતવાર જાણીએ કે DPDP બિલમાં શું શું જોગવાઈ કરવામાં આવેલી છે.

  • જો કોઈ કંપની દ્વારા યુઝર્સના વ્યકતિગત ડેટા લીક કરે તો આ નિયમનો ભંગ થાય છે. જો કોઈ કંપની વ્યક્તિના વ્યક્તિગત ડેટા લીક કરે તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ કાયદો લાગુ થયા પછી, જો કોઈ કંપની વ્યક્તિના તેમના ડેટા કલેક્શન, સ્ટોરેજ અને તેની પ્રોસેસિંગ તરીકે ઉપયોગ કરતા પહેલા તે વ્યક્તિની મંજુરી મેળવવી ફરજીયાત રહેશે જે યુઝર્સની મંજુરી વગર કંપની આ કામ કરી શકશે નહી.
  • આમાં વિવાદની સ્થિતિને લગતી પણ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વિવાદ થાય છે, જેમ કે વ્યકતિના અંગત ડેટા કંપની વ્યકતિની મંજુરી વગર ઉપયોગ કરે છે તેવા કિસ્સામાં જો વિવાદ થાય  તો ડેટા પ્રોટેક્શન બોર્ડ આ કિસ્સામાં નિર્ણય લેશે. નાગરિકોને નામ.કોર્ટમાં જઈને વળતરનો દાવો કરવાનો અધિકાર પણ રહેશે. આ કાયદામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના ડેટાનો સમાવેશ થાય છે, જેને પાછળથી ડિજીટલાઈઝ કરવામાં આવ્યો છે એનો પણ સમાવેશ થશે. જો વિદેશમાંથી ભારતીય વ્યક્તિના વ્યક્તિગત ડેટાની પ્રોફાઇલિંગ કરવામાં આવે છે એ કિસ્સામાં પણ આ બીલની જોગવાઈઓ લાગુ થશે અને વ્યક્તિની સંમતિ લેવી જરૂરી બનશે.
  • આ બિલમાં એ પણ ધ્યાને લીધું છે કે, કાનૂની અથવા વ્યવસાયિક હેતુ માટે જરૂરી ન હોય ત્યાં સુધી યુઝર્સનો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જોઈએ નહીં. આ બીલ બાયોમેટ્રિક ડેટાનો પણ અધિકાર આપે છે. કર્મચારીની સ્પષ્ટ મંજુરી વિના કોઈ કંપની હાજરીના હેતુ માટે પણ આ બાયોમેટ્રિક ડેટા લઈ શકશે નહી.  
  • આ બિલના કારણે સોશિયલ મીડિયા કંપનીઓની મનમાની ઘટી જશે. આ બિલની જોગવાઈ મુજબ ડિજિટલ ડેટાનો દુરુપયોગ અથવા તો તેને સુરક્ષિત કરવામાં નિષ્ફળ ગયેલી સંસ્થાઓને 250 કરોડ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કઈ રીતે ભારત માનવસર્જિત ગુફામાં છુપાવીને સ્ટોર કરે છે ક્રુડ ઓઈલ?


બિલની અન્ય જોગવાઇઓ

  • આ DPDP નવા કાયદા હેઠળ બાળકોનો ડેટા એક્સેસ કરવા માટે પણ વાલીની મંજુરી મેળવવી ફરજિયાત રહેશે.
  • સરકારી એજન્સીઓને પણ રાષ્ટ્રીય સુરક્ષા-કાયદો અને વ્યવસ્થા માટે ડેટાનો ઉપયોગ કરવાની પરવાનગી મળશે.
  • સોશિયલ મીડિયા પર તમારું એકાઉન્ટ તમારા દ્વારા ડિલીટ કર્યા બાદ કંપનીએ તમારો ડેટા કંપનીના સર્વર પરથી ડિલેટ કરવો ફરજિયાત રહેશે.
  • કોઈ પણ ખાનગી કંપનીઓ તેમના વ્યવસાયિક હેતુ વગર ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં. વ્યક્તિને પોતાનો વ્યક્તિગટ ડેટા સુધારવા અથવા તો હટાવવાનો પુરો અધિકાર રહેશે.
  • બાળકોને નુકસાન પહોંચાડવા અથવા જાહેરાતોને લક્ષ્ય બનાવવા માટેના હેતુથી ડેટા એકત્રિત કરી શકાશે નહી અને જો કરશે તો ગેરકાયદેસર કહેવાશે.

શા માટે થઇ રહ્યો છે આ DPDP બિલનો વિરોધ?

  • એક તરફ સતા પક્ષ  બિલના ફાયદાઓ ગણાવી રહ્યા છે જયારે બીજી તરફ વિપક્ષ અને કેટલાક સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ DPDP બિલમાં સૂચનાનો અધિકાર અધિનિયમ 2005ની કલમ 8 (1) (J) માં સંશોધનનો પ્રસ્તાવ છે. વર્તમાનમાં આ ખાસ કલમ વ્યક્તિગત જાણકારી સાર્વજનિક કરવા પર મનાઈ ફરમાવે છે જેનો હિત અથવા સાર્વજનિક ગતિવિધિ સાથે કોઇ ખાસ સબંધ નથી.
  • વિપક્ષ આ કાયદાનો વિરોધ ઉઠાવતા તેને સંસદીય સમિતિમાં મોકલવાની માંગણી કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ મનીષભાઈ તિવારી, એઆઈએમેમના સાંસદ અસદુદ્દીન ભાઈ ઓવૈસી અને ટીએમસીના સાંસદ સૌગતા રોયે લોકસભામાં હાજર રહી આ બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ આ બિલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ બિલ દ્વારા સરકાર એટલે કે સતાપક્ષ માહિતી અધિકારના કાયદાને કચડી નાખવાનો પર્યત્ન કરે છે. એટલા માટે અમે સરકારનો આ ઉદ્દેશ્યનો વિરોધ કરીશું.

આ પણ વાંચો: જાણો કેમ અમેરિકાએ મુન મિશન બંધ કરી દીધા? । 1972 બાદ કોઈ ચંદ્ર પર કેમ નથી ગયું? । ચંદ્ર પર જવા માટે દરેક દેશો હરિફાઈ શા માટે કરી રહ્યાં છે?


સરકારનું શું કહેવું છે?

  • સરકાર પક્ષેથી આઇટી રાજ્ય મંત્રી રાજીવભાઈ ચંદ્રશેખર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંસદ દ્વારા  પસાર કરવામાં આવેલ આ બિલ તમામ ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે. તદ્દઉપરાંત તેમણે કહ્યું કે આરટીઆઇ એક્ટ-2005 નો અર્થ વ્યક્તિગત માહિતીનો અધિકાર એવો નથી. બિલમાં કહેવામાં આવ્યું છે કે આરટીઆઇ એકટ-2005 જાહેર જીવનમાં પારદર્શિતા અને જવાબદારીની ખાતરી કરવાનું ચાલુ રાખી શકે છે પરંતુ વ્યક્તિ જાહેર જીવનમાં હોવાને કારણે ગોપનીયતાના અધિકારને ચોક્કસપણે છોડી શકાશે નહી, આમ, માહિતી અધિકાર કાયદાનો કોઈ જ ઉલ્લંઘન થતો નથી.

નિષ્કર્ષ

મિત્રો આજના સમયે તમે સૌ જાણતા હશો કે ડેટા ઈઝ વેલ્થ મતલબ કે તમારી વ્યક્તિગત માહિતી જ તમારી સાચી સંપતિ છે અને જો કોઈ અન્ય વ્યક્તિના હાથે લાગી જાય તો એ ધારે એ કરી શકે છે. આપણે સૌ વારંવાર આ સમાચાર સાંભળતા હોઈએ છે કે ફલાણા ભાઈએ ઓટીપી આપ્યો તો એમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા વગેરે વગેરે. તો મિત્રો સરકારશ્રી દ્વારા આ બિલ તમારા વ્યક્તિગત ડેટાનું રક્ષણ થઈ શકે એ આશયથી આ બિલ કરેલ છે. જે આપણે આ લેખની મદદથી સમજ્યાં અને તમને કઈક નવુ પણ જાણવા મળ્યું હશે. જો તમને ગમ્યું હોય તો આ માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપશો કે આ Digital Personal Data Protection Bill Full Information in Gujarati  લેખ તમને કેવો લાગ્યો.

Leave a Comment