Moon is Just the Beginning Isro has to Go to Sun Mars and Venus । ચંદ્ર તો માત્ર શરૂઆત છે. સૂર્ય, મંગળ અને શુક્ર સુધી જવાનું છે. જાણો ઈસરો દ્વારા ભવિષ્યમાં હાથ ધરવામાં આવનારા મિશનો

ઈસરોનું ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાથી લેન્ડિંગ થઈ ગયું છે. આ માત્ર ઈસરો માટે જ નહીં પરંતુ આપણા સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. ચંદ્રયાન-3 એ માત્ર એક મોટી સિધ્ધિ નથી, ઈસરો ભવિષ્યમાં શુક્ર અને મંગળ પર જવાની તૈયારી પણ કરી રહ્યું છે. આપણે આ Moon is Just the Beginning Isro has to Go to Sun Mars and Venus લેખના માધ્યમથી ઈસરો દ્વારા કયાં કયાં મીશન પર કામ ચાલી રહ્યું છે એ બાબતની ચર્ચા કરીએ.

What is Aadity L-1 Mission? | સૂર્ય માટે આદિત્ય એલ-1 મિશન એ ચંદ્ર વિશે અભ્યાસ કરશે.

ઈસરો દ્વારા સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. 2 સપ્ટેમ્બરના આદિત્ય એલ-1 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરી દીધુ છે. એસ્ટ્રોસેટ 2015માં ઇસરોએ લોન્ચ કર્યુ હતું અને આદિત્ય એલ-1 તેનું બીજું ખગોળશાસ્ત્ર મિશન રહેશે. આ આદિત્ય એલ-1 સ્પેસક્રાફટ સૂર્ય- પૃથ્વી પ્રણાલીમાં લેંગરેન્જ પોઇન્ટ-1  પાસેની હેલો ઓર્બિટમાં રહેશે જે પૃથ્વીથી 15.00 લાખ કિલોમીટર દૂર છે.

આ મિશનથી સૂર્યનો અભ્યાસ શક્ય બનશે જેમાં ખગોળીય ઘટનાઓ, ગ્રહણ અને અન્ય ઘટનાઓ પણ તેને ખલેલ પહોચાડી શકશે નહીં. આ મિશન રોકેટ L-1 PSLV દ્વારા છોડવામાં આવશે. આ મિશનની મુસાફરીનો સમયગાળો ચાર મહિનાનો રહેશે. આ મિશનથી સૂર્ય પર બનતી ઘટનાઓ પર અભ્યાસ કરવામાં આવશે.  


આ પણ વાંચો: યુનિફોર્મ સિવિલ કોડ શું છે?-જાણો તમામ માહિતી.


What is Gaganyaan Mission? | ગગનયાન મિશન શું છે?

ગગનયાન મિશન એ માનવોને અવકાશમાં મોકલવાની દિશામાં ભારતના ઈસરોનુ પ્રથમ પગલું છે. આ મિશન 2022માં શરૂ થવાનું હતું પરંતુ અમુક કારણોસર તેમાં વિલંબ થયું છે. હવે તે 2025 પછી લોંચ કરવામાં આવે એવી ધારણા છે.

આ ગગનયાન હ્યુમન સ્પેસ ફ્લાઈટ મિશન પહેલા ઈસરો દ્વારા બે માનવરહિત મિશનનો પ્લાન બનાવ્યો છે. ISRO આવનારા વર્ષની શરૂઆતમાં જ પ્રથમ માનવરહિત મિશનનું પરીક્ષણ કરી શકે છે. આ પ્રથમ માનવરહિત યાનનું નામ ‘વ્યોમિત્ર’ રાખવામાં આવ્યું છે. તેને half-humanoid તરીકે તૈયાર કરવામાં આવશે. જે ઈસરોના કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલ રહેશે.

What is Venus Mission? | શુક્રયાન પણ લાઇનમાં છે.

માર્સ ઓર્બિટર મિશન એટલે કે મંગલયાન- 1 ની ભવ્ય સફળતા બાદ ઇસરોની નજર હવે શુક્ર પર છે. ભારત ઉપરાંત ચીન, યુરોપિયન સ્પેસ એજન્સી અને ચીન દ્વારા પણ શુક્ર ગ્રહ પર પોતાના મિશન મોકલવા પર કામ શરૂ કરી દીધું છે. ભારતનું આ મિશન 2024 માં લોન્ચ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું પણ હાલની સ્થિતિએ તે મિશન 2031 પહેલા લોન્ચ થાય તેવા કોઈ સમાચાર નથી. સરકારશ્રી તરફથી આ મિશન માટે હજુ સત્તાવાર જરૂરી મંજુરીઓ મળી નથી. ભવિષ્યમાં ઈસરો શુક્ર પર પણ મિશન મોકલશે એવા અણસાર છે.

What is Joint Mission Nisar Isro and NASA? | નિસાર અભિયાન US સાથે

નાસા અને ઇસરોનું સંયુકત નિસાર અભિયાન પૃથ્વીની પરિવર્તન એટલે કે બદલી રહેલી ઇકો સિસ્ટમનો સંપૂર્ણ અભ્યાસ કરશે. જેવી કે જવાળામુખી, ભૂજળના પ્રવાહની, ગ્લેશિયર ઓગળવાનો દર અને પૃથ્વીની સપાટી પર થતા પરિવર્તનનો અભ્યાસ કરશે. જેનાથી પૃથ્વી પર બદલાઈ રહેલી સિસ્ટમ અને ભૂકંપ જેવી સંભવ્ય વિસ્તારોને અગાઉથી ઓળખવામાં આવે એ આ મિશનના અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.  


આ પણ વાંચો : શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવા માંગો છો, તો જાણો શું છે નિયમો? જાણો તમે ખરીદી શકો કે નહી.


શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવા માંગો છો, તો જાણો શું છે નિયમો? જાણો તમે ખરીદી શકો  કે નહી.

Mars Orbiter Mission-2 | મંગળ ગ્રહ સર કરવાનું બીજું મિશન  

ભારતનું પહેલું મિશન મંગલયાન-1 મંગલયાન 5 નવેમ્બર 2013 ના રોજ છોડવામાં આવ્યું હતું અને 24 સપ્ટેમ્બર 2014 ના રોજ સફળતાપૂર્વક સફળતાપૂર્વક મંગળની કક્ષામાં પહોંચી ગયું હતું. આ મિશનથી મંગળનું આકારશાસ્ત્ર, મંગળની સપાટીની લાક્ષણિકતા, મંગળનું વાતાવરણ અને તેના બાહ્યમંડળ વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરાઈ હતી.

ભારતે બીજું મંગલયાન-2 મિશન માટ તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે આ મિશન Mars Orbiter Mission કરતા થોડુ અલગ રિતે ડિઝાઈન કરવામાં આવશે. Mars Orbiter Mission-2 માં ઓર્બિટલ પ્રોબમાં હાઇપરસ્પેક્ટ્રલ કેમેરા અને રડાર પણ લાગેલા હશે. આ મિશનમાંથી લેન્ડરને રદ કરવામાં આવ્યું છે એટલે કે આ મિશન સાથે લેન્ડર મુકવામાં નહી આવે.  

Spadex (સ્પેસ ડોકિંગ એક્સપરિમેન્ટ)

ભવિષ્યમાં ભારત પોતાનું સ્પેસ સેન્ટર બનાવશે તો તેને સ્પેસ ડૉકની જરૂરિયાત રહેશે જ. તેના માટે ઈસરો દ્વારા સ્વદેશી સ્પેડેક્સ બનાવવામાં આવી રહ્યું છે. જેનો ધ્યેય પૃથ્વીની કક્ષામાં બે સ્પેસક્રાફટને ડૉક કરવાની ટેકનોલોજી વિકસિત કરવાનો છે. જેનાથી મલ્ટિ-મોડ્યુલ સ્ટેશન બનાવવા માટે આ મહત્વપૂર્ણ સાબિત થશે.

ઉપસંહાર

મિત્રો આપણે આજે આ Moon is Just the Beginning Isro has to Go to Sun Mars and Venus લેખના માધ્યમથી ઈસરોના ભવિષ્યના મીશન વીશે ચર્ચા કરી. આશા રાખું તમને આ લેખ વાંચવાથી કઈક નવું જાણવા મળ્યું હશે. આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહેશો. તમને આ માહિતી કેવી લાગી એ તમે અમને કોમેન્ટ કરીને જણાવશો.

Leave a Comment