All about G20 Summit in Gujarati । આખરે શું છે આ G20 સમિટ ને ક્યારથી થઇ તેની શરૂઆત? કયા કયા દેશોનો છે તેમાં સમાવેશ, જાણો સંપૂર્ણ માહિતી.

રાજધાની દિલ્હી ખાતે 9-10 સપ્ટેમ્બરના રોજ G20નું શિખર સંમેલન આયોજિત થનાર છે. G20 સમુહને ગૃપ ઓફ 20 તરીકે પણ ઓળખવામાં આવે છે. G20નું મંચ આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓને નિર્ધારિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આજે આપણે આ All about G20 Summit in Gujarati  લેખના માધ્યમથી G 20 સમિટ શું છે? આની શરૂઆત કયારથી થઈ? ભારતમાં યોજાવાથી ભારતને શું ફાયદો થશે? જેની તમામ માહિતી મેળવીશું તો આ લેખને પુરો વાંચશો.

વૈશ્વિક વેપાર, આર્થિક સ્થિરતા અને ગ્લોબલ ચેલેન્જથી લઈને અનેક બાબતોમાં G20નું કામ મહત્ત્વપૂર્ણ  છે. G20 સમૂહનું કોઈ સ્થાયી સચિવાલય નથી. આ સંગઠન સાથે જોડાયેલ 19 દેશ અને યૂરોપીય યૂનિયન વચ્ચે ચોક્કસ પ્રકારની રોટેશન પ્રણાલી ચલાવવામાં આવે છે. જેની મદદથી અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે.

All about G20 Summit in Gujarati | ક્યારે થઈ હતી જી-20ની સ્થાપના

G-20 સમૂહની સ્થાપના 1999 માં થઈ હતી. વર્ષ 1999 પહેલા એશિયા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યુ હતું. આ પછી જર્મની દેશમાં G-8 દેશોની બેઠક મળી, જેમાં G-20ની રચના થઈ. આ બેઠકમાં તમામ શક્તિશાળી અર્થવ્યવસ્થા ધરાવતા 20 દેશોના નાણા મંત્રીશ્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરશ્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું. વૈશ્વિક આર્થિક મુદ્દાઓને કેવી રીતે ઉકેલવા એ આ સંસ્થાનો મુખ્ય હેતુ હતો.

વર્ષ 2008માં જ્યારે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી આવી ત્યાર પછી જી-20 ની બેઠકમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

G20નું ગઠન કર્યાને 24 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ 24 વર્ષ દરમિયાન કુલ 17 વાર G20  ની બેઠક મળી ચુકી છે. દિલ્હી ખાતે તાજેતરમાં 18મું G20 શિખર સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે.


આ પણ વાંચો: શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવા માંગો છો, તો જાણો શું છે નિયમો?


હાઈલાઈટસ

લેખનું નામAll about G20 Summit in Gujarati
લેખની ભાષાગુજરાતી અને અંગ્રેજી
જી-20 ની શરૂઆત1999
જી-20 માં કેટલા દેશો સામેલ20
G-20 સમિટનું આયોજનનવી દિલ્હી ખાતે 18 માં નંબરની બેઠક
G-20 ની ઓફિશિયલ વેબસાઈટwww.g20.org

G20માં કયા કયા દેશ શામેલ છે

G20માં હાલની સ્થિતીએ કુલ 19 દેશ (ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, યુએસએ, ચીન, કોરિયા રિપબ્લિક, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિક, રશિયા, બ્રાઝિલ, કેનેડા, જાપાન, મેક્સિકો, તુર્કી, યુકે) તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

કઈ રીતે કામ કરે છે G20 સમૂહ.

G20માં 2 (બે) પ્રકારના ટ્રેક છે.

(1) નાણાંકીય ટ્રેક

(2) શેરપા ટ્રેક.

નાણાંકીય ટ્રેકનું નેતૃત્ત્વ સેન્ટ્રલ બેન્કના ગવર્નર અને નાણાંમત્રી કરે છે.

શેરપા ટ્રેકનું નેતૃત્ત્વ શેરપા દ્વારા કરવામાં આવે છે.

G20ના સંદર્ભે શેરપા ટ્રેકમાં ડિપ્લોમેટ અને ઉચ્ચ રેન્ક ધરાવતા સરકારી અધિકારી હોય છે. જે શેરપા પોતાના દેશના પ્રતિનિધિ મંડળની મીટિંગ અને સંમેલનની યોજના બનાવવામાં ખાસ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


આ પણ વાંચો: કઈ રીતે ભારત માનવસર્જિત ગુફામાં છુપાવીને સ્ટોર કરે છે ક્રુડ ઓઈલ?


દુનિયા માટે શા માટે મહત્વનું છે જી20?

જો તમે જી-20ની તાકાતનો અંદાજ લગાવવા માંગો છો તો સમજો કે જી-20 ના સભ્ય સભ્ય દેશોની જીડીપી ગણીએ તો તે દુનિયાની 80 ટકા જીડીપી, 60 ટકા વસ્તી અને 75 ટકા વૈશ્વિક વ્યાપાર છે. આ સંગઠન જે પણ નિર્ણય કરે છે તે દુનિયાની અર્થવ્યવસ્થા પર ચોક્કસ અસર કરે છે.

કેટલીવાર જી-20 બેઠક યોજાઈ ચુકી છે?

જી-20 સમૂહ બન્યાના 24 વર્ષ થઈ ચુક્યા છે અને તેમાં જી-20ની 17 બેઠક યોજાઈ છે. ભારતમાં 18મું શિખર સંમેલન દિલ્હી ખાતે આયોજીત થનાર છે.

ક્યાં કયાં યોજાઈ ચુકી છે જી20 સમિટની બેઠક?

  • પ્રથમ બેઠક 14-15 નવેમ્બર 2008ના રોજ વોશિંગ્ટન, યુએસએ ખાતે યોજાઈ હતી.
  • બીજી બેઠક 2 એપ્રિલ 2009ના રોજ લંડન, યુકેમાં થઈ હતી.
  • ત્રીજી સમિટ 24-25 સપ્ટેમ્બરે 2009 ના રોજ અમેરિકાના પિટ્સબર્ગમાં યોજાઈ હતી. જી-20 દેશોની બેઠક આ વર્ષે બે વખત યોજાઈ હતી.
  • ચોથી બેઠક 26-27 જૂન 2010ના રોજ ટોરોન્ટો, કેનેડા ખાતે યોજાઈ હતી.
  • પાંચમી બેઠક 11-12 નવેમ્બર 2010ના રોજ દક્ષિણ કોરિયાના સિઓલ ખાતે મળી.
  • છઠ્ઠી બેઠક 3-4 નવેમ્બર 2011ના રોજ કેન્સ, ફ્રાન્સ ખાતે યોજાઈ હતી.
  • 7મી બેઠક મેક્સિકોમાં 18-19 જૂન 2012ના રોજ મળી હતી.
  • 8મી બેઠક 5-6 સપ્ટેમ્બરના રોજ રશિયામાં થઈ હતી.
  • 9મી બેઠક રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે 15-16 નવેમ્બર 2014ના રોજ થઈ હતી.
  • 10મી બેઠક 15-16 નવેમ્બર 2015ના રોજ તુર્કીમાં મળી હતી.
  • 11મી બેઠક ચીન ખાતે 4-5 સપ્ટેમ્બર 2016ના રોજ યોજાઈ.
  • 12મી બેઠક 7-8 જુલાઈ 2017ના રોજ જર્મનીના હેમ્બર્ગ ખાતે યોજાઈ હતી.
  • 13મી બેઠક આર્જેન્ટિનામાં 30 નવેમ્બર 2018 થી 1 ડિસેમ્બર 2018 દરમ્યાન યોજાઈ હતી.
  • 14મી સમિટ જાપાનના ઓસાકા શહેરમાં 28-29 જૂન 2019 ના રોજ થઈ હતી.
  •  15મી સમિટ 21-22 નવેમ્બર 2020 ના રોજ સાઉદી અરેબિયામાં યોજાઈ હતી.
  • 16મી સમિટ 30-31 ઓક્ટોબર 2021ના રોજ ઈટાલીના રોમ ખાતે મળી.
  • 17 મી બેઠક 15-16 નવેમ્બર 2022 ના રોજ ઇન્ડોનેશિયામાં મળી.
  • 18મી બેઠક ભારતમાં દિલ્હી ખાતે 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાનાર છે.
  • 19મી સમિટનું આયોજન બ્રાઝિલ ખાતે વર્ષ 2024માં થઈ શકે છે.
  • 20મી સમિટનું આયોજન આફ્રિકા ખાતે વર્ષ 2025માં થઈ શકે છે.

આ પણ વાંચો : યુનિફોર્મ સિવિલ કોડ શું છે?-જાણો તમામ માહિતી.


જી-20 લોગો: ખીલતી પાંખડી, સાત પાંખડીઓ

ભારતના જી20 અધ્યક્ષપદનો સાર “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય” (One Earth, One Family, One Future) ના વૈચારિક અને ભવિષ્યવાદી સંદેશ છે. જી-20 ના લોગોમાં કમળનું પ્રતિક રાખવામાં આવ્યું છે જે કમળ પરની સાત પાંખડીઓ સંગીતની સાત નોંધો અને સાત ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારત માટે શા માટે મહત્વનું આ સંમેલન?

જી20નું પ્રમુખપદ ભારતને “લોકશાહીની માતા” તરીકે તેના તમામ ગૌરવ અને વિવિધતામાં એકતા દર્શાવવા માટે ભારત પાસે તક છે. ભારતની આર્થિક પ્રગતિથી લઈને વિજ્ઞાન અને ટેકનોલોજી,નવીનતા અને સ્ટાર્ટઅપ તેમજ અવકાશ સુધીના લગભગ દરેક ક્ષેત્રમાં વિકાસની નવી ઊંચાઈઓના પરિપ્રેક્ષ્યમાં ભારત પાસે સુવર્ણ તક છે. આમ, ભારત માટે આ સંમેલન અતિ મહત્વનું છે.

ઉપસંહાર

મિત્રો આજે આપણે આ લેખમાં All about G20 Summit in Gujarati વિશેની સંપૂર્ણ માહિતી મેળવી. આશા રાખું તમને અમારી આ મહેનત ગમી હશે. જો તમને અમારા આ લેખના માધ્યમથી નવું જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો સાથે પણ આ લેખ શેર કરશો જેથી તે પણ આ વિશે જાણી શકે. તમારો કિમતી સમય નિકાળી અમારા આ લેખને પુરો વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર…  

વારંવાર પુછાતા પ્રશ્નો

1. G20 માં કેટલા દેશોનો સમાવેશ થાય છે?

જવાબ: 20

2. G20 સમિટ 2023 ની થીમ શું છે?

જવાબ: વસુધૈવ કુટુંબકમ “One Earth, One Family, One Future”

3. G20 સમિટ 2023 માં કયા નંબરની છે અને કયાં યોજાશે?

જવાબ: 18 માં નંબરની નવી દિલ્હી ભારત ખાતે.

4.    G20 ની સ્થાપના વર્ષ

જવાબ: 1999

5. જી-20 2023 નો લોગો શું છે?

જવાબ: જી-20 ના લોગોમાં કમળનું પ્રતિક રાખવામાં આવ્યું છે જે કમળ પરની સાત પાંખડીઓ સંગીતની સાત નોંધો અને સાત ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે.

Leave a Comment