One Nation One Election Full Information in Gujarati | શું તમે જાણો છો? એક સાથે લોકસભા તેમજ વિધાનસભાની ચુંટણી યોજવાના ફાયદા તેમજ ગેરફાયદા શું છે?  

સરકાર દ્વારા પુરા દેશમાં વન નેશન વન ઈલેક્શનની દિશામાં આગળ વધવા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. આ મુદ્દે સંભાવના તપાસવા સરકાર દ્વારા સમિતિની  રચના કરવામાં આવી છે. જેનાં અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવવામાં આવ્યા છે. મિત્રો આપણે આ One Nation One Election Full Information in Gujarati લેખમાં વન નેશન વન ઈલેકશન પોલીસી શું છે? આ લાગુ કરવાના ફાયદા તેમજ ગેરફાયદા શું છે? તેમજ બંધારણમાં આ બાબતે શી જોગવાઈ છે? આ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ લેખને પુરો વાંચશો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા થોડા એક દેશ એક ચૂંટણીનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો છે જેમાં લોકસભા તેમજ તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની વાત કરાઈ હતી. આ પાછળનો મુખ્ય હેતુ દેશમાં વારંવાર યોજાતી તી ચૂંટણી પાછળ થઈ રહેલા કરોડોનાં ખર્ચને બચાવવાનો છે.

What is One Nation One Election? | સતાપક્ષ એટલે કે સરકાર શા માટે વન નેશન વન ઈલેકશન ખરડો પસાર કરવા માંગે છે?

સમયનો વ્યય અટકાવવા, કરોડોનો નાણાકીય ખર્ચ બચાવવા, ચુંટણી આયોજનમાં સુરક્ષાદળોની તહેનાતી માટે થતી પરેશાની ઘટાડવા તેમજ રાજકીય પક્ષોને થતો ખર્ચનો  બચાવ કરવા માટે લોકસભા તેમજ તમામ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માગે છે.

એકસાથે ચૂંટણી યોજવાથી શું લાભ થશે?

એકસાથે જો ચૂંટણી યોજવામાં આવે તો કરોડોનો ખર્ચ બચાવી શકાશે.

ચૂંટણીના કારણે આચારસંહિતા વારંવાર લાગુ પાડવાથી અટકતા વિકાસકાર્યો અટકશે નહી તેમજ વારંવાર ચૂંટણી યોજવાથી થતા વહીવટી ખર્ચ અને સમયનો વ્યય અટકશે.

વારંવાર મતદાર યાદીઓ બહાર પાડવાની ઝંઝટથી છુટકારો મળશે.

જો ચૂંટણી એકસાથે યોજાય તો વહીવટી તંત્રને સરકાર વિકાસકાર્યોમાં જોડી શકાશે. આમ, વહીવટી તંત્ર પર કામગીરીનું ભારણ ઘટશે.

બ્લેકમની અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે.

એકસાથે ચૂંટણી યોજવાથી શું ગેરલાભ થશે?

એકસાથે ચૂંટણી યોજવા 25 લાખ EVM અને 25 લાખ VVPT મશીનો જોઈશે જેનો ખર્ચો થઈ શકે છે.

રાષ્ટ્રીય પક્ષોને લાભ થશે પરંતુ પ્રાદેશિક પક્ષોને નુકસાન થઈ શકે છે.

ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં વિલંબ  થશે. જયાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી રાજકીય અસ્થિરતા સંભવી શકે છે.


આ પણ વાંચો : આખરે શું છે આ G20 સમિટ ને ક્યારથી થઇ તેની શરૂઆત? કયા કયા દેશોનો છે તેમાં સમાવેશ, જાણો સંપૂર્ણ માહિતી.


જો એક સાથે ચુંટણી યોજવી હોય તો સરકારે કયા બંધારણીય સુધારા કરવા પડશે?

બંધારણની કલમ 83 (2) મુજબ  લોકસભાની મુદત પાંચ વર્ષથી વધુ સમય માટે લંબાવી શકાય નહીં. પરંતુ તેનું વહેલુ વિસર્જન કરી શકાય.

85 (2) (B) કલમની જોગવાઈ મુજબ  હાલના કાર્યરત ગૃહ કે સંસદનું વિસર્જન કરીને સામાન્ય ચૂંટણીઓ યોજવાની તેમજ  નવી સંસદ કે ગૃહની રચના કરવાની જોગવાઈ છે.

172 (1) મુજબ રાજ્યની વિધાનસભાનો જો જલદી ભંગ કરવામાં ન આવે તો પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ છે.

કલમ 174 (2) (B) રાજ્યપાલ પાસે કેબિનેટની સલાહથી વિધાનસભાને ભંગ કરવાનો અધિકાર છે. પરંતુ  જો કોઈ કેબીનેટની ભલામણ સામે શંકા હોય તો રાજ્યપાલ પોતાની રીતે નિર્ણય લઈ શકે તેવી જોગવાઈ પણ છે.

કલમ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈ પણ બંધારણમાં કરવામાં આવેલ છે.

બંધારણીય સુધારા ગૃહમાં પાસ કરાવવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી ફરજિયાત છે.

તમામ પક્ષો અને તમામ રાજ્યની સર્વસંમતિ જરૂરી છે. બંધારણીય સુધારા બિલ સંસદમાં પસાર થયા પછી પણ દેશનાં અડધા રાજ્યોએ તેને વિધાનસભાનાં પસાર કરવાનું હોય છે. આમ સમગ્ર કાર્યરિતીમાંથી પસાર થયા પછી જ કોઈ જ ખરડો પાસ થયેલો ગણાય છે.


આ પણ વાંચો : ચંદ્ર તો માત્ર શરૂઆત છે. સૂર્ય, મંગળ અને શુક્ર સુધી જવાનું છે. જાણો ઈસરો દ્વારા ભવિષ્યમાં હાથ ધરવામાં આવનારા મિશનો


વન નેશન વન ઈલેકશન સામે વિપક્ષોનો વિરોધ શા માટે?

વિપક્ષનું કહેવું છે કે સરકારને એક સાથે ચુંટણી માટે ઉતાવળ શા માટે છે? અચાનક આવું પગલું ભરવાની જરૂર શા માટે પડી? સરકારે પહેલાં દેશમાંથી બેકારી, મોંઘવારીને હટાવવા તરફ ધ્યાન આપે તે જરૂરી છે. સતા પક્ષ દ્વારા રાજકીય પક્ષોને વિશ્વાસમાં લીધા વિના તેમજ કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના આ નિર્ણય લીધો છે. સરકાર ચૂંટણીઓ મોડી કરાવવા માંગે છે. આમ વગેરે રિતે વિપક્ષો વિરોધ કરી રહ્યા છે.

શું બીજા કોઈ દેશમાં એકસાથે ચૂંટણી થાય છે?

દુનિયામાં અન્ય ઘણા એવા દેશ છે જ્યાં બધી ચૂંટણીઓ એકસાથે કરાવવામાં આવે છે. સાઉથ આફ્રિકામાં સંસદ, રાજ્ય વિધાનસભા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ એકસાથે જ થાય છે.

સ્વીડન,બેલ્જિયમ, જર્મની, ફિલિપાઇન્સ, બ્રાઝીલ, બોલિવિયા, કોલંબિયા,કોસ્ટા રિકા, ગ્વાટેમાલા, ગુઆના, હોંડુરસ જેવા દેશોમાં પણ એકસાથે જ ચૂંટણી યોજાય છે.

યુકેમાં પણ હાઉસ ઓફ કોમન્સ, સ્થાનિક ચૂંટણી અને મેયરની ચૂંટણી એકસાથે થાય છે. અહીં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં બધી ચૂંટણી કરાવવામાં આવે છે.

શું ભારતમાં ભુતકાળમાં એકસાથે ચુંટણી યોજાયેલ છે?

ભુતકાળમાં આપણા દેશમાં 1951,1957,1962 તેમજ 1967 માં લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓનું આયોજન એક સાથે થયું હતુ. પરંતુ 1968,1969 માં કેટલીક રાજય વિધાનસભા તેમજ 1970 માં લોકસભાનો ભંગ થતા આ ચક્ર તૂટી ગયું હતું. જેના કારણે હાલ દર વર્ષે કોઈને કોઈ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે.

ઉપસંહાર

મિત્રો આજે આપણે આ One Nation One Election Full Information in Gujarati લેખના માધ્યમથી What is One Nation One election વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આશા રાખું તમને અમારો આ લેખ ગમ્યો હશે આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની અવારનવાર મુલાકાત લેતા રહેશો અને અન્ય તમારા મિત્રો સાથે શેર કરશો.

Leave a Comment