What is the success we achieved by Chandrayaan-3? | ભારતનું ચંદ્રયાન મિશન પૂર્ણ,શું શું માહિતી કરી એકઠી? આદિત્ય-L1 પાસેથી શું અપેક્ષા ?

14 જુલાઈએ ભારતે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું. 40 દિવસની સફર પૂર્ણ કરી 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતર્યું. જે સાથે જ ભારત ચંદ્ર પર તેમના મિશન લેન્ડ કરવામાં સફળ થયેલા વિકસિત દેશોની હરોળમાં જોડાઈ ગયું. તેમજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો. એક બાજુ ભારતનું ચંદ્રયાન-3 મિશન પૂર્ણ થયું. ભારતનું બીજું એક આદિત્ય એલ-1  મિશન શરૂ થયું. આપણે આ What is the success we achieved by Chandrayaan-3? લેખના માધ્યમથી ભારતને ચંદ્રયાન મિશન-3 થી શું પ્રાપ્ત થયું અને આદિત્ય એલ-1 મિશનથી શું અપેક્ષા છે એ બાબતની માહિતી મેળવીશું. તો આ લેખને પુરો વાંચશો.

What is the success we achieved by Chandrayaan-3? | લેન્ડર-રોવર 100 મીટરના અંતરે ઊભું છે.

જે જગ્યા પર ચંદ્રયાન-3 લેન્ડ કર્યુ એ પોઈન્ટને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તે પોઈન્ટને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે. શિવશક્તિ પોઈન્ટ થી રોવર અને લેન્ડર વચ્ચે 100 મીટરનું અંતર છે. પ્રજ્ઞાન રોવરના બંને પેલોડ્સ LIBS અને બંધ કરવામાં આવ્યા છે. આ પેલોડ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા લેન્ડર દ્વારા ઈસરો સુધી પહોંચાડવામાં આવ્યો છે.

10 દિવસ સુધી સચોટ રીતે માહિતી એકત્રિત કર્યા બાદ પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કર્યું છે. તેને હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત પાર્ક કરી દેવામાં આવ્યું છે એટલે કે તેને સ્લીપ મોડમાં સેટ કરવામાં આવ્યું છે.

ચંદ્ર પર હવે લાંબી રાત છે અને પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર માટે 200 ડીગ્રી માઈનસ તાપમાનમાં કામ કરવું શક્ય નથી. સ્લીપ મોડમાં જતા પહેલા રોવર અને લેન્ડરે ઈસરોને ઘણી માહિતી આપી છે, જેનાથી આવનાર સમયમાં માનવજાતિને ફાયદો થઈ શકશે.


આ પણ વાંચો : ચંદ્ર તો માત્ર શરૂઆત છે. સૂર્ય, મંગળ અને શુક્ર સુધી જવાનું છે. જાણો ઈસરો દ્વારા ભવિષ્યમાં હાથ ધરવામાં આવનારા મિશનો


22 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ફરીથી સૂર્યોદય થશે.

ચંદ્રયાનની બેટરી હજુ પણ સંપૂર્ણ ચાર્જ છે. એટલે સંપૂર્ણ શકયતાઓ છે કે તે ફરી એકવાર કામ કરવાનું શરૂ કરે. આશા રાખીએ કે એવું જ થાય. રોવરને એવા ખૂણામાં પાર્ક કરીને મૂકવામાં આવ્યું છે કે જ્યારે 22 સપ્ટેમ્બરે ચંદ્ર ઉગે છે, ત્યારે જો સૂર્યના કિરણો તેની સોલર પેનલ પર પડે છે. જો આવું થશે તો તે ફરીથી કામ કરી શકે છે. કારણ કે રોવર અને લેન્ડર સૂર્યપ્રકાશમાંથી પાવર જનરેટ કરી શકે છે, જે તેના સાધનો માટે જરૂરી છે. જો પાવર જનરેટ ના થાય તો તેમાં સ્થાપિત વૈજ્ઞાનિક ઉપકરણોને નુકસાન થઈ શકે છે.

પ્રજ્ઞાન રોવરે 100 મીટર અંતર કાપ્યું હતું.

પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર શિવશક્તિ પોઈન્ટથી 100 મીટરનું અંતર કાપ્યું છે જ્યાં લેન્ડર લેન્ડ થયું હતું. ઈસરો એક તસવીર પણ જાહેર કરી હતી જેમાં ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર અને લેન્ડરનું લોકેશન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રોવરે આ અંતર 10 દિવસમાં કાપ્યું હતું. તેની ચાલવાની ઝડપ એક સેકન્ડ દીઠ એક સેન્ટીમીટર હતી.


આ પણ વાંચો : શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવા માંગો છો, તો જાણો શું છે નિયમો? જાણો તમે ખરીદી શકો કે નહી.


What did the rover and lander discover on the moon for 14 days? । રોવર અને લેન્ડરે 14 દિવસ સુધી ચંદ્ર પર શું શોધ કરી?

હવે મિત્રો આપણે જાણીએ What is the success we achieved by Chandrayaan-3? વિગતવાર.

10 દિવસમાં રોવર અને લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 5 મહત્વપૂર્ણ પરીક્ષણો કર્યા. એવા તથ્યો શોધી કાઢ્યા જેનાથી દુનિયા આજ સુધી અજાણ હતી. આ દિવસો દરમ્યાન ચંદ્ર પર માટીના પ્રકાર, રાસાયણિક મિશ્રણ અને તાપમાનમાં ફેરફારની પેટર્ન પર માહિતી એકત્રિત કરવામાં આવી.

અન્ય એ પણ માહિતી એકત્રિત કરી કે ચંદ્ર પર પણ ભૂકંપ આવે છે. વિક્રમ લેન્ડરના પેલોડે 26 ઓગષ્ટે ચંદ્ર પર ભૂકંપ નોંધ્યો હતો.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કેલ્શિયમ, આયર્ન, ક્રોમિય, સલ્ફર, એલ્યુમિનિયમ, ટાઇટેનિયમની હાજરી પણ જોવા મળી. દક્ષિણ ધ્રુવ પર પ્લાઝમા પણ ઉપલબ્ધ છે, જે ઓછો ગીચ છે.

વિક્રમ લેન્ડર દ્વારા જાણવા મળ્યું કે ચંદ્રની સપાટી પર લગભગ 50 ડિગ્રી જેટલું તાપમાન છે. ચંદ્રની સપાટી અને વિવિધ ઊંડાણો પરના તાપમાન અલગ-અલગ છે એટલે કે તફાવત છે.

લેન્ડર અને રોવર પરના સાધનો પણ સ્થિર થઈ શકે છે.

અત્યારે ચંદ્ર પર રાત છે જે પૃથ્વી પરના 14 દિવસ જેટલી હશે. અહીં તાપમાન માઈનસ 200 ડિગ્રી સુધી જઈ શકે છે. જે કારણે લેન્ડર અને રોવર પરના સાધનો સ્થિર થઈ શકે છે. જ્યારે રાત પુરી થયા પછી સૂર્ય ચંદ્ર પર ઉગશે, ત્યારે શક્યતા છે કે રોવર અને લેન્ડર ફરીથી કાર્યરત થઈ જશે, જો આવું નહીં બને તો તેઓ ભારતના સુંદર હસ્તાક્ષર તરીકે કાયમ ચંદ્ર પર હાજર રહેશે.

ચંદ્ર મિશન-3 ની સફળતા બાદ સૂર્ય મિશન પાસેથી અપેક્ષાઓ.

એક તરફ ભારતનું ચંદ્રયાન મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું. તે જ સમયે ઈસરો દ્વારાસૂર્યના અભ્યાસ માટે બીજું એક એવું મિશન શરૂ કરવામાં આવ્યું. આદિત્ય-L1 અવકાશયાન મિશન સૂર્ય અને પૃથ્વીથી  L1 બિંદુ સુધી 125 દિવસની મુસાફરી માટે રવાના થયું છે. આદિત્ય-એલ-1ની અત્યાર સુધીની સફર સંપૂર્ણપણે બરાબર રહી છે. અને ભવિષ્યમાં પણ સારી રહેશે એવું લાગી રહ્યું છે. ભારતનું આદિત્યએલ-1 પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોચી સ્થિર બનશે અને સૂર્યના રહસ્યને જાણીને ઈસરો સુધી પહોચાડશે. Adity L-1 એ 1.5 મિલિયન કિલોમીટરના અંતરે એવા બિંદુ પર સ્થિર થશે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણબળ સંતુલિત છે, મતલબ સૂર્ય કે પૃથ્વી બંને તેને પોતાની તરફ ખેંચી શકે નહીં જેને L1 બિંદુ કહેવામાં આવે છે. આ બિંદુએ પહોંચ્યા પછી આદિત્ય-એલ-1 ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મોકલવાનું શરૂ કરશે. જે માનવસમાજ માટે ઉપયોગી સાબિત થશે.

આદિત્ય-એલ1 સૂર્ય વિશે શું જાણશે?

આદિત્ય-એલ- 1 માં જોડેલ 7 પેલોડ્સ ક્રોમોસ્ફિયર, ફોટોસ્ફિયર અને સૂર્યન બહારના સ્તરોનો અભ્યાસ કરશે. આ કામ પાર્ટિકલ ડિટેક્ટર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક દ્વારા શકય બનશે. આ મિશન દ્વારા સૂર્યના બાહ્ય પડમાંથી ઉછળતા સૌર તોફાનની ગતિને માપવામાં આવશે. સૂર્યના તાપમાનની પેટર્ન પણ સમજવામાં આવશે. સૂર્યના બહારની સપાટી પરના વાતાવરણ વિશે માહિતી રેકોર્ડ કરવામાં આવશે અને પૃથ્વી પર પડતા સૂર્યના કિરણોની અસર શોધી કાઢવામાં આવશે. અત્યાર સુધી ભારત પાસે સૂર્ય વિશે જાણવા માટે અંતરિક્ષમાં પોતાની લેબોરેટરી નહોતી, કે કોઈ મિશન પણ મોકલવામાં આવ્યું ન હતું પરંતુ હવે આ ઉણપ પણ પૂરી થઈ જશે.

આદિત્ય-એલ1 પૃથ્વીની આસપાસ 16 દિવસ સુધી ફરશે.

આદિત્ય-એલ-1નું વજન 1480.7 કિલો જેટલું છે. એ કહીએ તો પણ ખોટું નથી કે અવકાશમાં આ ભારતની વેધશાળા છે. પ્રક્ષેપણના લગભગ 63 મિનિટ પછી આદિત્ય-એલ1 રોકેટથી અલગ થઈ  તેની મુસાફરી પર નીકળી ગયું હતું. લોન્ચ થયા બાદ તે પૃથ્વીની આસપાસ 16 દિવસ સુધી ફરશે. આ સમયગાળા દરમ્યાન તેની ભ્રમણકક્ષા 5 વખત બદલવામાં આવશે. તેને સૂર્યથી એટલી દૂર L-1 પોઈન્ટ પર સ્થિર કરવામાં આવશે કે તેને ગરમી તો લાગે પણ કાંઈ નુકસાન ન થાય. આદિત્ય એલ વન સૂર્ય વિશે જે માહિતી એકત્ર કરશે તે સમગ્ર વિશ્વના માનવ કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવશે.

ઉપસંહાર

આજે આપણે આ What is the success we achieved by Chandrayaan-3? થી આપણને શું શું પ્રાપ્ત થયું અને ભારતના પ્રથમ સોલાર મિશન Adity L1 Mission થી શું શું અપેક્ષા છે? એ બાબતે માહિતી મેળવી. આશા રાખું કે તમને કઈક નવું જાણવા મળ્યું હશે. જો તમે હજુ પણ આ બાબતે કઈ વધુ જાણવા માંગતા હોવ તો કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. આ લેખને પુરો વાંચવા માટે આપનો આભાર.

Leave a Comment